શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By નઇ દુનિયા|

ક્રિમનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો...

N.D

ખાસ કરીને મહિલાઓએને કોઈ પણ કોસ્મેટિક્સ પ્રોડક્ટ અને તેના વિશે જેટલુ જાણે છે તેટલું તે તેના ઉપયોગ વિશે નથી જાણતી. આ વાત નાઈટ ક્રિમના સંદર્ભે એકદમ સાચી ઉતરે છે.

આમ તો ચહેરાને સારો દેખાડવા માટે ન જાણે આપણે કેટલુંયે કરીએ છીએ પરંતુ જ્યારે વાત આવે છે કોઈ નવા પ્રોડક્ટને લઈને ત્યારે આપણે તે બિલકુલ ભુલી જઈએ છીએ કે તે આપણા ચહેરા માટે કેટલી યોગ્ય છે. જાણ્યા અને સમજ્યા વિના જ આપણે તેનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દઈએ છીએ. જો કોઈએ એવી માહિતી આપી કે બજારની અંદર આવેલી નવી ક્રિમ કે નવી પ્રોડક્ટ ખુબ જ સારી છે તેને ઉપયોગ કરવાથી મને ફાયદો થયો તો આપણે જરા પણ મોડુ કર્યા વિના તે લાવીને તેનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દઈએ છીએ. પરંતુ તે વાતને નથી સમજતાં કે જે કોસ્મેટિક્સ બીજા માટે યોગ્ય છે બીજાના ચહેરા પર સુટ થાય છે તે આપણા માટે યોગ્ય ન પણ હોય. તે આપણી ત્વચાને સુટ ન પણ કરે. તો કોઈ પણ ક્રીમ કે કોસ્મેટિક્સ કોઈના પણ દેખા દેખી કયારેય ન ખરીદવા.

હવે વાત કરીએ આપણે ક્રિમની તો દિવસે લગાવવાની ક્રિમ અને રાત્રે લગાવવાની ક્રિમની અંદર ઘણું અંતર છે. દિવસે આપણે એટલા માટે ક્રિમ લગાવીએ છીએ કે આપણા ચહેરાને ધૂળ, રજકણો અને જો એસપીએફ યુક્ત ક્રીમ લગાવતાં હોઈએ તો સુર્યના કિરણોથી રક્ષણ મળે. તે દિવસ દરમિયના આપણા ચહેરાને મોઈશ્ચરાઈઝર પ્રદાન કરતી રહે. પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે રાતની વાત જુદી છે. રાત્રે આપણી ત્વચા શ્વાસ લે છે. એટલા માટે તેનો મોટાબોલિક રેટ તીવ્રતમ હોય છે. વિશેષજ્ઞો મુજબ નાઈટ ક્રિમ ત્વચાને કોમળ બનાવે છે સાથે સાથે એજ સ્પોટસ અને રિંકલથી પણ બચાવે છે.

રાત્રે ઉપયોગમાં લેવાતી ક્રિમ ડે ક્રિમ કરતાં વધારે ભારે હોય છે. એટલા માટે તેનું એક ટીંપુ પણ વધારે છે. જો તેનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો તમારી ત્વચા ઓઈલી પણ થઈ શકે છે. સુતા પહેલાં સાધારણ પાણીથી કે ફેસવોશથી તમારા ચહેરાને ધોઈ લો. ત્યાર બાદ નાઈટ ક્રિમનું એક ટીંપુ લઈને તમારા ચહેરા અને ગરદન પર લગાવી દો. આ સિવાય તમે જો કોઈ ઘરેલુ પ્રયોગ કરવા માંગતાં હોય તો લીંબુ અને ગ્લીસરીન મિક્સ કરીને પણ લગાવી શકો છો.