Widgets Magazine
Widgets Magazine

આજે કોંગ્રેસની પ્રદેશ કારોબારી, ચૂંટણી રણનીતિ ઘડાશે, જૂથવાદ ટાળવા અશોક ગેહલોત ધારાસભ્યોને મળશે

બુધવાર, 10 મે 2017 (12:31 IST)

Widgets Magazine
ashok gehlot


વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હજુયે કોંગ્રેસના પ્રદેશના નેતાઓમાં મનમેળ નથી . આંતરિક જૂથવાદને પગલે ખુદ હાઇકમાન્ડ પણ ચિંતિત છે. આવતીકાલે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસની કારોબારી મળી રહી છે જેમાં ચૂંટણીલક્ષી રણનિતી ઘડાશે. આ ઉપરાંત ટાળવા માટે પણ મથામણ થશે .
સૂત્રોના મતે, તા,૧૦મીએ અમદાવાદમાં એસ.જી હાઇવે પર મ્યુનિ.કોર્પોરેશન હોલમાં પ્રદેશ કોંગ્રેસની કારોબારી મળશે. જેમાં નવનિયુક્ત પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત સહિત એઆઇસીસીના અન્ય ચાર સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે. બેઠકમાં આગામી દિવસોમાં પ્રજાલક્ષી પ્રશ્નો આગળ ધરીને ભાજપ સરકાર સામે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવામાં આવશે. આ ઉપરાંત સંગઠનને વધુ મજબૂત કરવા શું શું કરવુ તે અંગે ચર્ચા વિચારણા થશે.

ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતી મજબૂત કરવા ખુદ કોંગ્રેસ હાઇકમાન્ડ રસ દાખવી રહ્યું છે ત્યારે જૂથવાદ ટાળવા મથામણ થઇ રહી છે. પ્રદેશના ટોચના નેતાઓ એકસાથે મળીને ચૂંટણી લડે તે માટે પ્રયાસો થઇ રહ્યાં છે. આ કારણોસર અશોક ગેહલોત બે દિવસીય પ્રવાસ દરમિયાન ધારાસભ્યથી માંડીને કોંગ્રેસના આગેવાનોને મળશે તેમના મત જાણશે. અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસ વિશેનો એક અહેવાલ રાહુલ ગાંધીને આપશે . એવી પણ માહિતી મળી છેકે, પાટીદાર ધારાસભ્યોને સંગઠનથી માંડીને ચૂંટણીલક્ષી કામગીરીમાં મહત્વનુ સ્થાન આપવામાં આવશે. ટૂંક જ સમયમાં સંગઠનના માળખાની પણ જાહેરાત થવાની સંભાવના છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

શાંતિ અને ભાઈચારાના ઉદ્દેશ્યથી 17000 કિ.મીની સાઈકલ યાત્રા

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આખા ભારતને જોડનારા માર્ગ પરિયોજના સુવર્ણ ...

news

નવા ફ્રાંસીસી પ્રેસિડેંટ અને તેમની પત્ની વચ્ચે છે 25 વર્ષનું અંતર - જાણો આ અનોખી Love Story

આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ફાંસના રાષ્ટ્રપતિના રૂપમાં 39 વર્ષના ઈમાનુએલ મૈક્રોનના જીત ...

news

કોંગ્રેસ પાસે અનેક ચહેરા છે, પોસ્ટરથી સીએમ નક્કી નથી થતાં - મોઢવાડિયા

વડોદરામાં બાપુની સરકાર આવે છે ના હોર્ડિંગ્સ લાગ્યા છે. આ મુદ્દે અર્જુન મોઢવાડીયાએ ...

news

ભિલોડામાં એક દાયકાથી બળદનો મેળો ભરાય છે, એક રૂપિયાના બાનામાં બળદ વેચાય છે

સાબરકાંઠા જિલ્લાના ભિલોડાના ધોલવાણી ત્રણ રસ્તે છેલ્લા દશથી પંદર વર્ષથી જાતવાન બળદોનો મેળો ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine