શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Modified: બુધવાર, 25 નવેમ્બર 2015 (15:25 IST)

૬ કોર્પોરેશનની ચુંટણીમાં ૪૫.૫૩ ટકા મતદાન : ઘણા કારણો જવાબદાર

છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં હાલમાં યોજાયેલા મતદાનના નિશ્ચિત આંકડા હવે જારી કરવામાં આવી ચુક્યા છે. જે દર્શાવે છે કે અમદાવાદ સહિત છ કોર્પોરેશન ચુંટણીમાં મતદાનની ટકાવારીમાં ૧.૮૬ ટકાનો વધારો થયો છે. ૨૦૧૦ની ચુંટણીમાં જે મતદાન થયું હતું તેની સરખામણીમાં ૧.૮૬ ટકા વધુ મતદાન નોંધાયું છે. સૌથી વધારે મતદાનમાં વધારો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં નોંધાયો છે. અહીં ૮.૪૭  ટકા સુધીનો વધારો વર્ષ ૨૦૧૦ની સરખામણીમાં થયો છે. બીજીબાજુ સુરતમાં પણ વર્ષ ૨૦૧૦ની સરખામણીમાં ૨.૬૯ ટકાનો વધારો નોંધાઈ ચુક્યો છે. અમદાવાદ, વડોદરા, જામનગર અને ભાવનગરમાં મતદાનની ટકાવારીમાં ક્રમશઃ ૨.૧૧ ટકા, ૪.૨૧ ટકા, ૬.૬૧ ટકા અને ૨.૧૯ ટકા સુધીનો વધારો થયો છે. મતદાનની ટકાવારીમાં વધારો મતદારોની અંદર જગાવવામાં આવેલી જાગૃતિના પરિણામ સ્વરૃપે છે. જોકે, ઘણા લોકોનો દાવો છે કે, પટેલ સમુદાય દ્વારા હાલમાં કરવામાં આવેલા આંદોલનના કારણે મતદાનમાં વધારો થયો છે. શાસન વિરોધી પરિબળોની અસર પણ ભાજપ સામે દેખાઈ રહી છે. ઘણા મતદારોના નામ પણ આ વખતે ગાયબ કરી દેવાયા છે. એકંદરે મતદાન ઉપર નજર કરવામાં આવે તો વર્ષ ૨૦૧૦માં ૪૩.૬૭ ટકા મતદાન થયું હતું. જેની સામે આ વખતે મતદાનની ટકાવારીમાં વધારો થયો છે. ૧.૮૬ ટકા જેટલો વધારો ૨૦૧૦ની સરખામણીમાં રહ્યો છે. પુરુષોની વાત કરવામાં આવે તો કુલ મતદાનની ટકાવારી ૪૯.૦૯ ટકા  અને મહિલાઓની ટકાવારી ૪૧.૪૯ ટકા રહી છે. એટલે કે એકંદરે છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીમાં ૪૩.૬૭ ટકા જેટલા મતદાનની સામે આ વખતે ૪૫.૬૩ ટકા મતદાન થયું છે.
 
   મતદાન ટકાવારી.......
 
   છ કોર્પોરેશનની ચુંટણીમાં મતદાનની ટકાવારીમાં વધારો થયો છે. ચિત્ર નીચે મુજબ છે.
   કોર્પોરેશન             વર્ષ ૨૦૧૫     વર્ષ ૨૦૧૦
   અમદાવાદ            ૪૬.૨૩         ૪૪.૧૨
   સુરત                 ૩૯.૬૪         ૪૨.૩૩
   વડોદરા               ૪૮.૬૨         ૪૪.૪૧
   જામનગર             ૫૬.૯૬         ૫૦.૩૫
   રાજકોટ               ૪૯.૫૩         ૪૧.૦૬
   ભાવનગર             ૪૭.૪૪         ૪૫.૨૫
   કુલ                   ૪૫.૫૩         ૪૩.૬૭