ગુજરાતી આરતી ભજન - સાંઈ બાવની

Widgets Magazine

saibaba


અનન્ય ભાવે દર્શન દે, રહે દ્રઢ વિશ્વાસે જે.

આપી નાનાને સુશીખ, ભક્તવત્સલ તારી સુ રીત.

ટાળો ભવનાં પાપ મહાન, નમું નમું ઓમ સાંઈ સાક્ષાત.

અંતર જ્ઞાને જાણી વાત, લૂટાતા જન-વન મોઝાર.

કશીરામ ની કીધી વહાર, ધન્ય પ્રભુ તમે દીધી સહાય.

ભક્તોને દીધું ભાન, છે સાંઈ ગુરુ ધોળપ જાણ.

આપી બુદ્ધિ દ્વિજ સુજાણ, આપ્યું તેને પૂર્ણ જ્ઞાન.

હારી આઠે ઘર મેઘો એક, યવન સાઈ ન દેખે છેક.

આપી પરચો ત્યાં તત્કાળ, બન્યા શંકર રૂપ સાક્ષાત.

રમ્દાશી મંડળીની સતી, કીધી તે પર કૃપા હરી.

બની તે પ્રભુ સીતાપતિ, દીધા દર્શન રઘુપતિ.

પછી ભર્તાનો ઝાલ્યો હાથ, સંશય નો તેં કીધો ઘાત.

કૃપા કરી દર્શન દીધું, રામદાસ નું રૂપ જ લીધું.

પત્ની અખંડ કરી જાણ, ભોજન કરતી'તી નિજધામ.

શ્વાનરૂપે પ્રગટ્યા તાત, ભોજન કરી થયા છો તૃપ્ત.

ઉગારવા બાળક લુહાર, ધર્યો હસ્ત અગ્નિએ કરાળ.

અંતરજ્ઞાને જાણી ગયા ગત્ય, એવી સાંઈ અકળ.

અશરણ શરણ અત્રીકુમાર તત્વમસિએ પૂર્યા સાર.

અનંત કોટી બ્રહ્માંડે નાથ, વિચરતો યોગી સાક્ષાત.

ક્ષર અક્ષર માં તારો વાસ, નથી રહી કોઈ મતિ ભ્રાંત.

પામ ગતિ તો તું છે ઈષ્ટ, શંકા નથી એ તો સિદ્ધાંત.

મંગળકારી સાંઈ સ્વરૂપ નમું ભક્ત વત્સલ પ્રભુ રૂપ.

સત્ય જાણી તુજ સ્વરૂપ સમરતા પ્રગટે જ્યોતિરૂપ.

વંદુ મંગળકારી ઈશ, કર જોડી નમાવું શીશ.

આશ અંતરે પૂરી કરો, ભક્ત તણાં દુઃખ ક્ષણમાં હરો.

રોકડીયો તુજ છે વ્યહવાર, ન રાખે કોઈનુંય ઉધાર.

જેનું તેનું ચૂકવો તુર્ત, અનુભવ્યું તમારું વ્રત.

વ્રત પાડીને દેખાડયું બાયેજાબાયનું ઋણ ચુકવ્યું.

તાત્યા ઉઠી ઊભા થયા તે માટે સાંઈ નિર્વાણ થયા.

શ્રદ્ધા ધીરજ મહાન મંત્ર તે ફૂંક્યો જાણું છું સંત.

ટાળો જગત ના પાપો નાથ, કર ગ્રહી ને મારો તાત.

સ્વયંભુ પ્રભુ પ્રાણાધાર, તેજોમયના તેજ ઓંકાર.

માયાબીંબ ના વશ કરનાર, જ્ઞાની સિદ્ધ સનાતન તાત.

સમર્થ સદગુરુ સાંઈનાથ, શરણાગત વત્સલ ભગવાન.

સુખહર્તા દુ:ખહર્તા સાંઈ, છે જ્ઞાની નો અત્મા સાંઈ.

દુ:ખ દારિદ્રય દૂર કરો, દીનદયાળુ દયા કરો.

તન મન ધન અર્પું હું હરી, નવ રહે વેરી કોઈ અહીં.

નિષ્કામ પ્રેમ થી રાજુ થઈ, ભક્તોને દીધી આ મતિ.

પ્રેમે વાંચો એકનાથી ભાગવત, વાંચો ગીતા જ્ઞાનેશ્વરી.

શ્રદ્ધા રાખી કરીએ ગાન,સાંઈ ચરણ માં ધરી ધ્યાન.

પ્રાતઃ બપોરે સાયંકાળ, ભજો બાવની ભાગે કાળ.

સાંઈનાથ ના પૂજન પાઠ, કરો એકલા કે સહુ સાથ.

તો હરિચરણ માં રાખે નાથ, જય જય ગુરુ સાંઈનાથ.

 

બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જય

 

 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

હિન્દુ

news

પૂજન કરતા સમયે ધ્યાન રાખો આ 11 વાતો , મળશે ભગવાનની કૃપા

હિંદુ પરિવારોમાં રોજ દેવી-દેવતાઓના પૂજન કરવાની પરંપરા છે . અને પૂજા પાઠ હિન્દ્ય ધર્મના ...

news

મંદિરમાં ચરણામૃત કેમ આપવામાં આવે છે

ચરણામૃત બે શબ્દોથી મળીને બને છે. ચરણ અને અમૃત. જેનો સીધો અર્થ થયો - ભગવાનના ચરણોમાં અમૃત. ...

news

જાણો અમરનાથ યાત્રાનું શુ રહસ્ય છે ?

પુરાણોમાં ઉલ્લેખ છે કે એકવાર માં પાર્વતીએ ખૂબ ઉત્સુકતા સાથે દેવાધિદેવ મહાદેવને પ્રશ્ન ...

news

આ 8 વસ્તુઓ દાન કરવાથી આખુ જીવન શુભ ફળ મળે છે

દાનથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે અને સાથે જ જાણતા અજાણતા કરેલા પાપ કર્મોના ફળ પણ નષ્ટ થઈ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine