શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|

ગુજરાતના લોકમેળાઓની વિગતવાર જાણકારી.....

ગુજરાતમાં વર્ષ દરમિયાન નાનામોટા આશરે ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે

પરંપરાગત લોકમેળાઓ પ્રત્યેનનું આકર્ષણ યથાવત

વગર તહેવારે પણ ફનફેરનો વધતો ટ્રેન્ડુ...
P.R

‘મેળો'શબ્દન કાને પડતાં જ દુહા, છંદ, રાસ, નૃત્યોવ, ગ્રામવૈભવ, ધર્મસંસ્કૃ0તિ, લોકવારસો, પરંપરા, શ્રદ્ધા, ઉત્સાતહ અનેકવિધ દૃશ્યોા નજરે ખડાં થઇ જાય છે. જીવનના ઉલ્લાસનું મહામૂલું પર્વ જ નહીં પરંતુ લોકસંસ્કૃફતિનો ધબકાર છે. વિજ્ઞાને રેડિયો, ટેલિવિઝન, વિડિયો, સિનેમા સહિતના અત્યા ધુનિક સાધનો આપ્યાં હોવા છતાં આપણા વૈવિધ્યશ સભર લોકમેળાઓનું સૌંદર્ય અને આકર્ષણ ઝંખવાયું નથી.

ગુજરાતમાં વર્ષ દરમિયાન નાનામોટા મળીને આશરે ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે.મુખ્યોત્વેય દેવી-દેવતાઓ,સંતો મહંતો,પીરના મેળાઓ ભરાય છે.જેમાં રામકૃષ્ણ , મહાદેવજી, હનુમાનજી, બળિયાદેવ, નાગદાદા, રણછોડરાય, માધવરાય, સિધ્ધ પુરનો, કાર્તિક પૂર્ણિમા સોમનાથ મેળો, મહાશિવરાત્રી ભવનાથ, શામળાજી, વૈઠાનો લોકોત્સાવ, ડાંગ દરબાર, ગોળ ગધેડા, ગુણભાંખરી-ચિત્ર-વિચિત્ર, પાલોદર ચોસઠ જોગણીઓ,ભાંખર આગિયા વીર વૈતાળ, હાથિયાઠાંઠુનો (વાલમ), બહુચરાજી, તરણેતર, રવેચીમાતા, અંબાજીનો મેળો, નકલંગ મહાદેવ, શાહઆલમ, સરખેજ સહિતના મેળાઓ આજે પણ એટલા જ મહત્વળના છે.

આમાના મોટાભાગના મેળાઓ ધર્મોત્સવ જેવા હોય છે. પરંતુ આધુનિક યુગમાં તો જાણે કે લોકોને મેળો મનાવવવાનું બહાનું જોઇતું હોય છે. હવે તહેવારો વગર પણ ફન ફેર જેવા આયોજનો થાય છે. તેમાં પણ હાઇટેક ટેકનોલોજી ભળી છે.

હાલ મેળા ઉપરાંતના મિલનસ્થમળો વધ્યાહ છે, આનંદ ઉત્સ વના પ્રસંગો વધ્યાજ છે. જે મેળાની ઝાકઝમાળને ઝાંખી પાડી દે એવા વિવિધ પ્રસંગો રોજ-બરોજ ઉજવાતા હોય છે, જેમાં લગ્ન સમારંભ, બર્થ ડે પાર્ટી, મેરેજ એનિવર્સરી, રિસેપ્શ્ન પાર્ટી સહિતના પ્રસંગો ખૂબ ભવ્ય તાથી ઉજવાય છે.તમારી તાકાત હોય એટલી ઉજવણી કરો, પરંતુ ફનમાં કે ફન-વર્લ્ડમમાં મેળાની માસૂમિયત નથી,નિર્દોષ આનંદ ઓછો છે, ને લોકોને લોભાવવા માટે વધુ છે.આજે મેળાના આકર્ષણનું સ્થાાન મલ્ટીભપ્લેષકસ લઇ રહ્યા હોવા છતાં લોકમેળાનો મોહ યથાવત રહ્યો છે.

આગળ વિવિધ ભાતીગળ લોકમેળાઓની વિગતવાર જાણકારી.....


શામળાજીનો મેળો
P.R

કારતક સુદ અગિયારસથી છેક પૂનમ સુધી સાબરકાંઠા જિલ્લાના શામળાજી ખાતે મોશ્વોનદીના તટે તીર્થધામમાં આરાધ્યઅ દેવનો ઉત્સ વ એટલે ભગવાન શામળાજીનો મેળો.

હાલ છોડી હાલ રે, રણજણિયું વાગે,

પેંજણિયું વાગે,

શામળાજીના મેળે,રણજણિયું વાગે,

પેંજણિયું વાગે, ડોસા દોટે કાઢે રે,

રણજણિયું વાગે,પેંજણિયું વાગે,

ઉપરની પંકિતઓના સ્વદર છેડાતાં જ મેળો આપણી નજર સમક્ષ તરવરી ઉઠે છે.\


P.R


કાર્તિક-પૂર્ણિમાનો સોમનાથનો મેળો

કાર્તિક સુદ તેરસ-ચૌદસ અને પૂર્ણિમાના દિવસે ધૂધવતા સાગરતટે શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્ય માં પ્રતિવર્ષ ભવ્યા મેળાનું આયોજન થાય છે.જેમાં આસપાસના ગ્રામ વિસ્તાસરો તેમજ વેરાવળના શહેરીજનો બહોળી સંખ્યા માં ઊમટી પડે છે.


P.R


સિધ્ધ પુરનો કાર્તિકી પૂનમનો લોકોત્સધવ

સિધ્ધ પુરનો કાર્તિક પૂનમનો મેળો માતૃશ્રાધ્ધગનો મહિમા ધરાવે છે.પૌરાણિક પરંપરાને કારણે મેળામાં આવનાર ભાવિકો રાત્રે સ્નાાન કરી નદી પટમાં રાવટીઓ નાખી પડયા હોય છે.ત્યાારબાદ પ્રસાદી સ્વારૂપે શેરડી, મગદળ તેમજ નુકટી લઇ જાય છે.

એક જાણીતી ગુજરાતી કહેવત,

‘સસ્તુ ભાડું અને સિધ્ધદપુરની જાતરા' પ્રમાણે આ મેળામાં એકવાર જવા જેવું ખરું.

ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો
P.R


ગરવા ગિરનારની ગોદમાં ભજન-ભકિત-ભોજન અને પ્રાચીન પારંપરિત રીતે ભાવાત્મએકતા અને એકતાનું પ્રતીક એટલે ભવનાથ મેળો જે વૈવિધ્યસ અને વિશિષ્ટઅતાથી સભર છે.ગુજરાત જ નહીં પણ દેશ-વિદેશથીયે અનેક ભાવિકો,પર્યટકો ઉમટી પડે છે.વર્ષ દરમિયાન ભરાતા વિવિધ મેળાઓમાં ભવનાથ,માધુપુર,તરણેતરનો મેળો સૌરાષ્ટ્રની શાન છે.

વૌઠાનો લોકોત્સમવ

સમગ્ર ગુજરાતમાં ભરાતા ઘણા બધા મેળાઓમાં આ અન્ય કરતાં કંઇક અલગ છે જેમા પશુમેળો ભરાય છે, આ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વૌઠા નામના ગામના પાદરમાં રંગબેરંગી લીટા ટપકા વાળા ગધેડાઓનો મેળો યોજાઇ છે.ત્યાુરબાદ ચૌદસ-પૂનમ બે દિવસ માનવીઓનો મેળો હોય છે. જે લોકોનો મેળો હોય છે.
ડાંગ દરબારનો મેળો
P.R


ડાંગ જિલ્લા વડામથક આહવા ખાતે હોળીના થોડા દિવસો પહેલાં પ્રણાલિકાગત રંગબેરંગી વસ્ત્રથી સજ્જ થઇ આદિવાસી સરદારોની હાજરીમાં હોળી પ્રગટાવી ઉત્સંવનો પ્રારંભ થાય છે. આઝાદી પહેલાં જયારે બ્રિટિશ સરકારના પોલિટિકલ એજન્ટો આદિવાસીઓના સરદારોને તેમના અંગત ખર્ચ માટે રાજયની આવકમાંથી પૈસા આપતા અને ઉજવણી કરવામાં આવતી.

ગુણભાંખરીનો ચિત્ર વિચિત્રનો મેળો

ફાગણ વદ ચૌદસે સાબરકાંઠાની ભાતીગળ સંસ્કૃકતિને ઉજાગર કરતા યુવાન-યુવતીઓ ભાતીગળ પહેરવેશ પહેરીને આવે છે, અને એકબીજાની નજરો મળે તો જીવનસાથીની પસંદગી પણ ત્યાંગ જ થઇ જાય છે. ચિત્ર-વિચિત્રતના મેળા પાછળ મહાભારતના સમયની એક દંતકથા છુપાયેલી છે.

ગોળ ગધેડાનો મેળો

પંચમહાલ વિસ્તાસરમાં હોળી બાદ પાંચમ,સાતમ કે બારસે નક્કી કરેલા સ્થેળે, મોટા મેદાનમાં સ્ત્રી -પુરૂષો ઢોલ વગાડતાં વગાડતાં આનંદ-ઉલ્લાસથી નાચતાં-ગાતા મેળામાં ભાગ લે છે.જેમાં એક માંચડાની ઉપર ગોળ ભરેલી પોટલી લટકાવવામાં આવે છે જે યુવાન તેને લેવા માટે પ્રયત્‍ન કરે તેનેસ્ત્રીઓ લાકડીઓ વડે રોકવાનો પ્રયત્ન કરે તેમાં જે વિજય ગણાય છે.તેની પ્રશંસાના ગીતો ગાય અને પોટલામાંથી ગોળના ગાંગડા બંધાને વહેંચે છે.

ભાંખરનો આગિયા વીર વૈતળનો મેળો

ઊંઝાથી નજીક પુષ્પાાવતી નદી કિનારે આવેલા ભાંખર ગામે ચૈત્ર સુદ સાતમના દિવસે હરસિધ્ધદ માતા અને આગિયા વીર વૈતાળનો લોકમેળો ભરાય છે.આ ગામમાં આસુરી શકિત ઉપદ્રવ મચાવતી જેને આગિયા વીર વૈતાળે હણી હતી,જેની સ્મૃ તિ રૂપે મેળાના દિવસે લોકો આસુરી શકિતને ભગાડવા પટાંગણમાં ભેગા થઇ લાકડીઓના પ્રહાર કરી ઉજવણી કરે છે.

પાલોદરનો ચોસઠ જોગણીઓનો મેળો

ફાગણ વદ દસમ અને અગિયારસે મહેસાણા જિલ્લામાં પાલોદર ગામે ભરાય છે. જેમાં ચોમાસાના ચાર મહિનાના કયારા બનાવી તેમાં પાણીથી ભરેલા ચાર માટીના ગોળા મુકવામાં આવે છે, આ ગોળામાંથી પાણી ઝમીને કયારામાં ભરાય છે, તો કેટલાક ગોળા ફૂટી જાય છે. જો કયારા ભરાય જાય તો તેના ઉપરથી કેટલો વરસાદ વરસશે તેની આગાહી કરવામાં આવે છે, આ મેળામાં ભવૈયા આખી રાત ભવાઇના વેશ રજૂ કરે છે.

હાથિયાઠાંઠુનો મેળો (વાલમ)

વીસનગર તાલુકામાં આવેલ વાલમ ગામમાં સુલેશ્વરી માતાના સાન્નિંધ્ય માં હાથિયાઠાઠુંનો લોકમેળો યોજાય છે.જેમાં વિવિધ જ્ઞાતિઓના લોકો પોતાનું યોગદાન આપે છે.રાત્રે બે ગાડાંને વિશિષ્ટ રીતે શણગારવામાં આવે છે. એક ગાડાના ધૂંસરા આગળ હાથીનું મોઢું-સૂંઢ જેવો આકાર બનાવાય છે,જે હાથિયા તરીકે ઓળખાય છે, ત્યાીરે બીજુ ગાડુ ‘ઠાઠું'તરીકે ઓળખાય છે.આ મેળો ખેડૂતો માટે વરસનો વરતારો જોવા માટે ભરાય છે.

માધવપુરનો મેળો

માધવપુરનો મેળો એટલે ઘેડની પ્રકૃતિ અને સંસ્કૃ,તિની સાચી ઓળખ ચૈત્રની રામનવમીથી તેરસ સુધી સતત પાંચ દિવસ સુધી પોરબંદર નજીક આવેલા માધવપુર ગામે માધવરાયનો મેળો યોજાય છે.સૌરાષ્ટ્રના લોકજીવન અને લોકસંસ્કૃાતિનું દર્પણ ગણાય છે.રાત્રિના સમયે ઠેરઠેર બહેનો મળી મોડી રાત સુધી રાસડા ગાય, જુવાનિયા પણ ટોળે મળી સોરઠી દુહાઓની રમઝટ બોલાવે છે.એમ પાંચ દિવસ નિર્દોષ આનંદ-પ્રમોદમાં વીતે છે.
તરણેતરનો મેળો

P.R

ચોટીલા ડુંગરની ધારે સરોવરને કાંઠે, થાનગઢ પાસે આવેલા તરણેતર ગામને પાદરે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠના રોજ ભરાતા તરણેતરના લોકમેળામાં પૌરાણિક મહત્વપની સાથોસાથ લોકજીવનનો ધબકાર ગૂંથાયેલો છે.હીરના દોરના ભરતની સુશોભિત છત્રીઓ તેની ખાસિયત છે.સુંદર ભરત ભરેલી સોળ-સોળ સળિયાની છત્રીઓમાં મોતીભરતથી ભરેલા પોપટ,મોરલાંથી સજજ કરેલી છત્રીઓ સાથે-યુવાન યુવતીઓ મન મૂકીને ગરબા રમે છે.ગુજરાત જ નહીં દેશ-વિદેશથી પણ પ્રવાસીઓ, સંશોધકો,ઇતિહાસ પ્રેમીઓ, સહેલાણીઓ મેળો મહાલવા ઉમટે છે.

બહુચરાજીનો મેળો

ચૈત્ર સુદ પૂનમે બહુચરાજીમાતાનો પ્રાગટય દિવસ હોવાથી તે દિવસે બહુચરાજીમાં લોકમેળો ભરાય છે.ગુજરાતમાં આવેલી ત્રણ શકિતપીઠોમાંથી એક છે, જે ઉત્તર ગુજરાતના મહેસાણા-જિલ્લામાં ચુંવાળ પથંકમાં આવે છે.શ્રધ્ધાં ભકિત અને શકિતનો ત્રિવેણી સંગમ એટલે બહુચરાજીનો મેળો.

ડાકોરનો રણછોડરાયનો મેળો

આ મેળો અંગે વાત કરીએ તો દર વર્ષ માણેકઠારી પૂનમે તેમજ જન્મા ષ્ટંમીએ ડાકોરમાં મેળાવડો હોય છે.શરદપૂનમના ત્રિદિવસીય મેળામાં મોટી સંખ્યામમાં જનમેદની ઊમટે છે, આ અવસરે ભગવાન રણછોડરાયને કીમતી આભૂષણો,અલંકારો અને રેશ્મીસ વષાોથી શણગારવામાં આવે છે.

રવેચીમાતાનો ભાતીગાળ લોકમેળો

વાગડ પંથકમાં ભાદરવા સુદ સાતમ-આઠમે કચ્છેના રાપર તાલુકાના ‘રવ'ગામે રવેચી માતાનો ભાતીગળ મેળો ભરાય છે.જેમાં ખાસ કરીને ખેડૂતવર્ગના લોકો મોટી સંખ્યાર ઊમટી પડે છે.ગ્રામજનો પોતાના બળદ,ઊંટ,ઘોડાને શણગારી સજાવીને મેળામાં આવે છે.રંગબેરગી દોરાથી ગૂંથાયેલ પંખી,ફૂલ,વેલ, બુટ્ટા અને આભલાનું ભરતકામ જોવા એકવાર તો મેળામાં જરૂર જવું જોઇએ.

ભાદરવી પૂર્ણિમાનો અંબાજીનો મેળો

ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમે પ્રતિવર્ષ લોકમેળો યોજાય છે.આ મેળાનું ભકતજનો અને શ્રધ્ધાસળુઓમાં ખૂબ મોટું માહાત્મ ય છે. જેમાં ખેડૂતો તેમજ અન્યે સર્વકોમના લોકો મોટી સંખ્યાનમાં દર્શનાર્થે ઊતરી પડે છે.

નકલંગ મહાદેવનો મેળો

પ્રતિવર્ષ માત્ર ભાદરવી અમાસના દિવસે ભાવનગર પાસે સમુદ્રની ઓટના થોડા કલાકો દરમિયાન જ નકલંક મહાદેવનાં દર્શન થાય છે.માટે તે દિવસે મેળો ભરાય છે.ગોહિલવાડ પંથકમાંથી રંગરંગની ધજાઓ લઇને સંઘો પગયાત્રા આવે છે.દરિયાની ભરતી ઊતરે એટલે ભોળાનાથ દર્શન દે ત્યાલરે સૌ પ્રથમ તેમના ઉપર ધજા ચઢાવવાની હરીફાઇ થાય છે.

શાહઆલમ અને સરખેજના મેળા

અમદાવાદના સુપ્રસિધ્ધે મેળો સંત શાહઆલમની યાદમાં યોજાય છે, જયારે સરખેજનો મેળો શાહ અહમદ ખટ્ટું ગંજબક્ષ સાહેબની કબર પાસે તળાવના કિનારે ભરાય છે.

ડો.નયનભાઇ શાહ જણાવે છે કે, પહેલાના સમયમાં કોમ્યુ નિકેશન ન હોવાથી લોકમેળાને મનોરંજનનું માધ્યકમ ગણી ઉજવણી કરવામાં આવતી આજે દરેક બાબતોમાં જયારે ફેસીલીટી વધી છે.છતાં પણ લોકમેળામાં કોઇ સુધારો જણતો નથી, તેમાં એ જ ઉબડ-ખાબડ રસ્તાશઓ,ફન-વર્લ્ડન જેવી સારી રાઇડ પણ હોતી નથી, ખાણી-પીણીના ભાવ વધુ લેવાતા હોય છે જેથી લોકમેળો નહી ‘લૂંટ'મેળો લાગે છે.માટે તેમા ઘણા ફેરફાર કરવા જોઇએ.જયારે લોકો આનંદ લઇ શકતા નથી.અન્યલ પ્રાઇવેટ મેળામાં એન્ટ્રી ફી મોંધી હોવા છતાં લોકો તેમા જવાનું પસંદ કરે છે, કવોલીટીને મહત્વો આપે છે, આમ કહી શકાય કે, કલાસ અને માસના લોકો પોત-પોતાની રીતે મેળાઓ માણવાનું મૂકતા નથી.

નિતા વાઘ લોકમેળા અંગે જણાવે છે કે, સામાન્યલ રીતે મેળો સહુને પસંદ હોય છે.વર્ષમાં એકવાર મેળો આવવાથી લોકોમાં ખૂબ આનંદ છવાયેલો હોય છે મારી દ્રષ્ટિ જોઉ તો લોકોમેળો થવા જ જોઇએ કેમકે પ્રસંગો અને ઉત્સદવો જ લોકોમાં જીવન જીવવાની રીત શીખડાવે છે.લોક-મેળાને કારણે સમાજમાં અને લોકોમાં આનંદ પ્રવાહીત કરી છે.અને ભગવાન શ્રીકૃષ્ણેના જન્મ- દિવસને જન્માાષ્ટ્‌મીનો મેળો પણ અનેક રીતે ઉજવવામાં આવે છે.ત્યાોરે મથુરા,ગોકુલ જેવા અનેક શહેરોમાં શ્રીકૃષ્ણે જન્મેદિવસ ધામધુમથી ઉજવવામાં આવે છે.

વિવિધ સમુદાયના લોકો આ તહેવાર દરમિયાન એકસાથે મળીને ઉત્સવવની ઉંમગભેર ઉજવણી કરે છે.

વર્ષોથી ચાલી આવતી પરંપરાના ભાગ રૂપે કૃષ્ણથજન્મસના મહોત્સએવને ઉજવવામાં આવે છે.આ સમય દરમિયાન લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.લોકો ખુબ જ ખુશી અને આનંદથી તહેવારને ઉજવે છે.આમ ભકિતની સાથે આનંદનો સુમેળ સધાય છે.

લોકમેળામાં સૌથી વધુ આકર્ષણ રાઇડસનું હોય છે.આ ઉપરાંત બાળકો માટેના વિવિધ રમકડાઓના સ્ટોોર ખાણી-પીણીની વસ્તુહઓ વગેરે લોકો આટલા દિવસો ખુબજ આનંદ અને ખુશીથી પસાર કરે છે.

ઓડેદરા પૂનમ વધુમાં જણાવે છે કે, વર્ષને વર્ષ લોકોની સંખ્યાદમાં વધારો થવા પામે છે.જેને અનુસંધાને કોઇપણ વધારાની વ્યમવસ્થા ઓ રાખવામાં આવતી નથી.મોટી સંખ્યા્માં લોકો એકત્રિત થાય છે.જેના કારણે ઘણી જ ઘટનાઓ બનવી સંભવિત હોય છે.આને ધ્યા.નમાં રાખીને સુવિધા અને વ્ય વસ્થાનમાં ખામી જોવા મળે છે.

અત્યાારે માર્કેટમાં ટેકનીકલ ટોયસની વિવિધ આઇટમમાં સાયન્સી રિલેટેડ ગેમની વધુ પસંદગી થાય છે. સ્કૂયલ, કોલેજમાં બાળકો, વિદ્યાર્થીઓ પોતાના મનોરંજનની સાથે અભ્યાથસ કરી શકે માટે,ટેબલોઇડ,મોબાઇલ સહિતના આધુનિક ટોયસની ખરીદી કરે છે.

ટોય શોપના વેપારી કમલેશભાઇ દોશીના કહેવા મુજબ, લોકમેળાની સિઝનમાં ખરીદી સારી જ હોય છે, રેગ્યુરલર દિવસોમાં પણ ૭૦ ટકા વર્ગ એવો છે કે જે શોપમાંથી રમકડાની ખરીદી કરે છે, હાલ ટીવી ઉપર આવતી મહારાણા પ્રતાપની સિરિયલ લોકપ્રિય હોવાથી, તલવાર, ઘનુષ જેવા રમકડાનું વેચાણ સારું છે, માર્કેટમાં રૂપિયા ૧૦થી લઇને ૧૫૦૦૦ સુધીનો એક રમકડાનો પીસ મળે છે.જેમા નાની કાર,બાઇક રૂપિયા ૧૫-૨૦ હજાર સુધીમાં મળે છે,જેની ડિમાન્ડક સીટી મુજબ ૫ ટકાની રહે છે.

ભારત દેશ તહેવારોનો દેશ છે.ભારતની અંદર જુદા જુદા રાજયોમાં જૂદી જૂદી રીતે અનેક તેહવારો ઉજવવામાં આવે છે. દિવાળી, હોળી, જન્મા ષ્ટમી જેવા અનેક તહેવારો વર્ષ દરમિયાન આવે છ,ે શ્રાવણ મહીનો શરૂ થતા જ તહેવારો શરૂ થાય છે.
વિનોદ દક્ષિણી જણાવે છે કે, જન્માછષ્ટમી દરમિયાન દરેક શહેરોની અંદર લોકમેળાઓ થાય છે.આ લોકમેળાની ‘અંદર'નાનાં-મોટા સૌ સાથે મળીને આનંદથી ભાગ લે છે, જેમાં ખાણીપીણીનાં સ્ટોેલો,રમકડાંના સ્ટોતલો, ચકડોળ, રાઇડસો વગેરે જોવા મળે છે.અનેક જગ્યાલએ લોકમેળાની અંદર સામાજીક સંસ્થાલઓ દ્ધારા લોકોને જાણકારી મળે એ માટે કેટલીક બુક, માહીતી આપતી પત્રીકાઓ વગેરનાં સ્ટોથલો પણ જોવા મળે છે. સાથે કેટલાક સાંસ્કૃાતિક કાર્યક્રમો યોજીને લોકને સારો સંદેશ પહોંચાડવામાં આવે છે.