Widgets Magazine
Widgets Magazine

મતદાનના માત્ર 10 દિવસ બાકી પણ બંને પક્ષના ચૂંટણી ઢંઢોરાના ઠેકાણા નથી

ગુરુવાર, 30 નવેમ્બર 2017 (12:55 IST)

Widgets Magazine
bjp vs congress


ગુજરાતમાં પ્રથમ તબક્કાના આડે હવે માત્ર ૯ દિવસ બાકી રહ્યા છે છતાં ભાજપ અને દ્વારા હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં નહી આવતા લોકોના મનમાં અનેક શંકા-કુશંકાઓ જાગી છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરી એકબીજા ઉપર કાદવ-કિચડ ઉછાળવાની હરીફાઇ જામી છે પરંતુ પોતે શું કરવાના છે તે અંગેની વાત જણાવતા બંને પક્ષો દુર ભાગી રહ્યા હોવાનુ ચિત્ર ઉપસી રહ્યુ છે. ભાજપ અને કોંગ્રેસ પાટીદાર અનામતને લઇને એવી રીતે ફસાઇ ગઇ છે કે બંને પક્ષો હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર કરી શકયા નથી. કોંગ્રેસે ગાંધી પરિવારના વફાદાર એવા શામ પિત્રોડાને આ માટેની જવાબદારી સોંપી હતી પરંતુ ચૂંટણી ઢંઢેરો હજુ સામે આવ્યો નથી.

પરિસ્થિતિ એ છે કે ભાજપ અને કોંગ્રેસ બંનેના નેશનલ લેવલના બે ડઝનથી વધુ નેતાઓ ગુજરાત આવી ગયા છે, ભાષણો કરી ગયા છે, લોકોને મળી ગયા છે પરંતુ ચૂંટણી ઢંઢેરા વગર જ હવામાં વાતો કરી છે. ગુજરાતમાં ૯મી અને ૧૪મીએ એમ બે તબક્કે ચૂંટણી યોજાવાની છે અને પરિણામો ૧૮ ડિસેમ્બરે આવવાના છે. પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ૯ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે મતદારોને હજુ સુધી એ ખબર નથી કે બંને પક્ષો પોતાની સરકાર બનવા પર લોકોના કયાં મુદા ઉપર ધ્યાન આપશે, સરકારની પ્રાથમિકતા શું હશે ? સમગ્ર ગુજરાતમાં પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યુ છે છતાં બંનેમાંથી એકપણ પક્ષે હજુ કહ્યુ નથી કે તેમનો ચૂંટણી ઢંઢેરો કયારે બહાર પડશે. એવુ માનવામાં આવે છે કે ભાજપ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની રાહ જોઇ રહ્યો છે. કોંગ્રેસે ઇનડાયરેકટલી હાર્દિક પટેલનું સમર્થન સ્વીકારી લીધુ છે પરંતુ અનામતનું ફોર્મેટ શું હશે તેનો હજુ ખુલાસો નથી કર્યો તો ભાજપ એ ગણમથલમાં છે કે કોંગ્રેસનો મુસદો સામે આવે તો તે પોતાના ચૂંટણી ઢંઢેરામાં તેનો જવાબ આપે. ભાજપના ઉમેદવારો વિકાસ બતાડી રહ્યા છે તો કોંગ્રેસ પાટીદાર અનામતને વટાવી રહી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મતદાન બંને પક્ષના ચૂંટણી ઢંઢોરા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 અહમદ પટેલ ગુજરાત વિધાનસભા 2017 ગુજરાત ચૂંટણી 2017 ઓપિનિયન પોલ ગુજરાત ચૂંટણી સર્વે તાજા સમાચાર એક્ઝીટ પોલ બીજેપી નરેન્દ્ર મોદી અમિત શાહ મુખ્યમંત્રીપદના ઉમેદવાર રૂપાણી હાર્દિક પટેલ કોંગ્રેસ Congres Ahemd Patel Election Proclamation Gujarat Congress 2017 Latest News Gujarat Election 2017 Gujarat Assembly Election 2017 Assembly Elections 2017 Gujarat Gujarat Assembly Election Gujarat Assembly Election 2017 Date Gujarat Election 2017 Exit Poll Gujarat Assembly Election 2017 Opinion Poll

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જ્યારે અઝાનનો અવાજ સાંભળીને PM મોદીએ અટકાવ્યું ભાષણ

ગુજરાતમાં થનારી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના સ્ટાર ...

news

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે હાર્દિકની મુલાકાત, સત્યની લડાઈ ઈમાનદારીથી લડવા હાર્દિકને શીખ આપી

હાર્દિક પટેલે બુધવાર સાંજે રાજકોટમાં સભા ગજવીને ગુરુવાર સવારે સરદાર પટેલ ભવન ખાતે ...

news

રાજકોટમાં હાર્દિકની જંગી સભા, લાખોની જનમેદની વચ્ચે સરકાર પર આકરા પ્રહારો

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ગઢ રાજકોટમાં બુધવારે સાંજે 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા ...

news

ગુજરાતના પ્રથમ મહિલા ઈનચાર્જ DGP ગીતા જોહરી આજે રિટાયર થશે

ગુજરાતના સર્વપ્રથમ મહિલા પોલીસ અધિક્ષક ગીતા જોહરી આજે રિટાયર થશે. ગઈકાલે ચૂંટણી પંચ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine