ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

ગોરે રંગ પે ન ઈતના ગુમાન કર...

N.D

પોતાના ગોરા રંગ પર ઘમંડ કરનારાઓ ભલેને તેની પર ઘમંડ કરતાં હોય પરંતુ આજના યુવાનો માને છે કે હકીકતમાં કામ તો ગુણ જ આવે છે. રંગ ભલેને પહેલી નજરે આકર્ષણ પેદા કરે પરંતુ જીવનભરના સાથ માટે તો ગુણ જ જરૂરી છે. શરીર પરનો રંગ ફીક્કો પડી શકે છે પણ ગુણોનો રંગ ક્યારેય પણ ફીક્કો નથી પડતો. તો આવો જાણીએ કે આ વિશે આજના યુવાનો શું કહે છે...

બીસીએની એક છાત્રા અર્ચના જૈન કહે છે કે હુ રંગમાં નહિ પણ ગુણમાં વિશ્વાસ ધરાવું છું. કેમકે મનુષ્યની અંદર ભાવનાઓ અને સંવેદનાઓ વધારે મહત્વ રાખે છે ના કે રંગ. લોકો સાથેનો આપણો વ્યવહાર, આપણો એટીટ્યુડ કેવો છે આ બધી વાતો વધારે જરૂરી છે. કેમકે ગોરો વર્ણ હોય અને વ્યવહાર સારો ન હોય તો કોઈ પણ સાથે સંબંધ જાળવી રાખવો ઘણો મુશ્કેલ છે.

અન્ય એક વિદ્યાર્થી સેજલ જણાવે છે કે રંગ-રૂપની જગ્યાએ મનુષ્યના આંતરિક ગુણો વધારે મહત્વના છે. અને વાત જ્યારે જીવનસાથી વિશે આવે છે ત્યારે રૂપ અને જાતિથી દૂર જીવનભર તમારો સાથ નિભાવી શકે અને તમને સમજી શકે તેવા જીવનસાથીની જરૂરત હોય છે. જીવનસાથી એવો હોવો જોઈએ જેની સાથે ભાવનાઓ, લાગણીઓ, સમજદારી, પ્રેમ અને વિશ્વાસને વહેંચી શકીએ.

મેઘા રાઠી કહે છે કે ગોરાપણું અને રંગ-રૂપ તો માણસને એક પ્લેટફોર્મ આપે છે, કોઈને એક ક્ષણભર માટે તમારી તરફ આકર્ષિ શકે છે પરંતુ ગુણો વિના તમે કોઈ પણ ક્ષેત્રની અંદર વધારે લાંબો સમય સુધી ન ટકી નથી શકતાં. ગુણો વિના આપણું વ્યક્તિત્વ હંમેશા અધુરૂ રહે છે પછી ભલે ને આપણે ગમે તેટલા ગુણવાન હોઈએ. જીવનસાથી વિશે પુછતાં તે જણાવે છે કે જીવનસાથી માત્ર બહારના રંગ-રૂપથી જ ભરેલો ન હોવો હોવો જોઈએ પરંતુ તેમાં આંતરિક ગુણો પણ હોવા જરૂરી છે.