Widgets Magazine
Widgets Magazine

ભાજપ ચૂંટણી પ્રચાર માટે હવે જાદુગરોના સહારે

બુધવાર, 22 નવેમ્બર 2017 (13:08 IST)

Widgets Magazine
bjp jadu


ગુજરાત વિધાન-સભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચી રહ્યો છે. કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા. ૨૪મીએ ફરીવાર ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે તો ભાજપ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બંને પક્ષો પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઊતારવા તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ભાજપે પ્રચારની અનોખી તરકીબ અપનાવીને જાદુગરોનો આશરો લીધો છે. દરમિયાન જુદા જુદા જાદુગરો ગામડાઓમાં જાદુગરના ખેલ કરીને ભાજપનો પ્રચાર કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે નાના-નાના જાદુગરોની ટીમ બનાવી છે. જાદુગરો દરેક ગામોમાં જાદુગરના ખેલ કરીને ભાજપનો પ્રચાર કરશે. ભાજપે પ્રચાર માટે આ અનોખી તરકીબ અપનાવી છે. દરમિયાન જાદુગરો સાથે ગુજરાતના વિકાસની વાતોથી ગામડાની પ્રજાને અવગત કરાવશે. ભાજપનો આ જાદુઈ ખેલ કેટલો સફળ થાય છે તેના પર આગેવાનો મીટ માંડીને બેઠા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતની પ્રજા વંશવાદને નહીં પણ વિકાસને સમર્થન આપશે: અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આ વિધાનસભાની ચૂંટણી અંગે રાહુલ ગાંધીને આડે હાથ લઈ ...

news

કોંગ્રેસના ઇન્દ્રનિલ રાજ્યગુરૂનું ફોર્મ રદ્દ થયાનું બહાર આવતા દોડધામ

રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનિલ ...

news

ગુજરાતમાં શિવસેનાની 70 બેઠકો પર ઉમેદવારી

ભાજપ સાથે ક્યારેક પ્રત્યક્ષ તો પરોક્ષ રીતે જોડાયેલી મહારાષ્ટ્રની શિવસેના પાર્ટીએ ગુજરાતની ...

news

શંકરસિંહ વાઘેલાએ ઉમેદવારોની યાદી જાહેર ના કરી, ઉમેદવારોના ફાંફાં

રાજ્યસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં કોંગ્રેસના સૂપડાસાફ કરવાના મનસૂબા સાથે ભાજપ સાથે રાજકીય ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine