શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

ખીલથી મુક્તિ જોઈએ છે? અજમાવો...

N.D
યુવાસ્થામાં ખીલ થવા તે એક સામાન્ય બાબત છે. આ ઉંમરમાં ચહેરા, ગરદન અને છાતી પર નાની નાની ફોલ્લીઓ થઈ જાય છે અને જો તેને થોડીક પણ છંછેડવામાં આવે તો તે પોતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને વધારે મોટી થઈ જાય છે. આ ફોલ્લીઓ થવાનું મુખ્ય કારણ છે વધારે પડતો તેલવાળો ખોરાક, ચટપટુ ભોજન, વધારે પડતું ગળ્યું અને ખારૂ, વધારે પડતું ઓઈલવાળું, કબજીયાત, ક્રીમ અને દવાઓનો વધારે પડતો ઉપયોગ, ચા, કોફી, આઈસક્રીમ વગેરેનું વધારે પડતું સેવન.

આ માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે ત્વચા અને પેટની ઉપરની સફાઈ જેથી કરીને કીટાણુંને ઉત્પન્ન થવાની જગ્યા જ ન મળે. સારા એવા લીમડાના પાન લઈને તેને પાણીમાં ઉકાળીને તેનો ઉપયોગ કરવાથી પણ તે કીટાણુંને રોકે છે.

ત્વચાના રોગમાં પીએચનું સ્તર નીચું જતું રહેવાથી લોહી દૂષિત થઈ જાય છે જેના લીધે ઝડપથી કીટાણું ઉત્પન્ન થાય છે. ભોજનમાં ક્ષારીય પદાર્થો વધારે પડતાં લેવાથી પીએચ સ્તર જળવાઈ રહે છે. પાણી પણ વધારે પડતાં પીએચને 7.0થી નીચે નથી જવા દેતું. તેથી વધારે પડતું પાણી પીવાથી સંક્રમણની શક્યતા ઓછી થઈ જાય છે. ક્ષારીય પદાર્થોમાં કાચો ખોરાક, મૌસમી ફળો, શાકભાજી, સલાડ, અંકુરિત અનાજ વગેરેનો સમાવેશ થાય છે.

જ્યારે તેલ કોષિકાઓ અને રોમ છિદ્રોમાં રૂકાવટ પેદા થાય છે ત્યારે ખીલ થવાની શરૂઆત થાય છે. દરરોજ લીમડો અને ગુલાબની થોડીક બાફ લેવાથી ચહેરાની ઝડપથી સફાઈ થઈને ખીલ ખત્મ થઈ જાય છે. બાફ લીધા પછી ચહેરાને ઠંડા પાણી વડે ધોઈ લેવાથી ત્વચામાં કસાવ ઉત્પન્ન થાય છે. જો બાફ લીધા પહેલાં ચહેરાની થોડીક માલિશ કરવામાં આવે તો તે ખીલની ફરીથી થવાની શક્યતાને ખત્મ કરીને તેને ફરીથી થતાં રોકે છે.

ચહેરા પર દરરોજ ક્રીમ કે સાબુ લગાડવાની જગ્યાએ કોઈ વખત મુલતાની માટી પણ લગાડો. જો તમારી ત્વચા ઓઈલી હોય તો મુલતાની માટી, ગુલાબજળ અને લીંબુ લગાવો. જો તમારી ત્વચા સુકી હોય તો મુલતાની માટી, મધ, દૂધ તેમજ લીમડો લગાવો. જો તમારી ત્વચા સામાન્ય હોય તો મુલતાની માટી, ચંદન, લીંબુ તેમજ દૂધનો પ્રયોગ કરો. જો ખીલ વધારે હોય તો દરરોજ રાત્રે અડધી ચમચી આમળાનું ચુર્ણ લો અને સવારે 10-12 પાન લીમડાના ચાવીને ખાવ.

વધારે પડતાં ખીલ થતાં હોય તેવી સ્થિતિમાં મનનું સકારાત્મક તેમજ પ્રસન્ન રહેવું ખુબ જ જરૂરી છે જેથી કરીને હાર્મોનનો સ્ત્રાવ યોગ્ય રીતે થઈ શકે. તેને માટે દરરોજ ખુલ્લી હવામાં ફરવું અને યોગસન તેમજ પ્રાણાયમ ઘણાં ફાયદાકારક છે.