શંકરસિંહના જન્મ દિવસની ઉજવણી મહાત્મા મંદિર ના ફળવાયું

ગુરુવાર, 20 જુલાઈ 2017 (13:05 IST)

Widgets Magazine
vaghela

 
વિધાનસભા વિપક્ષના નેતા વાઘેલા ઘણા સમયથી પક્ષની નીતિ-રીતિથી નારાજ બન્યા છે. કૉંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા શંકરસિંહ વાઘેલાને મનાવવાના તમામ પ્રયાસો કરાયા હતા પણ ‘બાપુ’ માન્યા નથી. હવે શંકરસિંહે પોતાના જન્મદિન તા. ૨૧મી જુલાઈને શુક્રવારે ગાંધીનગરમાં પોતાના સમર્થકો-ટેકેદારો તેમ જ કૉંગ્રેસ, એનસીપી અને જેડીયુના ધારાસભ્યને આમંત્રણ આપીને ‘સમસંવેદના’ સંમેલન યોજવાનો રણટંકાર કર્યો છે અને આ સંમેલનમાં ગુજરાતની જનતાને સંદેશો આપવાની જાહેરાત કરતા કૉંગ્રેસ હાઈકમાન્ડની ઊંઘ ઊડી ગઈ છે. શંકરસિંહને આજે દિલ્હી હાઈકમાન્ડે મળવા માટે બોલાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના જ બાકી રહ્યા છે. ભાજપે ચૂંટણીની જોરદાર તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે જ કૉંગ્રેસમાં શંકરસિંહ વાઘેલાએ નવાજૂની કરવાના એંધાણ આપીને કકળાટ સર્જ્યો છે. ભાજપ-કૉંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા જોતા ભાજપના બે અને કૉંગ્રેસના એક ઉમેદવાર વિજયી બનશે. કૉંગ્રેસ દ્વારા અહેમદ પટેલને રિપિટ કરવામાં આવી રહ્યા છે. હવે જો શંકરસિંહ કૉંગ્રેસ સાથે છેડો ફાડે અને તેમની સાથે ૨૦થી ૨૫ ધારાસભ્યો જોડાય તો કૉંગ્રેસને રાજ્યસભાની એક બેઠક પણ ન મળે આથી કૉંગ્રેસનું હાઈકમાન્ડ બાપુના ઘૂંટણીએ પડી ગયું છે. ગાંધીનગરમાં બાપુના સમસંવેદના સંમેલન માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે બાપુને જન્મ દિવસે કકળાટ નહીં પણ કૉંગ્રેસમાં જ નેતા રહેવાની રીટર્ન ગીફટ આપવીની વિનંતી કરી છે. એક કાર્યક્રમમાં બોલતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, શંકરસિંહજીનો જન્મ દિવસ ધામધામથી ઉજવાય તેનો આનંદ છે. તેઓ જન્મ દિવસની રીર્ટન ગીફટ તરીકે કૉંગ્રેસના નેતા તરીકે રહે એવી એક યુવાન દીકરા તરીકે વડીલને વિનંતી છે. જન્મદિવસે કકળાટ તો અપાય. ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે બીજી તરફ કૉંગ્રેસમાં આંતરીક જૂથવાદ ચરમસીમા ઉપર પહોંચ્યો છે. ૨૧ જુલાઈએ તેમના જન્મ દિવસે બાપુ સમર્થકો સાથે મહાત્મા ખાતે શક્તિપ્રદર્શન કરવાના હતા. જોકે, મહાત્મા મંદિરના જનરલ મેનેજરે પત્ર લખીને હોલ મળી શકે તેમ ન હોવાની જાણ કરી છે. જેને પગલે હવે શંકરસિંહ વાઘેલાનું સમસંવેદન સંમેલન મહાત્મા મંદિરના બદલે ટાઉન હોલમાં યોજાશે. હોલ ન આપવાના કારણમાં પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, મે અને જૂન-૨૦૧૭માં એક પછી એક યોજાયેલી બે મુખ્ય વિશ્ર્વકક્ષાની ઈવેન્ટ જેવી કે એએફડીબી અને ટેક્સટાઈલ્સ ઈન્ડિયા બાદ મહાત્મા મંદિર ખાતે લાંબા સમયથી બાકી રહેલ સમારકામ અને રખ-રખાઉ કામ જેવા કે ઈલેક્ટ્રીકલ, ઈએલવી, એરકન્ડિશનિંગ અને મિકેનિકલ હાલમાં હાથ ધરાયું છે. જેને પગલે મુખ્ય ક્ધવેન્શન હોલ, ફૂટકોર્ટ કે અન્ય મોટા હાલ આપી શકાય તેમ નથી. છેલ્લા કેટલાક સમયથી શંકરસિંહ વાઘેલા કૉંગ્રેસ છોડી રહ્યા છે તેવી વાત વહેતી થતાં તેમણે સ્પષ્ટતા કરવી પડી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, મેં કૉંગ્રેસ છોડી નથી. જોકે, તેમણે આગામી વિધાનસભાની ચૂંટણી કૉંગ્રેસમાંથી લડશે કે કેમ તે અંગે સ્પષ્ટતા કરી નથી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શંકરસિંહ જન્મ દિવસની ઉજવણી. મહાત્મા મંદિર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભયાનક દુર્ઘટના - સતલુજ નદીમાં સમાય ગઈ બસ, 28 લોકોના મોત

શિમલાના રામપુરની પાસે એક દર્દનાક દુર્ઘટના થઈ છે. જ્યા એક પ્રાઈવેટ બસ સતલુજ નદીમાં પડવાથી ...

news

LIVE Updates રાષ્ટ્રપતિ ચૂંટણી પરિઁણામ 2017 પ્રથમ રાઉંડની ગણતરી શરૂ, સૌ પહેલા સંસદના વોટોની ગણતરી

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે થયેલ મતદાનની મતગણણા ગુરૂવાર (20 જુલાઈ)ના રોજ સવારે 11 વાગ્યે શરૂ ...

news

Rain in Doda Photo - જમ્મુ કાશ્મીર - ડોડામાં આભ ફાટવાથી 6 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ફેર ફાટવાથી છ લોકોના મોતના સમાચાર છે. ઘટના પર બચાવ કાર્ય ચાલુ છે. ...

news

ભારત અને ચીન, વચ્ચેની ટક્કર કેટલી ખતરનાક ?

ભારત અને ચીનમાં વધતા તનાવ વચ્ચે અનેક એવા સવાલ છે જે ભારતને ચિંતિત કરનારા છે. ચીન જે રીતે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine