ગુજરાતમાં ત્રીજો મોરચાને પ્રજાએ સાથ નથી આપ્યો - રૂપાણી

સોમવાર, 11 સપ્ટેમ્બર 2017 (15:10 IST)

Widgets Magazine
vijay rupani


ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટતા કરતા કહ્યું કે રાજયમાં ત્રીજા મોરચા અંગે કોઈ સવાલ જ પેદા નથી થતો. આગામી ભાજપ અને બે જ પક્ષો વચ્ચે છે.   રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ત્રીજો મોરચો કે પછી બીજા કોઈને પણ સ્થાન આપતો નથી. ગુજરાતનું રાજકરણ હંમેશા બે પ્રમુખ પક્ષો વચ્ચે જ રહ્યું છે અને રાજયની પ્રજાએ કયારે પણ ત્રીજા મોરચાને વિકલ્પ તરીકે પસંદ કર્યો નથી. પછી તે આમ આદમી પાર્ટી હોય કે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર સહિતના લોકો દ્વારા રચવામાં આવેલ કોઈ પક્ષ. આ સાથે જ તેમણે પોતાના પાછલા એક વર્ષના કાર્યકાળની સિદ્ઘિઓને ગણાવી હતી. જેમાં ગૌ વંશ હત્યા પ્રતિબંધ કાયદાથી લઈને સ્કૂલ ફી વધારા કાયદાનો ઉલ્લેખ કર્યો હતો. 'દલિતો પર થતા અત્યાચાર અંગે અમારી સરકારે કડકમાં કડક પગલા ભર્યા છે.

ગત વર્ષે થયેલા ઉનાકાંડના આરોપીઓ પાછલા એક વર્ષથી જેલમાં છે અને અમે કેસની સુનાવણી માટે ફાસ્ટટ્રેક કોર્ટ પણ બનાવી છે. અમારી સરકારે દલિતોને ન્યાય માટે તમામ જરૂરી પગલા તાત્કાલિક ધોરણે ભર્યા છે. અમારી સરકારે પાટીદાર સમાજના લોકોને મળીને તેમના રોજગાર અને શિક્ષણ સહિતના મુદ્દે તમામ શકય ઉપાયો કર્યા છે જેના કારણે હાર્દિક પટેલના પાટીદાર અનામત આંદોલને તેનો મુખ્ય હેતુ ખોઈ દીધો છે. પાટીદાર સમાજના અનેક મોભી આગેવાનોએ ભાજપમાં જોડાયા છે જે દર્શાવે છે કે પાટીદાર સમાજ ભાજપની પડખે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નવરાત્રીને પણ નૉટબંધી અને જીએસટીનું ગ્રહણ નડ્યું: વેચાણમાં ૫૦ ટકા ઘટાડો

નવરાત્રિ મહોત્સવમાં ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે જ ...

news

સાણંદ-૩ ફેઝમાં ખોરજ પાસે ૧૭૫૦ એકર વિસ્તારમાં આકાર લેશે વિશ્વસ્તરનું ઔદ્યોગિક કેન્દ્ર

ગુજરાતમાં જાપાનના પીએમ શિન્ઝો આબે અને નરેન્દ્ર મોદીની ઐતિહાસિક મુલાકાત વેળાએ ગુજરાતના ...

news

નર્મદા રથ પર મોદીના ફોટો પર સરદાર પટેલનો ફોટો લગાવાયો, જુઓ વીડિયો

હાલમાં ગુજરાતમાં નર્મદા યાત્રા ચાલી રહી છે. આ યાત્રા ગામે ગામ ફરી રહી છે. ત્યારે ઘણી ...

news

અમિત શાહે યુવા ટાઉનહોલ કાર્યક્રમમાં પોણો કલાકમાં ૧૬ પ્રશ્નોના જવાબો આપ્યા

પાટીદારોએ કરેલું અનામત આંદોલન એ કંઈ પહેલું અનામત આંદોલન નથી. અનેક થયા છે પણ છેલ્લે આ ...

Widgets Magazine