શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 28 નવેમ્બર 2017 (13:12 IST)

મોદીની મણીનગર બેઠક પર કોંગ્રેસે આ ગ્લેમર્સ ગર્લને ટિકિટ ફાળવી

કોંગ્રેસ તેના વધુ 15 ઉમેદવારોનું લિસ્ટ જારી કર્યું હતું. જેમાં આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. પરંતુ આ વચ્ચે કોંગ્રેસ જે દાવ લગાવ્યો છે તેની સામેની પાર્ટીને પણ અપેક્ષા ન હતી.   નરેન્દ્ર મોદી જ્યાંથી બીજી વાર ચૂંટણી લડીને મુખ્યમંત્રી તરીકે 13 વર્ષ શાસન કર્યું તે સીટ હવે ચર્ચામાં આવી ગઈ છે.  કોંગ્રેસે જે દાવ લગાવ્યો છે તેની ટિકિટ માંગનારાઓ અન્યને પણ ખબર નહીં હોય. કોંગ્રેસે 34 વર્ષની ગ્લેમર્સ ગર્લ અને IIM બેંગ્લોર પાસિંગ શ્વેતા બ્રહ્મભટ્ટ નામની યુવતીને ટિકિટ ફાળવીને ચૂંટણીને રોમાંચક બનાવી દીધી છે. 

માત્ર 34 વર્ષની ઉંમરની શ્વેતાએ પ્રાથિમક શિક્ષણ અમદાવાદમાંથી મેળવ્યું છે. તેણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ(IIM) બેંગ્લોરમાંથી પોલિટિકલ લિડરશીપ ડિગ્રી પ્રાપ્ત કરી ગવર્નન્સ ફેકલ્ટીનો અભ્યાસ કર્યો છે. ઉપરાંત યુકેની વેસ્ટ મિનિસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર્સ, અમેરિકાની વિશ્વ પ્રસિધ્ધ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર ડિઝાઈન રિસર્ચના વેન્ચર સ્ટુડિયોમાં એન્ટરપ્રિન્યોરશિપમાં સ્ટડી કરી છે. શ્વેતાના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ 2000માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે.