Widgets Magazine
Widgets Magazine

તલ ભવિષ્ય - સ્ત્રીના શરીર પરનું તલ તેનુ ભાગ્ય નક્કી કરે છે

ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (10:45 IST)

Widgets Magazine
mole on women body


કાજળનું ટપકું તો એકવાર ભૂંસી પણ શકાય છે. પણ ચહેરાના તલ અથવા તો શરીરના કોઈ પણ અંગના તલ દીર્ઘકાળ સુધી અથવા તો મરે ત્યાં સુધી વ્યક્તિના શરીર પર દેખા ય છે. અત્યાર સુધી સ્ત્રીની સુંદરતા વિશે જ આપણે બોલતા રહ્યા પણ તલથી  સ્ત્રીના તલ ભવિષ્ય વિશે આપણે જોઈશું.

tal 1
૧) જે સ્ત્રીના કપાળમાં બંને ભ્રમર વચ્ચે કાળો અથવા લાલાશ પડતો તલ અથવા મસો હોય તો તે સ્ત્રી સુખી અને વૈભવી જીવન જીવે છે. આવી સ્ત્રી પોતાના ભાગ્યથી પિતાને અને પતિને ધનવાન કરતી હોય છે.
 
૨) જે સ્ત્રીના કપાળ પર તલ હોય એને પુત્ર સંતતીનો લાભ મળે છે. આવી સ્ત્રી દયાળુ, ધર્મ પરાયણ અને ગૃહકાર્યમાં કુશળ હોય છે.
 
૩) જો કોઈ સ્ત્રીના નાકના અગ્રભાગ પર અથવા નાકની નીચે લાલાશ પડતો તલ હોય તો ઉચ્ચ પદ અથવા તો ગવર્મેન્ટમાં સારી પોઝિશનવાળા પુરુષ સાથે વિવાહ થાય છે અને એ રાજકારણી જેવું ઐશ્ર્વર્ય ભોગવે છે.
 
૪) ડાબો કાન, કપાળ અને ગળાની ડાબી બાજુ જો તલ અથવા મસો હોય તો તે સ્ત્રીને પ્રથમ સંતાન પુત્ર થાય છે.
 
૫) જે સ્ત્રીના ગળા પર કોઈ પણ હોઠ પર અથવા જમણા હાથના કાંડા પર તલ ચિહ્ન હોય તો તે સ્ત્રીના બધા પુત્રો ઉચ્ચ પદ પર હોય છે. આ ઉચ્ચ પદ નોકરીમાં અથવા રાજકારણમાં પણ હોય શકે છે.
 
૬) જે સ્ત્રીના ડાબા ગાલ પર કાળો તલ અથવા મસો હોય તો તે ઉત્તમ રસોઈ બનાવનાર તેમ જ જુદા જુદા પ્રકારના ભોજન કરાવનાર અને કરનાર પણ હોય છે.
 
૭) જે સ્ત્રીની ભ્રમરની વચ્ચોવચ જો કોઈ મસો હોય તો તે સ્ત્રીને ઉચ્ચ પદ મળતું હોય છે. પછી તે સામાજિક, રાજકીય, શિક્ષણ અથવા નોકરીના ક્ષેત્રમાં પણ હોઈ શકે છે.
 
૮) ડાબી બગલમાં કાળો અથવા લાલ રંગનો તલ હોય તો આવી સ્ત્રીનું જીવન સમૃદ્ધ હોય છે. આવી સ્ત્રી સાહિત્ય અથવા કલાક્ષેત્રમાં સારું નામ મેળવે છે.
 
૯) કમર નીચે ડાબી પાછળની બાજુ જો તલ હોય તો તે સ્ત્રી પૌત્ર, પ્રપોત્ર જોવા સુધીનું આયખું જીવે છે.
 
૧૦) જો કોઈ સ્ત્રીના ગુપ્તાંગ પાસે તલનું ચિહ્ન હોય તો રાજકારણી જેવું સુખ ભોગવે છે. આવી સ્ત્રીની ક્ધયા અથવા પુત્ર દુનિયામાં વિશેષ કીર્તિ મેળવે છે. આ સ્ત્રીથી શરૂ થનાર વંશવેલો પચ્ચીસ પેઢી સુધી ચાલે છે. અને આ કુટુંબના બધા જ સ્ત્રી પુરુષ કર્તબગાર હોય છે.


વધુ જાણવા આગળ વાંચો 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

નારી સૌદર્ય

news

કેવું છે તમારો ચેહરાનો શેપ લગાવો કેવા ચાંદલા

બ્યૂટી- ચાંદલા મહિલાના શ્રૃંગારમાં સૌથી મુખ્ય ગણાય છે. ટ્રેડિશનલ આઉટફોટ્સ હોય કે ...

news

Exam Time : બાળકોને ખવડાવો આ 15 ફૂડ, તેમનુ મગજ દોડવા માંડશે

વર્તમાન દિવસોમાં સ્ટુડેંટ્સ અભ્યાસમાં વ્યસ્ત છે અને એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. બાળકોના ...

news

બસ 3 દિવસ અપનાવો આ Tips, ફાટેલી એડીયો મુલાયમ બનશે

ફાટેલી એડિયો, આ જોવામાં ખૂબ ખરાબ લાગે છે અને સાથે સાથે પગની સુંદરતાને પણ બગાડી નાખે છે. ...

news

1 મહીનામાં વાળ લાંબા કરવા ફૉલો કરો આ ટિપ્સ

આ જે અમે તમને એક મહીનામાં વાળ લાંબા કરવાના ટીપ્સ જણાવી રહ્યા છે આ ટિપ્સ અજમાવીને તમાર વાળ ...