ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

બ્લીચ દ્વારા સુંદરતા વધારો

N.D
સુંદર દેખાવવુ કોને નથી ગમતુ ? એમાય છોકરીઓ માટે સુંદરતા ઘણી જ મહત્વની છે. સુંદર અને ચમકતી ત્વચા માટે તેઓ બધા ઉપાયો અજમાવે છે. ફેશિયલ, બ્લીચ, સ્કીન ટ્રીટમેંટ વગેરે કરાવવુ તો આજકાલ સામાન્ય થઈ ગયુ છે.

ચહેરાને સાફ અને આકર્ષક બનાવવા માટે 'બ્લીચ' એક સારો ઉપાય છે.

બ્લીચ આપણા ચહેરાની રુંવાટીઓને દૂર કરવાની સાથે સાથે ત્વચામાં પણ સોનેરી ચમક લાવે છે. બ્લીચ ત્વચાને કોમળ બનાવવાની સાથે સાથે તેનુ પોષણ પણ કરે છે. બ્લીચની વધુ એક સારી વાત છે એક આનો ઉપયોગ સરળતાથી ઘરે જ પણ કરી શકાય છે.

બ્લીચનો ઉપયોગ હાથ, પગ અને પેટ પર પણ વેક્સનો વિકલ્પના રૂપમાં કરી શકાય છે.

કોઈ પાર્ટીમાં જવું હોય તો વિવાહ સમારંભમાં ફટાફટ તૈયાર થવા માટે બ્લીચ શ્રેષ્ઠ ઉપાય છે.

આજકાલ બજારમાં ઘણા પ્રકારની કંપનીઓના બ્લીચ મળી રહે છે, જેના ટ્રાયલ પેકનો ઉપયોગ કરી તમે તમારી સ્કીન પર અજમાવી શકો છો.
N.D

બ્લીચનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો -

- બ્લીચ લગાવતી વખતે આંખ પર લાગી જાય તો નુકશાન દાયક છે. તેથી બ્લીચનો ઉપયોગ આંખો,આઈબ્રો અને માથાના વાળ પર ન કરો.

- બ્લીચમાં એમોનિયાનું પ્રમાણ નિર્દેશ મુજબ જ ભેળવો. તેમા એમોનિયાની અધુ માત્રા તમારા ચહેરાને નુકશાન પહોંચાડી શકે છે.

- ક્રીમ અને પાવડરનો પ્રથમ ઉપયોગ પહેલા કોણી પર કે અન્ય જગ્યાઓ પર લગાવીને જુઓ.

- જો તમને ત્વચા પર વધુ બળતરાં થાય તો મિશ્રણમાં ક્રીમની માત્રા વધારો.

- હંમેશા બ્રાંડેડ કંપનીની જ બ્લીચનો ઉપયોગ કરો.

- બ્લીચનો વધુ ઉપયોગ તમારી ત્વચા માટે નુકશાનદાયી બની શકે છે.