શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|

ગુજરાતનું નવુ પર્યટક સ્થળ - કૈલાશ માનસરોવર !!

હવે ગુજરાતમાં પણ કૈલાશ-માનસરોવરના દર્શન થશે!

P.R


દેશના પ્રખ્યાત તીર્થધામ દ્વારકાની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓને હવે કૈલાશ-માનસરોવરના પણ દર્શન કરી શકશે. દ્વારકા જતા રસ્તાીમાં તૈયાર થતા દારુકા વનમાં કૈલાશ-માનસરોવરની હૂબહૂ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેનું લોકાર્પણ શુક્રવારે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી કરશે.

દ્વારકાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ નજીકમાં આવેલા નાગેશ્વર જ્યોવતિર્લિંગ તીર્થના દર્શન કરવાનું પણ નથી ચૂકતા. આને ધ્યાદને લઇને નાગેશ્વર તીર્થ નજીક લગભગ પાંચ એકર જમીન પર દારુકા વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આશરે બે કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધિન આ વનમાં નવ ગૃહો અનુસાર ગુગળ, બિલીપત્ર અન અન્યય ઔષધીય વનસ્પરતિઓના ૧૭,૦૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. તેની વચ્ચે્ બનાવવામાં આવેલી માનસરોવરની હૂબહૂ પ્રતિકૃતિમાં કમળ કુંડ અને હિમાલયના કૈલાશ શિખરમાં શિવ પરિવારની પ્રતિમાઓ સ્થાેપિત કરવામાં આવી છે. જેને જોવાથી કૈલાશ-માનસરોવરના પ્રત્યમક્ષ દર્શન થઇ જાય છે.

રાજ્યૈ વન વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર દારુકા વનમાં વિશેષ પ્રદર્શનીની પણ વ્યાવસ્થાલ કરવામાં આવી રહી છે. જેમાં પૌરાણિક નગરી દ્વારકાના અવશેષ, ગુજરાતમાં વેપારનો ઇતિહાસ, સમયાન્તકરમાં થયેલા જળવાયુ પરિવર્તનની ઝાંખી ઉપરાંત નજીકમાં આવેલા શિવરાજ ગઢમાં જોવા મળતી દરિયાઇ જીવ સૃષ્ટિં-ડોલ્ફીમન, વ્હેજલ શાર્ક અને કાચબા વિશે પણ માહિતી આપવામાં આવશે.