શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (12:42 IST)

આઝાદીના 70 વર્ષ પછી પણ દલિતો પર અત્યાચાર એ દુઃખની વાત - હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સામે સુરતમાં રાજદ્રોહનો કેસ નોંધાયો હતો, આ કેસમાં આજે  મુદત હોવાથી હાર્દિક કોર્ટમાં હાજર રહ્યો હતો. દરમિયાન હાર્દિકે ભીમા કોરેગાંવ અંગે જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયાના 70 વર્ષ પછી પણ દલિતો પર અત્યાચાર એ દુઃખની વાત છે. હાર્દિક પટેલે કોર્ટમાં હાજરી આપ્યા બાદ જણાવ્યું હતું કે, ચૂંટણી બાદ કોર્ટ અને ક્રાઈમ બ્રાન્ચમાં સમયસર હાજર રહ્યો છું. અને સુરતની લાજપોર જેલમાં બંધ આંદોલનકારીઓની મુલાકાતનું આયોજન કર્યું છે.

ભાજપના ધારાસભ્યોમાં જોવા મળેલી નારાજગી અંગે જણાવ્યું હતું કે, કોઈ પણની સરકાર હોય 58થી 60 ખાતા હોય છે. ભાજપના 99 ધારાસભ્ય છે. સિનિયરોને ખાતા ફાળવી દેવા જોઈએ. જેથી કોઈ નારાજ ન થાય. રોજ કોઈને કોઈ નારાજ થાય છે ભાજપમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના વિરોધપક્ષના નેતાની પસંદગી અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પણ સારી રીતે સમજે છે કે, તમામ સમાજને સાથે રાખી ચાલવાનું હોય છે. કોંગ્રેસને આટલી સીટ મળવા પાછળ પાટીદાર અનામત આંદોલન છે. કોંગ્રેસમાંથી કોઈ યુવા નેતા, લોકોને ગમતો નેતા આવે તો સારી વાત છે. પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા બને તો એ ખૂબ જ સારું છે.