ગુજરાતમાં કૉંગ્રેસે ૩૮ ધારાસભ્ય સહિત ૭૦ ઉમેદવારની પસંદગી કરી

શનિવાર, 11 નવેમ્બર 2017 (12:21 IST)

Widgets Magazine


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન દિલ્હીમાં કૉંગ્રેસની સ્ક્રિનિંગ કમિટિની બેઠકમાં ઝીણવટભરી ચર્ચા બાદ સહિત ૭૦ જેટલા ઉમેદવારોના નામો ફાઈનલ કરાયા છે. જોકે ઉમેદવારોની જાહેરાત હમણા નહીં કરાય, પરંતુ ખાનગીમાં ઉમેદવારોને જાણ કરી દેવામાં આવે તેવી શકયતા છે.

જોકે પ્રદેશ પ્રમુખ ભરત સિંહ સોલંકીએ ૧૫મી પછી ઉમેદવારીની પહેલી યાદી જાહેર કરવાની વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષી નેતા મોહનસિંહ રાઠવા સહિતના આગેવાનો દિલ્હીમાં ઉમેદવારોની આખરી પસંદગી માટે કેન્દ્રીય સ્ક્રિનિંગ કમિટિ સાથે ચર્ચામાં ગયા હતા. ચર્ચામાં ૮૨ ઉમેદવારોના સિંગલ નામો ફાઈનલ થયા બાદ મોડી રાત્રી સુધી પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વધુ વીસેક ઉમેદવારો ફાઈનલ થયા બાદ ફરી કવાયતો આદરાઈ હતી. ૧૧૫થી ૧૨૦ ઉમેદવારોના સિંગલ નામો ફાઈનલ થયા હોવાનું જાણવા મળે છે. ૪૩માંથી ૩૮ ધારાસભ્યને ફરીથી ચૂંટણી જંગમાં ઉતારવા જે નિર્ણય લેવાઈ ગયાનું અને પાંચ ધારાસભ્યોએ પોતાના પરિવારજન કે વૈકલ્પિક નામ આપ્યું છે તેના પર હવે પછી નિર્ણય થશે. વિધાનસભાની ચૂંટણીની ૧૮૨ બેઠક માટે કૉંગ્રેસમાંથી અનેક આગેવાનો અને કાર્યકરોએ ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાતમાં સત્તા વિરોધ લહેર હોવાથી છેલ્લા ૨૨ વર્ષથી સત્તાથી દૂર કૉંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં કોઈ જોખમ લેવા માગતી નથી. કૉંગ્રેસ દ્વારા સાફ ઈમેજ ધરાવતા અને જીતી શકે તેવા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારવા પ્રયાસો શરૂ કર્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમિત શાહ સાથે એક કરોડની વાત થયાનો હાર્દિકના સાથી નરેન્દ્ર પટેલનો દાવો

થોડા દિવસ પહેલા જ ભાજપમાં જોડાયાના કલાકોમાં પક્ષમાંથી રાજીનામું આપનારા હાર્દિકના સાથી ...

news

પાસના કાર્યકરોએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું, મામલો બીચકે નહીં તે માટે જવાનો ગોઠવવા પડ્યાં

પાટીદાર આંદોલનના નેતાઓ દ્વારા પ્રચાર અર્થે નિકળેલા ભાજપના નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો ...

news

રાહુલ ગાંધીની મંદિરોની મુલાકાત રાજકારણ સર્જે છે - નીતિન પટેલ

ગુજરાતમાં ચૂંટણી ટાણે નેતાઓમાં આક્ષેપો સામે આક્ષેપો કરવાનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ ...

news

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દક્ષિણ ગુજરાતમાં મહાસંપર્ક યાત્રામાં જોડાયાં

ગુજરાતની ચૂંટણીને લઈને પ્રચાર અર્થે શનિવારે સ્મૃતિ ઈરાની નવસારી જિલ્લા સહિત દક્ષિણ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine