શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

ઘરે બનાવો ઉત્તમ માસ્ક

N.D

ત્વચાને સુંદર અને જવાન બનાવી રાખવાનો ઉત્તમ રસ્તો છે 'માસ્ક'. માસ્ક ચહેરાની ત્વચાને અંદરથી પરિવર્તન લાવીને એક નવી ચમક તેમજ આકર્ષણ પેદા કરે છે. એક સારો માસ્ક આપણી ત્વચાની બનાવટની સંરચનામાં પરિવર્તન કરીને તેને વધારે પારભાસી તેમજ રંગ નિખારનારી બનાવી દે છે.

આ ત્વચાને નિર્મળ શોધન કરીને બોઈલ, કાંતિહીન તેમજ જુની ત્વચામાં નવી જાન નાંખી દે છે. આનો યોગ્ય તેમજ નિયમિત રીતે પ્રયોગ કરવાથી ત્વચાના છીદ્રો, કરચલીઓ જેવી સમસ્યાઓ પુર્ણ થઈ જાય છે. મેડિકેટેડ માસ્કથી બચવું જોઈએ.

બજારની અંદર ઘણાં પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે. પોતાની ત્વચાને અનુરૂપ સાચા માસ્કની પસંદગી કરીને તેનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. તમે જો ઈચ્છતા હોય તો તમારા ઘરેલુ વસ્તુઓથી માસ્ક બનાવી શકે છે. અહીંયા ઘરેલુ માસ્ક બનાવવાની વિધિ આપવામાં આવી છે-

સુકી ત્વચા માટે- ઈંડાના પીળા ભાગને અડધી ચમચીમાં મધા ભેળવો તેમજ એક ચમચી દૂધ દૂધ પાઉડર તેમાં નાંખીને પેસ્ટ બનાવી લો અને આને વીસ મિનિટ સુધી મોઢા પર લગાવી રાખીને પાણીથી ધોઈ લો.

ઓઈલી ત્વચા માટે- ઈંડાના સફેદ ભાગને અડધી ચમચી મધની સાથે ભેળવીને તેમાં અડધી ચમચી લીંબુનો રસ ભેળવીને પેસ્ટ બનાવી લો. આને ચહેરા પર વીસ મિનિટ સુધી લગાવી રાખો પછી ચહેરાને પાણીથી ધોઈ લો.

ઉંડા છીદ્રોવાળી ઓઈલી ત્વચા- જવન લોટની સાથે દૂધમાં થોડા લીંબુના ટીપા તેમજ મુલતાની માટી મિલાવીને પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને નિયમિત રીતે ચહેરા પર લગાવો. મુલતાની માટી માસ્કનું કામ કરે છે. ઓઈલી અને મિક્સ સ્કીન માટે ઓઈલી ત્વચા

તડકાથી કરમાઈ ગયેલી ત્વચા માટે લીંબુને દૂધમાં ભેળવીને સાફ કોટન વડે ચહેરો સાફ કરી લેવો.

કાળા મસાવાળી ત્વચા- ઈંડાની સફેદીને જ્યારે લોટમાં ભેળવીને પેસ્ટ બનાવીને ધીરે-ધીરે ચહેરા પર અડધો કલાક સુધી લગાવી રાખો ત્યાર બાદ તેને રગડતાં રગડતા કાઢી નાંખો.

બધી જ પ્રકારની ત્વચા માટે- કાકડીની પેસ્ટ બનાવીને તેને આખા ચહેરા પર લગાવી લો. કાકડીનો રસ ખાસ કરીને ચહેરા પર અને આંખોની ત્વચાની આસપાસ વધારે ફાયદાકારક છે. કાકડી જ્યા એક તરફ ચહેરાની ત્વચામાં કસાવટ લાવે છે ત્યાં બીજી બાજુ તે ત્વચાને ઠંડક પણ પહોચાડે છે.