મોદીની સભામાં રૂપિયા આપીને લોકોને બોલાવવામાં આવે છે - મોરબીમાં હાર્દિક

બુધવાર, 29 નવેમ્બર 2017 (15:26 IST)

Widgets Magazine
hardik patel


પાટીદાર આંદોલનના નેતા હાર્દિકે પણ આજે પીએમના સભા સ્થળથી 30 કિલોમીટર દૂર મોરબીમાં જ એક સભા સંબોધી હતી. ભાજપના વિકાસના દાવાને ખોટા ગણાવતા હાર્દિકે કહ્યું હતું કે, ગુજરાતમાં પાણીની કેનાલો તો બની છે, પરંતુ માત્ર બે ઉદ્યોગપતિઓ માટે જ. ભાજપ પર સીધો આરોપ મૂકતા હાર્દિકે કહ્યું હતું કે, તેઓ પોતાનું ઘમંડ બતાવી રહ્યા છે, અને માટે જ તેને પોતાના ટોચના નેતાની સભા માટે પણ ભીડને મેનેજ કરવી પડે છે.નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા હાર્દિકે કહ્યું હતું કે, આજે સાહેબ મોરબીમાં સભા કરી રહ્યા છે, પરંતુ તેમની સભામાં સિરામિક ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા મજૂરોને 50 રુપિયા આપીને બોલાવવામાં આવ્યા છે.હાર્દિકે મોરબીમાં જીએસટીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, અમે મોરબીના ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી તે પછી સરકારને જીએસટીના દરમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી. તેણે ગુજરાતમાંથી તાજેતરમાં પકડાયેલા કથિત આતંકવાદીઓની ધરપકડના ટાઈમિંગ પર પણ સવાલ ઉઠાવ્યો હતો.ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી કોઈએ કર્ફ્યુ નથી જોયો તેવા ભાજપના દાવાની મજાક ઉડાવતા તેણે કહ્યું હતું કે, કારણકે રસ્તા પર મરેલી ગાયો અને ભૂંડ ફેંકી રાજ્યમાં તોફાનો કરાવનારા હવે સત્તામાં આવી ગયા છે. હાર્દિકે કહ્યું હતું કે, તે માત્ર પાટીદારો માટે નહીં પરંતુ અનામતનો લાભ ન મેળવી શકતી તમામ જ્ઞાતિઓ માટે અનામત ઈચ્છે છે.મોરબી જિલ્લાના ખાખરેચી ગામે સભા સંબોધતા હાર્દિકે કહ્યું હતું કે, સરદાર સાહેબે ખેડૂતો માટે ઘણું કર્યું પણ આ ભાજપ સરકારના રાજમાં ખેડૂતોની જમીન માપણીમાં ચેડા કર્યા છે. આજે મોરબીમાં એક સાહેબની સભા હતી. જેમાં 12 હજાર લોકો આવ્યા, પણ મતદારો નહિ મજદૂરો લાવવામાં આવ્યા હતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મોદીની સભા મોરબીમાં હાર્દિક પાટીદાર આંદોલન. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 અહમદ પટેલ ગુજરાત વિધાનસભા 2017 ગુજરાત ચૂંટણી 2017 ઓપિનિયન પોલ ગુજરાત ચૂંટણી સર્વે તાજા સમાચાર એક્ઝીટ પોલ બીજેપી નરેન્દ્ર મોદી અમિત શાહ મુખ્યમંત્રીપદના ઉમેદવાર રૂપાણી હાર્દિક પટેલ કોંગ્રેસ Congres Gujarat Congress Ahemd Patel 2017 Latest News Gujarat Election 2017 Amit Shah Assembly Elections 2017 Gujarat Gujarat Assembly Election Gujarat Assembly Election 2017 Gujarat Election 2017 Exit Poll Gujarat Assembly Election 2017 Date Gujarat Assembly Election 2017 Opinion Poll

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જિજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરાયુ, ગઢડામાં હાર્દિક સાથેની સભા મોકુફ

ગઢડા ખાતે આજે દલિત નેતા જીગ્નેશ મેવાણી અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની ...

news

મનમોહનસિંહ સુરતમાં કાપડના વેપારીઓ સાથે સંવાદ કરશે

જીએસટીના મુદ્દે સુરતના કાપડના હજારો વેપારીઓ માર્ગદર્શન માટે ભાજપના દિગ્ગજ નેતાઓનો સંપર્ક ...

news

મોદી પર બનેલી ફિલ્મ રિલિઝ થશે પણ હાર્દિક પર બનેલી ફિલ્મને મંજુરી નહીં

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારને વેગ આપવા માટે ...

news

PHOTOS - સોમનાથમાં મોદીની પ્રાચીમાં સભા, રાહુલ ગાંઘીએ સોમનાથ મંદિરમાં કર્યાં દર્શન

ગુજરાતના સૌરાષ્ટ્રમાં પીએમ મોદી સભાઓ કરી રહ્યાં છે. તેમની આજની સભા સોમનાથ પાસેના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine