શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. ગુજરાતી આરતી સંગ્રહ
Written By દેવાંગ મેવાડા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:22 IST)

લક્ષ્મી માતાની આરતી

જય લક્ષ્મીમાતા મા જય લક્ષ્મીમાતા,
ભક્તોનાં દુઃખ હરતાં, ભક્તોનાં દુઃખ હરતાં,
પ્રગટ્યાં પૃથ્વી માં... જય લક્ષ્મી....

તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું સાવિત્રી મા,
પાપીનાં દુઃખ ધોતી, પાપીનાં દુઃખ ધોતી,
તું મહાલક્ષ્મી માં... જય લક્ષ્મી....

ધરીને ચંડીરૂપ ચંડમુંડ માર્યા મા,
દેવોનું દુઃખ, હરિયું દેવોનું દુઃખ હરિયું,
પાપીને તાર્યા માં... જય લક્ષ્મી....

યુદ્ધે ચડિયાં ખડ્ગ ધરીને મા કાલિકા,
રોળ્યો મહિષાસુરને, રોળ્યો મહિષાસુરને,
દૈત્યકુળ સાથે માં... જય લક્ષ્મી....

દુઃખ બહુ દેતા દેવોને નિશુંભશુંભ પાપી,
સંહારીને માતા, સંહારીને માતા,
મુક્તિ તો આપી... જય લક્ષ્મી....

અનેક એવા ભક્ત તાર્યા ભાવ થકી મૈયા,
અમને પણ અર્પોને, અમને પણ અર્પોને,
મહાદેવી, સુમતિ... જય લક્ષ્મી....

ધરતી અનેક રૂપ ભક્તો કાજે મા,
સુખસંપત્તિ સહુ દેતાં, સુખસંપત્તિ સહુ દેતાં,
ત્રિભુવન સુખદાતા... જય લક્ષ્મી....

સ્તુતિ કરીને જે ભક્ત આરતી ગાશે મા,
મુક્તિને તો પામી, મુક્તિને તો પામી,
મા પાસે જાશે... જય લક્ષ્મી....