શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

કેવી રીતે કરશો તેલની પસંદગી...

N.D
વાળમાં તેલનો પ્રયોગ તો બધા જ કરે છે પરંતુ તેની સાચી પસંદગી અને તેની વિધિથી ઘણાં લોકો અજાણ હોય છે. આજકાલ ટીવી પર મનને લોભી લે તેવી જાતજાતની તેલની જાહેરાતો આવે છે જેને જોઈને આપણે લોભાઈ જઈએ છીએ. અને તેમાંય વળી વાળની મુશ્કેલીઓથી હેરાન થઈ ગયેલા લોકો આવી જાહેરાતો જોઈને નવા નવા તેલનો ઉપયોગ કરે છે. પહેલાં તો આપણે તે સમજી લેવું જોઈએ કે તેલ જ વાળની બધી સમસ્યાઓનું સમાધાન નથી. સમસ્યાના મૂળ કારણનું સમાધાન કરવું જરૂરી હોય છે. ત્યારે જ હેર ઓઈલ તેનો પ્રભાવ દેખાડી શકશે. વાળની સમસ્યાનું મૂળ કારણ હોય છે તેની યોગ્ય સારસંભાળ અને પોષક તત્વોની ઉણપ. આ કારણોને દૂર કરવાની સાથે સાથે યોગ્ય તેલની પસંદગી પણ જરૂરી છે.

તો આવો જાણીએ તેની સમસ્યાઓ અને સમાધાન વિશે. વાળ ખરવા અને અકાળે સફેદ થયા હોય તો કાળા તલનું તેલ જેમાં જડી બુટ્ટીઓ નાંખેલી હોય તે ગુણકારી રહે છે. આ તેલની અંદર ભ્રાહ્મી, ભૃંગરાજ, આમળા, ગુંજા, ખસ, મહેંદી, ચંદન, યષ્ટીમધુ અને જટામાંસી જેવી ઔષધિઓ હોવી જોઈએ.

તલના તેલની અંદર થોડીક માત્રામાં જો નારિયેળનું શુદ્ધ તેલ પણ હોય તો ખુબ જ ગુણકારી રહે છે. એક વાતનું ધ્યાન રાખો કે તેલ સારી ફાર્મસીમાં જ બનેલ હોવું જોઈએ. ઘરમાં બનાવેલા તેલ વિશે નિશ્ચિત રૂપે સાચુ કહેવું શક્ય નથી કે આ વાળ માટે ફાયદાકારક જ હશે. કેમકે સારી ફાર્મસીમાં તાપમાન નિયંત્રણની વ્યવસ્થા હોય છે અને એક યોગ્ય તાપમાન પર જ બનાવેલ તેલમાં જડી બુટીઓની ગુણવત્તા રહે છે.

આ તેલને રાત્રે સુતી વખતે હલ્કા હાથે વાળના મૂળની અંદર લગાવો. અને રાત્રે માથામાં કાંસકો ફેરવ્યાં વિના જ સુઈ જાવ. સવારે ટોવેલને ગરમ પાણીમાં બોળીને વાળ પર લપેટી રાખીને થોડી વાર વરાળ લો અને ત્યાર બાદ આયુર્વેદીક શેમ્પુને થોડીક માત્રામાં લઈને તેને પાણી સાથે ભેળવેની વાળમાં સારી રીતે શેમ્પુ કરી લો. વાળને ધોયા બાદ તેલ ન લગાવશો. વાલને સાફ અને સુકા રહેવા દો. જો વધારે જરૂરત હોય માત્ર હલ્કા હાથે વાળની ઉપર જ તેલ લગાવો પણ વાળના મૂળમાં ન લાગવશો.