શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By નઇ દુનિયા|

શિયાળાનો વિશેષ બ્યુટી પેક

N.D
શરદ ઋતુ શરૂ થતા જ બહારી ત્વચા પર સૌથી પહેલા અસર જોવા મળે છે. ત્વચામાં સંકોચાયેલી, બળતરા થવી, ખંજવાળ આવવી, ખુરદુરી લાગવી જેવા લક્ષણો જોવા મળે છે. જો ઋતુ બદલતા જ આપણે ત્વચા તરફ થોડુ ધ્યાન આપીએ તો કોઈ નુકશાન થતુ નથી. જો તમે થોડુ ધ્યાન આપો તો તમારા કિચનમાં જ ઘણા પ્રકારના સોદર્ય પ્રસાધનો પદ્યા છે, જેનો ઉપયોગ કરી તમારી સુંદરતાની માવજત કરી શકો છો

ચહેરા માટે લે

બેસન-દહી, લીંબૂ પેક - 2 ચમચી જવનો લોટ, મસૂરની દાળનો લોટ અથવા બેસન લીને તેમાં લીંબૂનો રસ ભેળવો. પછી તેને ઘટ્ટ કરીને તેમા દહી અથવા છાશ મિક્સ કરી આખા ચહેરા પર અને ગરદન પર લેપ કરો. 20 મિનિટ સુધી રહેવા દો. પછી ચહેરો કુણા પાણીથી ધોઈ નાખો. જેનાથી ત્વચા ચમકીલી અને મુલાયમ રહેશે.

મલાઈ-લીંબુ પેક - 2 ચમચી દૂધની મલાઈમાં લીંબુનો રસ નાખી આ લેપને ત્યાં સુધી ચહેરા પર અને ગરદન પર ઘસો જ્યા સુધી ઘી જેવી ચિકાશ ન બની જાય. પછી સાધારણ ગરમ પાણીથી ચહેરો ધોઈ નાખો. આનાથી ત્વચાની સફાઈ થઈને ચહેરાની ચમક વધી જાય છે.

હળદર-ચંદન પેક - થોડી હળદર, ચંદનનો ભૂકો, કપૂર અને થોડા ટીપા સરસિયાનુ તેલમાં થોડુ બેસન મિક્સ કરી પેક તૈયાર કરો. પછી થોડુ પાણી મિક્સ કરી લેપને ચહેરા અને ગરદન પર લગાવો. સૂકાયા પછી ચહેરો કુણા પાણીથી ધોઈ નખો. ત્વચા ચંદન જેવી ચમકી જશે.

લીંબૂ-મધનુ પેક - થોડા ગરમ દૂધમાં એક ચમચી મધ નાખીને ફેટી લો. પછી તેમા થોડો લીંબૂનો રસ નાખી દો. આ ફેસ પેક મોશ્ચરાઈઝરનુ કામ કરશે અને થોડા દિવસોમાં જ સૂકાયેલી ત્વચામાં ચમક આવશે.

પગ માટે - ગરમ પાણીમાં મીઠુ અને સોડા નાખી દો. તેમા પગને ડૂબાવી 10 મિનિટ બેસી જાવ. પગનો થાક દૂર થઈ જશે. આ ઉપરાંત પગમાં જામેલી માટી-ધૂળ ફૂલીને ઉપર આવી જશે. પછી કોઈ સોફ્ટ બ્રશથી રગડીને તેને સારી રીતે સાફ કરો. આવુ કરતા રહેશો તો તમારા પગની સુંદરતા ક્યારેય ઓછી નહી થાય.

આંખો માટે - એક પ્યાલા ગરમ પાણીમાં એક ચમચી ચાની પત્તી નાખીને થોડીવાર મુકી રાખો. થોડીવારમાં ચા ની પત્તી ફુલી જશે. તેને હાથથી મસળીને પાણીને બીજા કપમાં ગાળી લો. આ પાણી થોડીવાર ફ્રીજમાં મુકો. ઠંડુ થયા પછી આંખોની નીચે અને પાંપણ પર રુ ડુબાળીને ધીરે ધીરે લગાવો. થોડા દિવસ સતત પ્રયોગ કરવાથી આંખો નીચેના કાળા કુંડાળા મટી જાય છે.