ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Modified: સોમવાર, 23 નવેમ્બર 2015 (17:18 IST)

પંચાયતોની ચૂંટણીનો મહાસંગ્રામ: વેગવાન બનતો પ્રચાર

6 મહાનગરપાલિકાની ચૂંટણી ગઈકાલે સંપન્ન થયા બાદ બીજા તબકકામાં આગામી તા.29ના રવિવારે 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત અને 56 નગરપાલિકાઓમાં ચૂંટણીજંગ ખેલાશે. મહાનગરપાલિકાની ચૂંટણીના કારણે પંચાયતોની ચૂંટણીમાં અત્યાર સુધી પ્રચારમાં નીરસતા જોવા મળતી હતી પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણીમાંથી નવરા પડેલા ભાજપ-કોંગ્રેસના આગેવાનો આજથી જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચારમાં લાગી જતાં પંચાયતોની ચૂંટણીનો પ્રચાર આજથી વેગવાન બન્યો છે.
 
આગામી તા.2 ડિસેમ્બરના રોજ મહાનગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીની મત ગણતરી એકસાથે રાખવામાં આવી છે અને પરિણામો સાંજ સુધીમાં જાહેર કરી દેવાશે.