Widgets Magazine
Widgets Magazine

કચ્છમાં ટિકિટવાંચ્છું ઉમેદવારોની પસંદગી ભાજપ-કૉંગ્રેસ માટે માથાના દુખાવારૂપ

બુધવાર, 8 નવેમ્બર 2017 (12:49 IST)

Widgets Magazine
kutch


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કચ્છમાં ભાજપ કૉંગ્રેસના ટિકિટવાંચ્છુઓની લાઈન લાગી છે. ઉમેદવારોની પસંદગી બંને પક્ષ માટે માથાના દુખાવારૂપ બની છે.  સૂત્રોના જણાવ્યા મુજબ ર૦૧૭ની ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણી ભારે રસપ્રદ બનશે. નૉટબંધી, જીએસટી જેવા મુદે ભાજપ સામે મધ્યમવર્ગીય પરિવારો અને વ્યાપારીઓની નારાજગીએ અત્યારે કૉંગ્રેસને આશા જગાવી છે. પણ, છેલ્લા રર વર્ષથી સત્તામાં રહેલ ભાજપ કેન્દ્રમાં પહોંચ્યા પછી વધુ મજબૂત બન્યું છે અને ગુજરાત, મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્યોમાં પણ ભાજપે સત્તા મેળવીને કૉંગ્રેસ સામે પડકાર ઊભો કર્યો છે.

જોકે કૉંગ્રેસ માને છે કે આ વખતે સત્તા વિરોધી લહેર તેને જીત અપાવશે એટલે જ તો કચ્છની વિધાનસભાની છ બેઠકો માટેના ઉમેદવારોની પસંદગી કૉંગ્રેસ અને ભાજપે બંને પક્ષો માટે માથાનો દુખાવો બની છે, કારણ કે જાતિવાદ સમીકરણો આ વખતે હારજીતના ફેંસલામાં અહમ ભૂમિકા ભજવશે. વિકાસની વાતો કરનાર ભાજપ હોય કે પછી ભ્રષ્ટાચાર અને જીએસટી, નૉટબંધીના મુદે ભાજપને ઘેરનાર કૉંગ્રેસ હોય બંને મુખ્ય રાજકીય પક્ષો પોતાના ઉમેદવારની પસંદગી અને હારજીતના મુદે જાતિવાદી સમીકરણોના આધારે જ રણનીતિ ઘડે છે. એટલે જ આ વખતે ઉમેદવારની પસંદગી બંને પક્ષો માટે હારજીતનો ફેંસલો ઘડવામાં અગત્યની ભૂમિકા નિભાવશે. રાજકીય રાતરેજના આ દાવપેચમાં નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી બંને પક્ષોએ ઉમેદવારોના નામ જાહેર કરવામાં ચૂપકીદી જાળવી ને પત્તા છાતી સરસ દાબી રાખ્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સોશિયલ મીડિયામાં પટેલ - ઠાકોર - દલિત - રાજપૂતો જ ભાજપને હરાવશે જેવા મેસેજ વાયરલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પાટીદાર ફેક્ટર નડી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં ...

news

નર્મદા યોજનાના મુદ્દે નરેન્દ્ર મોદી મને ક્યારેય મળ્યા જ નથી: ડૉ. મનમોહનસિંઘ

અમદાવાદ ખાતે વેપારીઓ સાથે વાતચીત કર્યા બાદ કૉંગ્રેસ ભવન ખાતે મનમોહનસિંહે નર્મદા મુદ્દે ...

news

ભાજપ અને કોંગ્રેસની હારજીતમાં જીએસટી મુખ્ય ભુમિકા ભજવશે?

દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) લાગુ થયા બાદ ગુજરાતમાં આ એક મહત્ત્વપૂર્ણ ચૂંટણી ...

news

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે OBC અનામત અંગે વિચારભેદ

હાર્દિક પટેલ આજે કોંગ્રેસના નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ કપિલ સિબ્બલને મળીને પાટીદારો ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine