શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 15 નવેમ્બર 2017 (15:27 IST)

ધોરાજી-ઉપલેટા બેઠક પર પાટીદાર અને ઈતર સમાજ ભાજપને ભારે પડશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે દર વખતે ભાજપ-કૉંગ્રેસ વચ્ચે જ લડાઈ રહી છે અન્ય પાર્ટી કયારેય ફાવી નથી અને ધોરાજી - ઉપલેટા સીટ પાટીદારોની સીટ ગણાય છે, એવું વર્ષોથી રાજકીય ગણિત મંડાઈ છે, પરંતુ ધોરાજીના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત ભાજપ-કૉંગ્રેસ વચ્ચે આ વખતે જોરદાર ચૂંટણી જંગ જામશે. પાટીદાર સમાજ કોને મતદાન કરે છે તે મહત્ત્વનું છે. ત્યારે ઇતર સમાજ આ વિસ્તારનું હુકમનું પાસુ બને એવી પૂરેપૂરી સંભાવના છે.

ધોરાજી વિધાનસભા સીટ માટે છેલ્લી માહિતી મુજબ ભાજપમાં ૩ ઉમેદવાર લાઇનમાં ઊભા છે જેમાં પૂર્વ સાંસદ હરીભાઈ માધવજીભાઈ પટેલ, ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા અને ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ દાનાભાઈ અરજણભાઈ ચંદ્રાવાડિયાનું નામ પાર્લામેન્ટરી બોર્ડમાં પહોંચી ગયું છે અને હરીભાઈ પટેલ ઉપર કળશ ઢોળાઈ એવી પૂરેપૂરી સંભાવના જોવા મળે છે. તેઓ કડવા પટેલ સમાજના છે. જ્યારે કૉંગ્રેસમાં પાસના સૌરાષ્ટ્ર ઝોનના ક્ધવીરન લલિતભાઈ જસમતભાઈ વસોયાનું નામ ચર્ચાઈ રહ્યું છે તેમ જ માજી ધારાસભ્ય જયંતીભાઈ ભગવાનદાસ કાલરિયા અને રાજકોટ પાલિકાના સભ્ય ડૉ. ઉર્વશીબેન સંજયભાઈ પટેલની પણ પસંદગી માટે નામ આપવામાં આવ્યા છે. લેઉઆ પટેલ સમાજના અગ્રણી અને સૌરાષ્ટ્ર પાસના ક્ધવીનર લલિતભાઈ વસોયાનું નામ મોખરે હોય એવું ચર્ચાઈ રહ્યું છે અને લલિતભાઈ વસોયા ચૂંટણીની પૂર્વ તૈયારી કરી ચૂકયા છે. ધોરાજીની સીટ ઉપર પ્રથમ વખત કદાચ કૉંગ્રેસમાં લેઉઆ પટેલ અને ભાજપમાં કડવા પટેલના ઉમેદવારને ટિકિટ મળે એવી સંભાવના છે ત્યારે ધોરાજી સીટ ઉપર એક નજર કરીએ તો ધોરાજી - ઉપલેટા સીટ ઉપર કઈ જ્ઞાતિનું વર્ચસ્વ છે તે જોઈએ તો ધોરાજીમાં લેઉઆ પટેલ સમાજ વધારે છે અને ઉપલેટામાં કડવા પટેલ સમાજ વધારે છે. કુલ મતદારો અઢી લાખ ઉપર છે. ત્યારે લેઉઆ પટેલ ૪૪૩૦૦ અને કડવા પટેલ સમાજ પ૮૦૦૦ જેવા હોવાનું જાણવા મળે છે ત્યારે આ વિસ્તારમાં દોઢ લાખ જેવો ઇતર સમાજ છે. ર૦૧૭ની ચૂંટણીમાં જ્ઞાતિના સમીકરણો જોતા આ વખતે ધોરાજી સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી ઇતર સમાજ ઉપર પૂરતું ધ્યાન આપેલ નથી માત્ર ચોકકસ વિસ્તારોમાં જ વિકાસ કાર્યો કર્યો છે જે આંખે દેખ્યો અહેવાલ જોવા મળે છે ત્યારે ઓબીસી અનુભવી અનુસૂચિત જનજાતિ, એસ. સી. બી. સી. વાલ્મીકિ સમાજ તેમ જ અન્ય ઇતર સમાજના વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ઓરમાયુ વર્તન દાખવ્યું છે. ભાજપે સત્તામાં પણ જ્ઞાતિવાદનો વિવાદ જોવા મળ્યો છે ત્યારે હાલના સંજોગોમાં ઇતર સમાજ પ્રત્યેનો સુવાસ ભાજપ ગુમાવી બેઠો છે અને જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ઇતર સમાજને સ્ટેજ ઉપર બેસાડી ચૂંટણી જીતી જવાય છે બાદ ચૂંટાયા બાદ ઇતર સમાજને ભુલી જાય છે એ આંખે દેખ્યો અહેવાલ જોવા મળે છે. એ આ વખતે ભાજપ ઇતર સમાજનો વિશ્ર્વાસ કદાચ ગુમાવી બેસે તો નવાઇ નહી. જેથી આ વિસ્તારને ભાજપને ઇતર સમાજ માટે લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થશે.