ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

ગર્ભાવસ્થામાં સ્કીનની સારસંભાળ

N.D

ગર્ભાવસ્થામાં શારીરિક બદલાવને લીધે મહિલાઓની ત્વચા પર પણ તેની અસર પડે છે. આ દિવસોમાં ઘણી મહિલાઓના ચહેરા અને શરીરની ત્વચા બદરંગ અને ડાઘવાળી થઈ જાય છે તો ઘણી મહિલાઓના ચહેરા પર એક અનોખી ચમક આવી જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન ત્વચાના રંગમાં બદલાવ આવવાનું મુખ્ય કારણ છે શરીરમાં રક્ત સંચાર વધવો, ઘટવો, ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં એસ્ટ્રોજનની માત્રામાં અસંતુલન થઈ જાય છે જેના કારણે ઘણી મહિલાઓના ચહેરા પર ખીલ, ફોલ્લીઓ અને અન્ય ઘણાં પ્રકારની સમસ્યાઓ થાય છે.

* ગર્ભાવસ્થા દરમિયાન સનસ્ક્રીન લોશનનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ કેમકે આ દિવસોમાં ત્વચા ખુબ જ સંવેદનશીલ થઈ જાય છે જેને સુરજની ઘાતક અલ્ટ્રાવાયોલેટ કિરણો રૂખી બનાવી દે છે જેના લીધે ત્વચા બેજાન થઈ જાય છે અને કરચલીઓ પડી જાય છે.

* અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણી કોમળ ત્વચાના તંતુઓને નષ્ટ કરી દે છે જેના લીધે ત્વચાને કેંસર થવાનો ભય રહે છે.

* જો ત્વચાની સરખી રીતે સફાઈ ન થઈ હોય તો ત્વચા મેલી દેખાય છે અને સંક્રમણ થવાનો ભય રહે છે.

* આ દિવસોમાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો અને ક્લીંજરનો ઉપયોગ કરો.

* મુલાયમ સ્ક્રબ દ્વારા પણ સ્કીનની સફાઈ કરી શકો છો.

* આ દિવસોમાં ત્વચાને ગરમ અને મુલાયમ બનાવી રખવા માટે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. જે મહિલાઓની ત્વચા તૈલીય હોય તેમણે એવા મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ જે ઓઈલ બેઈઝ્ડ ન હોય. જળ આધારિત મોઈશ્ચરાઈઝર હલ્કાં હોય છે જે ત્વચાને નરમ અને મુલાયમ રાખવામાં મદદ કરે છે.

* જો તમારી ત્વચા રૂખી હોય તો તમારે તૈલયુક્ત મોઈશ્ચરાઈઝર કે ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ.

* ઘણી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન માથાની અને પગના દુ:ખાવાની તકલીફ રહે છે જેના લીધે તેમને ઉંઘ પણ ઓછી આવે છે આવી સ્થિતિમાં સુતા પહેલાં માથાની અને શરીરની માલિશ ફાયદાકારક રહે છે. તેનાથી ફક્ત માસપેશીઓને જ આરામ નથી મળતો પરંતુ સારી ઉંઘ પણ આવે છે.

* પાણી દ્વારા પણ શરીરમાં સાફ-સફાઈ થાય છે. પાણી શરીરની અંદરના અવશેષાકોને બહાર કાઢવામાં ઘણી મદદ કરે છે. એતલા માટે ત્વચાની સાર-સંભાળ હેતુ નિયમિત રીતે 8 થી 10 ગ્લાસ પાણી પીવો.