આજે રાત્રે ફેસબુક પર રજુ થશે હાર્દિકની ફિલ્મ મંથન

શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (14:46 IST)

Widgets Magazine

manthan

ગુજરાતની ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ગજબનો થયો છે. ભાજપે લોકસભાની ચૂંટણી જીતવા માટે સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કર્યો હતો હવે પણ આ રસ્તે આગળ વધી રહી છે. થોડા સમય પહેલાં પીએમ મોદીના બાળપણ પર બનેલી ફિલ્મ મારે નરેન્દર મોદી બનવું છે એના પર સવાલો ઉભાં થયાં હતાં કે મોદીની ફિલ્મને મંજુરી મળે છે પણ હાર્દિકની ફિલ્મને મંજુરી નથી મળતી પણ હવે વાર્તા બદલાઈ ગઈ છે. મતદાનને આડે હવે એક જ દિવસ બાકી છે.

હાર્દિકે પ્રથમ તબક્કામાં જ્યાં ફરવાનું હતું ત્યાં ફરીલીધું પણ હવે તે નવો તુક્કો અજમાવવા જઈ રહ્યો છે. ચેનલો અને અખબારો પર પોતાને પ્રાધાન્ય નહીં મળવાને કારણે હાર્દિકે લોકો સાથે સંપર્ક જાળવી રાખવા માટે સોશીયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કર્યો છે.   જેનો વધુ એક પ્રયોગ તા 8 ડિસેમ્બરના રોજ દ્વારા થઈ રહ્યો છે, હાર્દિકની વાત લોકો સુધી પહોંચવા માટે એક 13 મિનીટની ડોકયુમેન્ટરી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. મંથન નામની આ ફિલ્મ લાઈવ દ્વારા રાત્રે નવ વાગે રજુ થશે, હાર્દિકના જીવન પર આધારિત આ ડોકયુમેન્ટરી ફિલ્મમાં હાર્દિકના મનમાં ચાલેલા દ્વંઘ અને આંદોલનની વાતો છે, એવું માનાવામાં આવે છે કે 13 મિનીટની ફિલ્મ ફેસબુક લાઈવના તમામ રેકોર્ડ તોડી નાખશે. ભાજપના નેતાઓ આ ફેસબુક લાઈવની આ ફિલ્મને કારણે ચિંતીત છે કારણ નવમી સવારથી મતદાન શરૂ થવાનું છે. જો તેની એક રાત પહેલા હાર્દિકની આ ફિલ્મ લોકોના મનમાં મંથન શરૂ કરાવી દેશે તો તેની સીધી અસર મતદાન ઉપર થઈ શકે તેમ છે, સંભવત આ ફિલ્મને કાયદેસર રોકી શકાય તેમ નથી છતાં ભાજપ કોઈક ઉધામા કરી આ ફિલ્મને રોકવાનો પ્રયાસ કરશે. ભાજપે હાર્દિકની સેકસ સીડી બહાર પાડી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો, પણ તેના જવાબ રૂપે આ ફિલ્મ ભાજપને મોંધી પડી શકે છે.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ફેસબુક ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ગુજરાત વિધાનસભા 2017 ગુજરાત ચૂંટણી 2017 ઓપિનિયન પોલ ગુજરાત ચૂંટણી સર્વે તાજા સમાચાર એક્ઝીટ પોલ બીજેપી નરેન્દ્ર મોદી અમિત શાહ મુખ્યમંત્રીપદના ઉમેદવાર રૂપાણી હાર્દિક પટેલ કોંગ્રેસ Congress Kejriwal Bjp Gujarat Election 2017 Latest News Gujarat Election 2017 Amit Shah Narendra Modi Hardik Patel Vijay Rupani Social Media Assembly Elections 2017 Gujarat Gujarat Assembly Election Gujarat Assembly Election 2017 Gujarat Election 2017 Exit Poll Gujarat Assembly Election 2017 Date Aap. Cm Of Gujarat. Gujarat Assembly Election 2017 Opinion Poll

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મોદી શાહના દુશ્મન અહેમદ પટેલને કાંગ્રેસ બનાવી શકે છે ગુજરાતના CM

મોદી શાહના દુશ્મન અહેમદ પટેલને કાંગ્રેસ બનાવી શકે છે ગુજરાતના CM

news

પાટીદારોના ગઢ મહેસાણામાં પીએમ મોદીની 20 સીસીટીવી કેમેરા સાથે સભા થશે

પાટીદારોના ગઢ ગણાતા મહેસાણામાં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા 20 સીસી કેમેરાની બાજ ...

news

બીજા તબક્કામાં ભાજપના 13 કોંગ્રેસના 22 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુના - એડીઆર

ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીના 93 મતદારક્ષેત્રોના 101 ઉમેદવારો એટલે કે 12 ટકા ઉમેદવારો ...

news

ખોડલધામના નરેશ પટેલના પુત્ર શિવરાજે કોંગ્રેસનો પ્રચાર કર્યો

ગુરૂવારે ભાવનગરમાં નરેશ પટેલે જીતુ વાઘાણી સાથે બેઠક કરી હતી ત્યારે નરેશ પટેલનું ભાજપને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine