સુરતમાં કોંગ્રેસ વિરૂદ્ધ બેનરો લગાવાયાં, ટિકીટ નહીં ફાળવવાની ચર્ચાઓ વિરોધ જગાવ્યો

બુધવાર, 15 નવેમ્બર 2017 (13:41 IST)

Widgets Magazine

muslim boarding war

 પક્ષ દ્વારા દક્ષિણ ગુજરાતની એક પણ બેઠક પરથી મુસ્લિમને ટિકિટની ફાળવણી કરવામાં આવનાર નહીં હોવાની ચર્ચા કોંગ્રેસના કાર્યકરોમાં થતા રોષ ફેલાયો છે. તેના ભાગરૂપે પૂર્વ વિધાનસભામાં સમાવિષ્ટ નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં મુસ્લિમને ટિકિટ નહીં તો મુસ્લિમના મત નહીંના બેનરો લગાડવામાં આવ્યા છે. કોંગ્રેસે પૂર્વ અથવા તો લિંબાયત વિધાનસભાની બેઠક પર મુસ્લિમ ઉમેદવારને ટિકિટના ફાળવણી કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

આ માટે મક્કાઇપુલ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ કોંગ્રેસના મંત્રી ફિરોઝ મલેકની આગેવાનીમાં બેઠક પણ યોજાઇ હતી. તેમાં એઆઇસીસીના સભ્ય હર્ષવર્ધન સપકાલેને રજુઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં એવુ પણ નક્કી કરવામાં આવ્યુ હતુ કે આગામી દિવસોમાં મુસ્લિમ વિસ્તારમાં તે અંગેના બેનર લગાડીને વિરોધ પણ કરવામાં આવનાર છે. તેના ભાગરૂપે નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં આજે મુસ્લિમને ટિકિટ નહીં તો મુસ્લિમના મત નહીંના બેનરો લગાડીને વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. તેના કારણે કોંગ્રેસના આગેવાનોમાં ચિંતા પેઠી છે. લિંબાયત, પૂર્વ વિધાનસભાની બંને બેઠક પર મુસ્લિમ મતદારોની સંખ્યા નિર્ણાયક રહેલી છે તેમાં મુસ્લિમ મતદાતાઓ કોંગ્રેસની વિરૂધ્ધમાં જાય તો બંને બેઠકો પર કોંગ્રેસ માટે કપરા ચઢાણ સાબિત થાય તેમ છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સુરત કોંગ્રેસ વિરૂદ્ધ બેનરો ગુજરાત ચૂંટણી ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ બીજેપી બીજેપી ઉમેદવાર કોંગ્રેસ કોંગ્રેસ ઉમેદવાર મોદી વિરુદ્ધ રાહુલ. અમિત શાહ જીએસટી નોટબંધી Election Results Results Live Updates Gujarat Election News Vidhan Sabha Elections Election Result News Opposition Party In Gujarat Rulling Party In Gujarat Gujarat Live Election Results List Of Governors Of Gujarat Number Of Voters In Gujarat ટિકીટ નહીં ફાળવવાની ચર્ચા. Elections In Gujarat Vidhan Sabha Latest News Gujarat Election Reuslt List Of Chief Ministarer Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભ્રષ્ટાચાર 500 અને 1000ની નોટના બદલે હવે 2,000ની નોટથી થાય છે - ચિદમ્બરમ્

નોટબંધી ભારતીય અર્થતંત્ર પર કુઠારાઘાત સાબિત થયો છે અને જીએસટીનો જે સ્વરૂપમાં અમલ થયો છે ...

news

રસગુલ્લાની "જંગ"માં પશ્ચિમ બંગાળના આ તર્ક પડ્યા ભારે, 2 વર્ષ પછી મળી ઓડિશા પર જીત લીધી છે.

રસગુલ્લાને લઈને બન્ને જ રાજ્યથી ઘણા તર્ક આપ્યા હતા. જીઆઈ ટેગના નિર્ધારણ કરનારી ચેન્નઈ ...

news

ભાજપની ‘પપ્પુ’વાળી ટીવી જાહેરાત પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ

ચૂંટણી પંચે ભાજપની ટીવી જાહેરાતમાં ‘પપ્પુ’ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. એવું ...

news

સેક્સ વીડિયો ક્લિપથી આંદોલનને કોઈ અસર નહીં થાય - હાર્દિક પટેલ

પાસના કન્વિનર હાર્દિકની ચાર કથિત દારુપાર્ટી અને સેક્સ વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ વીડિયો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine