શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત ન્યુઝ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 ડિસેમ્બર 2016 (15:04 IST)

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉભેલા યુવા ઉમેદવારોનો સોશિયલ મીડિયામાં પ્રચાર

નોટબંધી ૧૦ હજારથી વધુ ગ્રામ પંચાયતોના ચૂંટણી પ્રચારમાં નડી રહી છે ત્યારે યુવા ઉમેદવારોએ પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ શરુ કર્યો છે.આમ મોબાઇલ અને ઇન્ટરનેટના લીધે ગ્રામ પંચાયતના ચૂંટણી પ્રચારમાં પરીવર્તન આવ્યું છે.આજે રોડ, રસ્તા, વીજળી,પાણી અને એજયૂકેશન જેવી પાયાની સુવિધાઓથી પીડાતા અંતરિયાળ ગામોમાં પણ મોબાઇલ નેટવર્કે પગ પેસારો કર્યો છે.તેનો હવે ચૂંટણી પ્રચારમાં ઉપયોગ વધી રહયો છે.હવે ગામડાના નવી પેઢીના હાથમાં સ્માર્ટફોન હોવાએ સામાન્ય થઇ ગયું છે.આથી ઘણા યુવા ઉમેદવારો તો ફેસબૂક પર પોતાની પેનલ અને પોતાને વિજેતા બનાવવા માટે ફોટા પણ શેર કરે છે. ખાસ કરીને બહાર ગામ રહેતા મતદારોને સોશિયલ માધ્યમોથી આ રીતે ઉમેદવારો આકર્ષેી રહયા છે. સામાન્ય રીતે ખાટલા પરિષદ અને કસૂંબા પાણી જેવી પરંપરાગત રીતથી યોજાતી આવેલી ગ્રામ પંચાયતની ચૂંટણીએ હવે ડિજીટલયુગમાં પ્રવેશ કર્યો છે.આ અંગે વાત કરતા એક ઉમેદવાર કહે છે ગામના બધા જ લોકો એક બીજાને ઓળખતા હોય છે.આથી મોટા ભાગના ઉમેદવારોને ખૂલ્લું સર્મથન કરવાથી દૂર રહેતા હોય છે.આવા તટસ્થ લોકો સોશિયલ માધ્યમો પર ગુપ્ત રીતે ઉમેદવારોને સારો એવો રિસ્પોન્સ આપે છે. એક જમાનામાં ઉમેદવારો ચૂંટણી પ્રતિક અને પોતાના નામ અટક સાથે મત આપવાની વિનંતી કરતી પત્રિકાઓ છપાવીને વહેંચતા હતા.આજે તેના સ્થાને નવી પેઢી વોટ્સઅપ પર મેસેજ લખીને મત આપવાની વિનંતી કરે છે.ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી સંદર્ભમાં વોટ્સગુ્રપ પણ બનવા લાગ્યા છે. આથી નોટબંધીના સમયમાં મોબાઇલ અને સોશિયલ માઘ્યમો થકી ઓછા ખર્ચે ચુંટણી સ્માર્ટ ચૂંટણી પ્રચાર હાથવગો બન્યો છે.