ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Modified: ગુરુવાર, 2 એપ્રિલ 2015 (17:01 IST)

પરદેશી પ્રવાસી પક્ષીઓનું અદભુત આશ્રયસ્થાન કચ્છનું 'શકુર સરોવર'

ઉનાળો શરૃ થતાં જ કચ્છમાં સુરજ નારાયણનો પ્રતાપ- પ્રસરવા માંડે છે તેમાં ઓતરા ચિતરાના ચૈત્ર વૈશાખ મહિનામાં તો ગરમીથી બચવા આશરો શોધવા માટે પશુ પક્ષી અને કાળા માથાનો માનવી પણ ફાંફા  મારતો થઈ જાય છે. કચ્છમાં રણમાં ગરમીનો પારો ૪પ-પ૦ અંશની આસપાસ ફરવા લાગે છે. કચ્છના અફાટ વેરાન રણમાં પાકિસ્તાનની સરહદની લગોલગ આવેલ વિઘાકોટની ચોકીની પાસે પાકિસ્તાન દ્વારા સતલજ નદી ઉપર આવેલ સક્કર બેરેજ ડેમના વધારાનું પાણી ભારતની ચોકીઓને વ્યુહાત્મક રીતે તકલીફમાં મુકવા વિઘાકોટ ના વિસ્તારમાં છોડવામાં આવી રહ્ય્યુ છે. તેના કારણે એક નવું સરોવર આકાર પામ્યુ છે તેનું નામ છે 'શકુર સરોવર'

રણમાં મીઠી વીરડી સમાન બની ગયેલ પાકિસ્તાનનું આફત રૃપ પાણી પરદેશી પ્રવાસી પક્ષીઓ પક્ષીઓ માટે સ્વર્ગ સમાન બની રહ્યુ છે. સેંકડો કિલોમીટરના વિસ્તારોમાં પથરાયેલ પાણી છીછરું હોવાથી અહીં દુષ્કાળથી સુકાતા જતા કચ્છના બધા જળાશયોના પરદેશી પ્રવાસી પક્ષીઓ માટે અદભુત આશ્રયસૃથાન બની ગયુ છે. નળ સરોવર અને છારી ઢંઢ કરતા અનેક ગણો વિસ્તાર ધરાવનાર આ વિશાળ સરોવરનું નામ છે શકુર સરોવર. શકર ડેમના પાણીનું આ સરોવર શકર સરોવરને બદલે અપ્રભ્રંશ શઈ શકુર થઈ ગયુ છે- તેવુ મનાય છે.

લાંબો ઋતુ પ્રવાસ ખેડીને સાઈ બેરીયા અને હિમાલયમાંથી આવતા જતા પક્ષી તેના ઉડવાના હવાઈ માર્ગમાં આ સરોવર આવતુ હોવાથી અહીં અનેક જાતના પ્રવાસી પક્ષીઓ મોટી સંખ્યામા જોવા મળે છે. પક્ષીઓના પ્રવાસનો અભ્યાસ કરવાના હેતુસર જંગલ ખાતાના પૂર્વ વિભાગના સહકારથી કચ્છ જે કારાયલન જો કેકારવ સંસૃથાના પક્ષીવિદ્ નવીનભાઈ બાપટ રામ નવમીના દિવસે આ શકુર લેકની મુલાકાત લેતા ત્યાંની પક્ષી સમુદ્ધી જોઈને આનંદીત થયા હતા. અહીં લગભગ ૪પ જાતના અલગ જળચર પક્ષી સેંકડો-હજારોની સંખ્યામાં મોજ માણતા હતા, જેમાં પ હજારથી વધુ ગુલાબી પેણ બતકોમાં દુર્લભ એવી નીલસીર બતકની ચાર જોડી સફેદ આંખ કારચીયા બતકની ત્રણ જોડી દેખાઈ હતી. અસંખ્ય સુરખાબ સાથે બગણની બધી જ જાતો અને ઢોકમાં કાળી ટુલ બે જોડી સાથે કાજીયા સર્પગ્રીવ સાથે કાબરારંગના રૃપાળા કચ્છના રણમાં બચ્ચે ઉછેરનાર ઉલ્ટી ચાંચ ૪૦૦થી વધારે સંખ્યામાં જોવા મળ્યા હતા. ગારા ખોદનાર કીચડીયાની અનેક જાત ઉપરાંત ગડેરાની બન્ને જાત વરરાજાના વરણાગ્યા પોષાકમાં જોવા મળ્યા હતા. સરહદની કાંટાળી વાડના તાર ઉપર અનેક ખતરી પાણી ઉર્ફે દિવાળી ઘોડા પ્રવાસ કરવા ઉપડી જવા માટે ટોળાબંધ સંખ્યામાં  ભેગા થયેલ દેખાતા હતા. રણમાં રણ ચંડુલ જોવા મળેલ હતું.

જંગલ ખાતાના પૂર્વ વિભાગના વડા ભાવીન વ્યાસની પરવાનગી મેળવી આસીસ્ટન્ટ કઝેવેર્ટર ફોરેસ્ટ બી.ડી.આલ સહકારથી ઉત્તર રેંજના આર.એફ.ઓ.તુલસીદાસ ઠક્કરના માર્ગદર્શન હેઠળ રપ૦ કિ.મી.નો રણ પ્રવાસ દરમિયાન અખીલેશ અંતાણી અને હિતેશ ચૌધરી સાથે પક્ષી નિરીક્ષણ અને અભ્યાસનો કાર્યક્રમ સફળતા પૂર્વક યોજવામાં આવ્યો હતો. રણમાં પાકિસ્તાન દ્વારા ભારતીય ચોકીને નુકશાન પહોંચવાના હેતુથી છોડવામાં આવતું પાણીના કારણે સરદાર ચોકીને દુર લઈ જઈ તરતી ચોકી બનાવી પડી હતી. આ આફતને આર્શિવાદમાં ફેરવી હોય તો રણમાં રણમાં લાંબી કેનાલ ખોદી તેના દ્વારા રણમાં આ વધારાનું મીઠુ પાણી પહોંચડવાની શક્યતાનો ઉપયોગ કરવામાં આવે તો આફત આર્શિવાદમાં ફેરવાય જાય તેમ છે તેવો મંતવ્ય નવીટ બાપટે પોતાના પ્રવાસ દરમિયાન વ્યક્ત કર્યો હતો.