Widgets Magazine
Widgets Magazine

નોટબંધી કાળાનાણાને ખતમ કરવા નહી પણ ઈમાનદાર ગરીબ લોકોને પરેશાન કરવા માટે છે - રાહુલનો મોદી પર આક્ષેપ

બુધવાર, 21 ડિસેમ્બર 2016 (16:13 IST)

Widgets Magazine

નોટબંધી પછી ખૂબ આક્રમક બન્યા છે. આજની સભામાં પણ તેમનો આક્રમક મિજાજ દેખાયા  તેઓ ગુજરાતમાં સરકાર સામે આંધી જગાવવા આવ્યા છે. નવ વર્ષ બાદ મહેસાણા આવેલા રાહુલ ગાંધી બપોરે 2 વાગીને 50 મિનિટે હેલિકોપ્ટરથી આવી પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે લોકોનું અને સ્થાનિક નેતાઓનું હાથ હલાવી અભિવાદન સ્વીકાર્યું હતું.
 
મંચ ઉપર સ્થાનિક પાટીદાર નેતાઓ સહિત આદિવાસી, દલિત અને મુસ્લિમ, રબારી, ચૌધરી સમુદાયના આગેવાનોએ પણ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું વિવિધ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. જાહેરસભાને સૌપહેલાં શંકરસિંહ વાઘેલાએ સંબોધી હતી જેમાં જણાવ્યું કે મા ઉમિયાના પૂજારીએ રાહુલના મનની ઇચ્છા પૂરી થાય તેવા આશીર્વાદ આપ્યાં છે. પીએમ મોદી અને મોદી સરકાર લોકોની લાગણીઓ છંછેડી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્રીય કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે જનતાને સંબોધતા કહ્યું કે રાહુલની આ જનસભા વિશે ઇતિહાસમાં લખાશે કે સભાની સફળતાએ કોંગ્રેસ માટે ગુજરાતમાં નવો ઇતિહાસ રચ્ચો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહે જણાવ્યું કે કોંગ્રેસની નવસર્જનસભાની સફળતાથી ભાજપના નેતાઓ ડઘાઈ અને બઘવાઇ ગઇ છે.
 
- રાહુલ ગાંધીએ કહ્યું કે શંકરસિંહ વાઘેલાએ મને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી મેગા ઈવેન્ટ માસ્ટર હે, જ્યારે એ ઇવેન્ટ બનાવે છે ત્યારે તેમનું પ્લાનિંગ જોરદાર હોય છે.
 
- દેશના 1% ધનિકોને દેશનું 60% ધન પકડાવી દીધું છે. આજ લોકો મોદી સાથે પ્લેનમાં અમેરિકા, ચીન જાય છે. કાળું નાણું દેશના 90% પ્રમાણિક જનતા પાસે નથી, આ 1% લોકો પાસે છે. 

- ભારતનું કાણું નાણું વિદેશી બેંક એકાઉન્ટ્સમાં છે. તેમણે વચન આપ્યું હતું કે, કાણું નાણું પરત લાવીશ.  સ્વિટ્ઝરલેન્ડની બેંકોએ તમને લિસ્ટ આપ્યું છે. લિસ્ટમાં જેમના નામ છે તે બધાંના નામ સંસદમાં કેમ જાહેર ન કર્યા? કેમ આ લોકોને બચાવી રહ્યા છો?

મોદી સરકારે ખેડૂતો અને ગરીબોને પરેશાન કર્યા છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોએ માંગ્યું એ નથી આપ્યું અને તેમની જમીન હડપ કરવામાં આવી રહી છે. પાટીદારોએ શાંતિથી ભાઈચારાથી આંદોલન કર્યું, હિંસા પણ નહોતી કરી. છતાં પણ સરકારે મહિલાઓ અને બાળકોને માર્યા હતા. તેમને લાકડી અને ગોળીઓ મારી. આ મોદી સરકારની વાસ્તવિકતા છે. ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થાય છે. લોકો ડરીને રહે છે. મોદીજીએ ગુજરાતમાં પસંદગીના લોકોની સરકાર ચલાવી અને દિલ્હીમાં પણ એ જ કરી રહ્યા છે
 
રાહુલે ઉઠાવ્યો પાટીદાર આંદોલનનો મુદ્દો 
 
કાળાનાણાને લઈને તેમનુ કહેવુ છે કે બધી કેશ કાળુનાણુ નથી હોતુ. આ સાથે જ રાહુલે પાટીદારોના આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો અનેકહ્યુ કે પાટીદારોએ શાંતિથી પોતાનુ આંદોલન ચલાવ્યુ. તેમણે કોઈ હિંસા કરી જ નથી છતા તેમની મહિલાઓ અને બાળકોને માર્યા છે.   પીએમ મોદી પર વ્યંગ્ય કરતા રાહુલે કહ્યુ કે જ્યારે સ્વિટરઝરલેંડ સરકારે મોદીજીને બધા નામ મોકલી રાખ્યા છે એ ચોરોના નામ પોતાના સંસદમાં મુક્યા કેમ નહી.  તમે તેમને કેમ બચાવી રહ્યા છો.  નરેન્દ્ર મોદીજી તમે સર્જીકલ સ્ટ્રાઈક જ નથી કરી તમે હિન્દુસ્તાનના ગરીબ લોકો પર ફાયર બૉમ્બિંગ કર્યુ છે. 
 
મોદીજીએ ગુજરાતમાં પસંદગીના લોકોની સરકાર ચલાવી અને દિલ્હીમાં પણ એ જ કરી રહ્યા છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાહુલ ગાંધી ગુજરાતમાં, ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યાં

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઊંઝા આવી પહોંચ્યા હતાં જ્યાં તેમનું ...

news

ક્રિસમસનું વેકેશન ગુજરાત ટુરિઝમમાં 65 ટકા પ્રવાસીઓ ઘટ્યાં

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટબંધીને ૪૨ દિવસ પૂરા થયા છે છતાં અનેક ક્ષેત્રો ...

news

જાણો 500 અને 2000ના નવા નોટ છાપવામાં કેલું ખર્ચ આવે છે RBI

નોટબંદી પછી છપાઈ રહ્યા 500 અને 2000ના નવા નોટ માટે ભારતીય રિજર્વ બેંક કેટ્લું ભુગતાન કરે ...

news

દિલ્હી- મર્સિડીજ કારમાં સગીર છોકરીની ગોળી મારીને હત્યા , આરોપી મિત્ર ગિરફતાર

દિલ્હીમાં કાર સવાર એક સગીર છોકરીની ગોળી લાગવાથી મૌત થઈ ગઈ. અત્યારે હત્યા અને ઘટના વચ્ચે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine