શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

અરોમા થેરાપી

N.D

અરોમાનો અર્થ છે સુગંધ અને થેરપી એટલે ઉપચાર. એટલે કે સુગંધ દ્વારા ઉપચાર અને આ સુગંધ પ્રાપ્ત કરવાના સાધન છે આપનું મગજ, સ્નાયુતંત્ર, જેની અંદર ઓળખાણ પહેલાથી જ વ્યાપ્ત રહે છે અને સુગંધવાળી વસ્તુઓ હોય છે- ઝાડ, પાન, થડ, મૂળ, તેમજ ફળ અને ફૂલ, શાકભાજી, મસાલા વગેરે વસ્તુઓ હોય છે. જેની અંદર ડિસ્ટીલેશન મેથડ દ્વારા ફળ અને ફૂલોનો અર્ક કાઢવામાં આવે છે, આ જ અર્કને એસેંસિલય ઓઈલ કહે છે અને દરેક અર્કની પોતાની અલગ સુગંધ, ઓળખાણ હોય છે. આ અર્ક દ્વારા જે ઉપચાર કરવામાં આવે છે તેને અરોમા થેરાપી કહેવાય છે.

આનો ઉપચાર કરતાં પહેલાં ઉપરોક્ત મસાજ એટલે કે અરોમા ઓઈલ કે એસેંસિયલ ઓઈલ લગાવવાની રીત. આ તેલ સરળતાથી ત્વચાની અંદર સમાઈ જાય છે અને પોતાનું કાર્ય આરંભ કરી દે છે. અરોમા થેરાપીની અંદર ઉપયોગ થનાર મુખ્ય એસેંશિયલ ઓઈલ-

બેનઝાઈન- શરદી-ઉધરસ, ફ્લૂ, સાંધાનો દુ:ખાવો, તણાવ, માનસિક થાક તેમજ સુકી ત્વચા માટે ફાયદાકારક.
બર્ગમોટ- તૈલીય ત્વચા તેમજ ડાઘવાળી ત્વચા માટે.
ચામોમાઈલ- ઉંઘ ન આવવી, ત્વચાનું સંક્રમણ, એગ્જીમા, દુ:ખ, પીડા, આંખોનો સોજો.
ક્લેરી સેજ- અનિયમિત માસિક ધર્મ, ડિપ્રેશન, ગળામાં સંક્રમણ, ત્વચા રોગ અને ડિપ્રેશનમાં ફાયદાકારક છે.
યૂકેલિપ્ટસ- શરદી, સાઈનસ, ફ્લૂ, ગળાનો સોજો, સાંધામાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો.
જીરેનિયમ- ત્વચા રોગ, તણાવ, ફેશિયલ માટે ઉત્તમ.
લેવેંડર- ખીલ, ડાઘ, સનબર્ન, માથાનો દુ:ખાવો, માઈગ્રેન, કોઈ જંતુ કરડી જવું, બળતરા, ડિપ્રેશન, અપચો, શરદી- ફ્લૂ, ચિડાઈ જવું, ગભરામણ થવી, ચક્કર આવવા, સાધામાં દુ:ખાવો વગેરે તેમજ ફેશિયલ માટે સૌથી ઉત્તમ છે.
ઓરેંજ- કરચલીઓ, તૈલીય ત્વચા, ડાયરિયા, આઘાત, ડર, ડિપ્રેશન, નાજુક ત્વચા તેના માટે ફક્ત એક કે બે ટીંપા પુરતાં છે.
રોજ- ડિપ્રેશન, સ્નાયુતંત્રને આરામ, ઉંઘ ન આવવા પર અસરકારક, અનિયમિત માસિક ધર્મ, તેમજ સુકી ત્વચા માટે ઉપયોગી.
સૈંડલવુડ- ત્વચા રોગ, ઉલટી, ચક્કર, સુકી ઉધરસ, તણાવમાં ઉપયોગી.