શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|

પર્યટન : ગુજરાતની અદ્દભૂત કારીગરીનો ઉત્તમ નમૂનો છે 'વાવ'

P.R

ભૂગર્ભ વાસ્તુશિલ્પની અદ્ભૂત કારીગરી, કે જેને ‘વાવ’ કહેવાય છે, તે અનાદિકાળથી ગુજરાતમાં જોવા મળે છે. દક્ષિણ ગુજરાત સિવાય, સમગ્ર રાજ્યમાં ગરમી, શુષ્ક આબોહવા અને માણસ તથા જાનવરોને માટે પાણીની ઉણપને લીધે વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

આ વાવનું પાણી અને ક્ષેત્રનું બાંધકામ, તેને સર્વોચ્ચ સ્થાને લઇ જાય છે. રાજ્યમાં પાટણ, ઝિંઝુવાળા, વિરમગામ, વધવા, સારસા, ડઢાલપુર, ચોબ્રી, આનંદપુર, ગોંડલ, વીરપુર, જેતપુર અને સોમનાથના કાંઠા સુધી વાવ જોવા મળે છે.

ગુજરાતમાં આવાં પાણીનાં અઢ઼ડક ‘મંદિરો’ છે, પણ અમદાવાદ નજીક આવેલી ‘અડાલજની વાવ’ અને ઉત્તર ગુજરાતના જુના જમાનામાં સોલંકીઓનું પાટનગર રહેલા પાટણમાં આવેલી ‘રણકી વાવ’, વાવનાં બાંધકામના સર્વોચ્ચ ઉદાહરણો છે. રણકી વાવને તેની સુંદરતાને લીધે, ‘વાવોની રાણી’ કહેવામાં આવે છે. આ વાવને સોલંકી રાજા ભીમદેવ અને તેમના પત્ની ઉદયામતી દ્વારા લોકસેવાર્થે અર્પણ કરવામાં આવી હતી. ગુજરાતમાં વાવનું નિર્માણ મોટેભાગે વેપાર-ધંધે જતાં લોકો દ્વારા કરવામાં આવ્યું હતું.

પાટણ સ્થિત ઇતિહાસકાર મુકુંદ બ્રહ્મક્ષત્રિયએ જણાવ્યું કે, “વાવ શબ્દ સંસ્કૃત શબ્દ ‘વાપિકા’ માંથી લેવામાં આવ્યો છે. ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં આવેલી ‘ઝિલાની’ વાવ અને મંજુશ્રી વાવ સૌથી જુની વાવ છે. આ વાવ, પ્રવાસે અથવા તો ધંધાર્થે નિકળેલા લોકો તથા તેમના પશુઓને પાણી, વિશ્રામ અને અન્ય જરૂરતો પૂરી પાડતી હતી.”

વિશ્રામ અને સભા સ્થાન સિવાય, વાવ ધાર્મિક આસ્થાનું પણ કેન્દ્ર હતી. યુદ્ધ અને બળવાના સમયે, વાવ લોકો માટે છુપાવાની જગ્યા પણ બની જતી હતી.

આજે પણ કેટલાક સમુદાયો દ્વારા, અડાલજની વાવમાં લગ્ન જેવી વિધીઓ કરવામાં આવે છે. અમદાવાદ પાટણના મુખ્ય માર્ગે આવેલી અડાલજની વાવને સન્ 1499માં, રાજપૂત કુલીન વિક્રમસિંહ વાઘેલાના વિધવા, રુદાબાઇ દ્વારા લોકસેવા કાજે અર્પણ કરવામાં આવી હતી.

તે સમયે મુસ્લીમ સુલતાનોનું શાસન હોવાને લીધે, વાવની આ કળાને ગુજરાતમાં હિન્દુ-મુસ્લીમ કળાના નામે ઓળખવામાં આવે છે. અડાલજની વાવ, આ ફયુઝન કળાનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં ઇસ્લામિક શિલ્પકળા તથા હિન્દુ કારીગરી ના ફૂલ અને ભૌમિતિક નકાશી કરવામાં આવી છે.
P.R

આ પાંચેય વાવનાં નિર્માણમાં એવી રીતે કરાયું છે, કે તેમાં છેક સુધી ત્રાંસી પ્રકાશ કિરણો પહોચી શકે છે. હિન્દુ કારીગરી ની પુસ્તકમાં, આ વાવને ‘જય વાવ’ તરીકે ઓળખવામાં આવે છે. તે કોતરણી, શણગારેલા સ્તંભ, અલેકારભૂત ઝરૂખા જેમાં અદ્ભૂત કારીગરી કરવામાં આવી છે. વાવના પાંચેય માળ ફરતે, હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો, હાથી, ફૂલ, પક્ષીઓ અને છત્રીઓ કોતરવામાં આવી છે.

વિશાળકાય 64 મી. લાંબી, 20 મી. પહોળી અને 27 મી. ઊંડી વાવ, કે જે એક દિવ્ય કારીગરીનો નમૂનો છે, તેથી જ તેને બાંધકામના ઇતિહાનું ઘરેણું માનવામાં આવે છે.

બ્રહ્મક્ષત્રિયનું કહેવું છે કે, “સોલંકી રાજાઓના જમાનામાં ગુજરાતમાંભરમાં બનાવવામાં આવલી 300 વાવમાંની આ એક છે. આ વા મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનનાં વેપારી માર્ગો પર આવેલી વાવ, માત્ર પાણીનો જ સ્રોત નથી પણ સાથે-સાથે સભા અને વિક્ષામનું પણ સ્થાન છે”.