શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

જો જો મોઈશ્ચરાઈઝર લગાવવાનું ન ભુલતાં....

N.D

શિયાળાની ઋતુમાં ત્વચા એટલા માટે સુકી થઈ જાય છે કેમકે ઠંડી હવા ત્વચાની નીચેની નમીને શોષી લે છે. ત્વચાની અંદર નમીની ઉણપ આવવાને લીધે ચહેરાની બહારની ત્વચા ખેંચાઈને ફાટવા લાગે છે. નમીનું સુરક્ષા કવચ હટી જવા પર અંદરની ત્વચા પણ મૌસમની માર માટે સામી આવી જાય છે. આવી સ્થાયી અને અસ્થાયી ત્વચા પર કરચીલો પડવાનો પણ ભય રહે છે. એટલા માટે તમારી સ્કીન કોઈ ઘરડી ડોશી જેવી દેખાય છે.

આને માટે સર્વશ્રેષ્ઠ છે મોઈશ્ચરાઈઝર. તે તમારા સ્કીનની નમીને પાછા લાવવાની સાથે સાથે ધૂળ, માટી, તડકો, પ્રદુષણની તીખી મારથી પણ બચાવી લે છે. ડ્રાય સ્કીન માટે મોઈશ્ચરાઈઝર ખુબ જ મદદગાર સાબિત થાય છે અને ઓઈલી સ્કીન માટે ઓઈલ ફ્રી મોઈશ્ચરાઝર ઉપયોગમાં લેવામાં આવે છે.

મોઈશ્ચરાઝર બે પ્રકારના હોય છે- એક છે પાણીની અંદર ઓઈલ ઈમલ્શનથી તૈયાર થાય છે અને બીજુ છે જેને ઈમલ્શનથી પાણીમાં તૈયાર કરવામાં આવે છે. તો તમારી ત્વચાને મેચ થતા અહીં આપેલ યોગ્ય મોઈશ્ચરાઝરનો ઉપયોગ કરી શકો છો- સામાન્ય ત્વચા માટે વોટરબેઝ મોઈશ્ચરાઝર જેની અંદર થોડુક પાણી પણ ભળેલું હોય તેને યોગ્ય માનવામાં આવે છે. સંવેદનશીલ અને વધારે સુકી ત્વચા માટે વધારે તેલવાળું મોઈશ્ચરાઝર ઉપયોગમાં લેવાય છે.

મોઈશ્ચરાઝર તે છે જે નમી જાળવી રાખવાની સાથે સાથે મૃત કોષોની જગ્યાએ નવા કોષો પેદા કરે છે. તેની અંદર એવા સક્રિય તત્વો હોવા જોઈએ જે પોષણની સાથે સાથે વિટામીંસ, મીનરલ્સ અને ખનિજની આપૂર્તિ પણ કરે.