શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી આરતી-ગરબા
Written By
Last Modified: શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2014 (12:50 IST)

ગુજરાતી રાસ-ગરબા - મહેંદી રંગ લાગ્યો

દોહા 
 
તન છે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર
ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝમકાર
લાંબો છેડો છાયલનો, ને ગજરો ભારોભાર
લટકમટકની ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર

 
મહેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મહેંદી રંગ લાગ્યો રે
 
નાનો દિયરીયો લાડકો ને,
કાંઇ લાવ્યો મહેંદીનો છોડ રે …
મહેંદી રંગ લાગ્યો રે…
 
વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે …
મહેંદી રંગ લાગ્યો રે …
 
હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી-તોળી છેલછબીલો ગુજરાતી
હે.. તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી
 
હાથ રંગીને વીરા શું રે કરું?
એનો જોનારો પરદેશ રે …
મહેંદી રંગ લાગ્યો રે …
 
મહેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મહેંદી રંગ લાગ્યો રે
 
(ગુજરાતી ફિલ્મ - મહેંદી રંગ લાગ્યો)