શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે જરૂરી છે બોડી સ્ક્ર્બ

સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે જરૂરી છે બોડી સ્ક્ર્બ

શા માટે  જરૂરી છે બૉડી સ્ક્ર્બ 
 
જો તમે  ધ્યાન આપશો તો જોશો કે આપણા ઘરમાં જ 90 ટકા ધૂળ હોય છે. જે મૃત કોશિકાનું કારણ બને છે. શરીર પર રહેલા ડેડ સેલ્સ ચેહરાની ચમકનો  નાશ કરે છે.  આથી સમયે પર બોડીની સફાઈ કરવી જરૂરી છે. સોફ્ટ અને શાઈની ત્વચા માટે સ્ક્ર્બ જરૂરી છે. 
બૉડી સ્ક્ર્બના લાભ 
 
સ્ક્ર્બ ઘણા લાભકારી છે. આ બૉડીના ડેડ સેલ્સ દૂર કરે છે. ત્વચામાં લોહીનું સંચાર કરે છે. સ્ક્ર્બથી ત્વચા તાજી અને કોમળ બને છે. અઠવાડિયામાં બે વાર સ્ક્ર્બ કરવો જોઈએ. 
 
બદામ સ્ક્ર્બ 
 
બદામ સ્ક્ર્બ ચેહરા પર કરવું ઘણુ ફાયદાકારી છે .એમાં રહેલ વિટામિન ઈ ચેહરાને પોષણ આપે છે. એક મોટી ચમચી વાટેલી બદામમાં થોડું દૂધ મિક્સ  કરી પેસ્ટ બનાવી લો એને સ્નાન કરતાં પહેલાં શરીર પર લગાવું અને સ્ક્રબ  કરવો . તે પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.તમારી સ્કીન મુલાયમ થઈ જશે. જો તમારી પાસે  અખરોટ પાવડર છે તો એને પણ પેસ્ટમાં મિકસ કરી લો.  
 
જવ લોટ અને મધ સ્ક્ર્બ 
 
ત્વચાને અંદરથી પોષણ અને માઈસ્ચર આપવા મધનો પ્રયોગ કરવો જોઈએ. જ્યારે તમે ઉતાવળમાં હોય તો આ સ્ક્ર્બ પ્રયોગ કરી શકો છો. એના માટે તમે જવનો લોટ અને મધનું પેસ્ટ બનાવી શરીર પર લગાવો અને થોડીવાર પછી ધોઈ લો. આનાથી ઈંસ્ટેટ ગ્લો આવશે. 
 
કૉફી બૉડી સ્ક્ર્બ 
 
કૉફી સ્ક્ર્બ ત્વચામાં ચમક લાવે છે. એ માટે ટર્મિનાડો રૉ શુગર ,જેતુનનુ  તેલ ત્રણ ચમચી ,ગ્રાઉંડ કૉફી લો. એને સારી રીતે મિક્સ કરી .એને લેતા પહેલા કુણા પાણીથી સ્નાન કરવુ જેથી શરીરના બધા રોમ છિદ્ર ખુલી જાય .સ્નાન  પછી પૂરા શરીર આ પેસ્ટ ગોળાકારમાં પૂરા શરીર પર ઘસવું પછી શાવર લો.