શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Modified: રવિવાર, 22 નવેમ્બર 2015 (14:54 IST)

કેશુભાઇ પટેલ ઓનલાઇન મત આપી શક્‍યા નહિ, આક્રોશ સાથે તંત્રને વખોડી કાઢયું

તમામ વિધ્‍નપૂર્ણ કરવા છતાં કેશુભાઇ પટેલ ઓનલાઇન વોટીંગ કરી શકયા નહિ આક્રોશ સાથે તંત્રને વખોડી કાઢયું :શારીરિક અસુવિધા છતાં મત આપવા રૂબરૂ ગયા : ૮ દિ' પહેલા વેરીફીકેશન થઇ ગયેલ આંગણીની છાપ લેવાઇ ગયેલ ઓનલાઇન વોટિંગમાં ન આવતા મારે આખરે રૂબરૂ આવવું પડ્યું છે. 
 
 
આજે ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આજે રાજકોટમાંરાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ રાજકોટના વોર્ડ નં.2માં સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલમાં મતદાન કર્યું હતું. આ વોટિંગ કર્યા પછી કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે તમામ વ્યવસ્થા ખરાબ છે. હકીકતમાં મારું નામ ઓનલાઇન વોટિંગમાં ન આવતા મારે આખરે રૂબરૂ આવવું પડ્યું છે. 
 
આ મામલે કેશુભાઇએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે ખરાબ તબિયતને લીધે મેં ઓનલાઇન વોટીંગમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એ સમયે મારી અંગુઠાની છાપ પણ આપી હતી. આ સંજોગોમાં છેલ્લી ઘડીએ તંત્ર દ્વારા મારું ઓનલાઇન રજિસ્ટ્રેશન થયું નથી એવી માહિતી આપતા મારે રૂબરૂ મતદાન મથક પર મતદાન કરવા આવવું પડ્યું છે.