ગુજરાતમાં વિકાસ થયો હોત તો ૨,૭૧૮ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો ના આવ્યો હોત - કોંગ્રેસ

બુધવાર, 18 ઑક્ટોબર 2017 (13:33 IST)

Widgets Magazine
congress


કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે ભાજપ સરકારે ગુજરાતમાં 22 વર્ષમાં વિકાસ કર્યો હોત તો ૨,૭૧૮ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવ્યો ના હોત. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખેડૂતોની સરેરાશ માસિક આવકમાં દેશમાં ૧૨મો ક્રમ ધરાવતાં ગુજરાતમાં ખેડૂતોની માત્ર રૂ. ૭૯૨૬ માસિક આવક સામે ૪૨.૬ ટકા ખેડૂતોને પરિવાર દીઠ રૂપિયા ૧૬.૭૪ લાખનું દેવું છે. ક્રાંતિ નામની સંસ્થાને રાજ્યનાં પોલીસ મહાનિર્દેશકે આર.ટી.આઈ.માં આપેલી વિગતો પ્રમાણે તા. ૧-૧-૨૦૦૩થી તા. ૩૦-૧૦-૨૦૦૭ દરમિયાન રાજ્યનાં ૨૪૭૯ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જ્યારે તા. ૧-૧-૨૦૦૮થી તા. ૧૮-૮-૨૦૧૨ દરમિયાન ૧૫૨ અને તા. ૧-૧-૨૦૧૩ થી તા. ૧-૬-૨૦૧૬ દરમિયાન ૮૭ ખેડૂતોએ ભાજપ સરકારની ખેડૂત અને કૃષિ વિરોધી નીતિનાં કારણે આર્થિક ભીંસમાં જીવનલીલા સંકેલવી પડી છે. જો મોદી શાસનમાં વિકાસ જ થયો હોત તો ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક માત્ર રૂ. ૭,૯૨૬ જ કેમ છે?   લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં બણગાં ફૂંકનાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં પછી છેલ્લાં બે વર્ષમાં ગુજરાતનાં ખેડૂતોની કુલ આવકમાં રૂ. ૩,૩૪૫ કરોડનો ઘટાડો થયો છે. એ જ રીતે લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોને પાક તૈયાર કરવાનાં કુલ ખર્ચ ઉપરાંત ૫૦ ટકા નફા સાથે ટેકાનો ભાવ આપવાનું જણાવનાર નરેન્દ્ર મોદીએ આ પ્રમાણે ટેકાનાં ભાવ વધાર્યા હોત તો એકાદ રાજ્યનું પણ ઉદાહરણ બતાવે. સુજલામ્ સુફલામ યોજના અને તાડપત્રીમાં થયેલા ભ્રષ્ટાચારનાં અહેવાલ પણ વિધાનસભામાં નહીં મુકવા દેનાર વડાપ્રધાન પોતે જ જાણે છે કે, સુજલામ્ સુફલામ યોજનાથી ખેડૂતોને કે મળતીયાઓને કેટલો લાભ થયો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત વિકાસ ૭૧૮ ખેડૂતો આત્મહત્યા કોંગ્રેસ ડૉ. હિમાંશુ પટેલ. Vikas Gujarati News Himanshu Patel Gujarat Samachar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

એનડીટીવીએ હટાવી અમિત શાહના પુત્ર પર કરવામાં આવેલી સ્ટોરી...મેનેજીંગ એડિટર શ્રીનિવાસન જૈને દુખ વ્યક્ત કર્યુ..

એનડીટીવીને 'કાયદાકીય ખામી' માટે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ પર ...

news

ભારતમાં રામમંદિર જેવા મુદ્દાઓથી આગળ જ નથી વધતુઃ સામ પિત્રોડા

મંગળવારે અમદાવાદની મુલાકાતે પધારેલા સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે દેશના લોકોને ભૂતકાળ ...

news

રોબર્ટ વાડરાના શસ્ત્રના સોદાગરો સાથેના સંબંધો અંગે રાહુલ ચુપ્પી તોડે - રૂપાણી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ અંગે તાજેતરમાં કંપની ખોટમાં હોવા છતાં 16 ...

news

રાજકોટમાં ઈન્દિરા ગાંધીના હાથમાં બે દિવસથી કોઈ વેફરનું પડીકું પકડાવી જાય છે.

ગુજરાતમાં ચૂંટણી આવી હવે રાજકિય પક્ષો પણ ઈતિહાસ સાથે રમત રમી રહ્યાં છે. એનું એક ઉદાહરણ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine