હાર્દિક પટેલનીઅગ્નિ પરિક્ષા , 30મી એ પાસની મીટિંગમાં હલ્લાબોલ થાય તેવી સંભાવના

મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (11:45 IST)

Widgets Magazine
hardik patel


તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામનું એનાલિસિસ કરવા માટે હાર્દિક સહિતના આગેવાનો 30 ડિસેમ્બરે બોટાદમાં એકઠા થશે. આ ઉપરાંત, ચૂંટણીઓમાં ઈવીએમના ઉપયોગ સામે વિરોધ કરવાની રણનીતિ પણ આ ચિંતન શિબિરમાં ઘડવામાં આવશે. આ ચિંતન શિબિર તોફાની બની રહે તેવી શક્યતા છે, કારણકે પાસના અનેક આગેવાનો ચૂંટણીના પરિણામોને લઈને હાર્દિકથી નારાજ છે.

બોટાદના પાસ કન્વિનર દિલિપ સાબવાએ જણાવ્યું હતું કે, હાર્દિક સહિતના તમામ પાસના આગેવાનોને આ શિબિર માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, લગભગ 2500 જેટલા આગેવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આટલા પ્રયાસો બાદ પણ ભાજપની આ ચૂંટણીમાં જીત કઈ રીતે થઈ તે અંગે મનોમંથન કરવામાં આવશે. અમારો મુખ્ય એજન્ડા ઈવીએમનો વિરોધ કરવાની નીતિ ઘડવાનો રહેશે.  તેમણે એમ પણ કહ્યું હતું કે, ઈવીએમ સાથે કઈ રીતે ચેડા કરવા શક્ય છે તે જાણવા માટે તેઓ સ્વીડનથી એક્સપર્ટને બોલાવી શકે છે. સાબવાએ કહ્યું હતું કે, જનાક્રોશને મતમાં તબદિલ કરવામાં કેમ નિષ્ફળ ગઈ તે અંગે પણ મનોમંથન કરવામાં આવશે. આ ઉપરાંત, પાટીદારોના રોષનો ભાજપ કે કોંગ્રેસ રાજકીય ફાયદો ન ઉઠાવી જાય તે પણ ચોક્કસ કરવામાં આવશે.અમે ભાજપનો સાથ છોડી ચૂક્યા છીએ, પરંતુ જો કોંગ્રેસ પણ અમારો રાજકીય ઉપયોગ જ કરશે તો અમે આમ આદમી પાર્ટી કે પછી એનસીપી જેવા ત્રીજા વિકલ્પને પણ અપનાવી શકીએ છીએ તેમ પણ તેમણે કહ્યું હતું. પાસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સંગઠનમાં અનેક લોકો કોંગ્રેસ દ્વારા કરાયેલી ટિકિટ ફાળવણીથી નારાજ છે. આ ઉપરાંત, કોંગ્રેસને ખૂલીને ટેકો આપવાના હાર્દિકના નિર્ણય સામે પણ આગેવાનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હાર્દિક પટેલ અગ્નિ પરિક્ષા 30મી એ પાસની મીટિંગ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ગુજરાત ચૂંટણી સર્વે તાજા સમાચાર એક્ઝીટ પોલ બીજેપી નરેન્દ્ર મોદી અમિત શાહ રૂપાણી કોંગ્રેસ Amit Shah Narendra Modi Hardik Patel Vijay Rupani Gujarat Assembly Election 2017 Gujarat Election 2017 Exit Poll

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સીએમ રૂપાણી સાથે શપથ લેનારા સંભવિત મંત્રીઓ આ પ્રમાણે છે.

ગુજરાતમાં છઠ્ઠીવાર ભાજપની સરકાર રચાયા બાદ મુખ્યમંત્રી પદે વિજય રૂપાણી આજે નાયબ ...

news

Vijay Rupani - ભાજપે આખરે વિજય રૂપાણીને જ કેમ સીએમ બનાવ્યાં

ગુજરાતમાં આજે ભાજપની સરકાર શપથવિધિ કરીને સત્તા સ્થાને બેસી રહી છે ત્યારે એક વાત પર ચોક્કસ ...

news

Live - શપથવિધિમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી એરપોર્ટ ઉપર પહોંચ્યા, જ્યાંથી રોડ શો યોજ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મળેલી જીત પછી મંગળવારે વિજય રૂપાણી એકવાર ફરી ગુજરાતના ...

news

કુલભૂષણ જાધવની પત્ની અને માતા સાથે આ તો કેવી મુલાકાત, વચ્ચે કાચની દિવાલ....વાતચીત કરવા માટે ફોનનો ઉપયોગ !!

પાકિસ્તનના વિદેશ મંત્રાલયમાં કુલભૂષણ જાધવની તેની પત્ની અને માતા સાથે 21 મહિના બાદ મુલાકાત ...

Widgets Magazine