બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 24 નવેમ્બર 2016 (21:20 IST)

આવા પુરૂષો હોય છે સ્ત્રીઓના આકર્ષણનું કેન્દ્ર

સ્ત્રીઓના આકર્ષણનું કેન્દ્ર બનવા માટે જે પુરૂષ પોતાની રહેવાની સ્ટાઈલ પર વધુ સચેત રહે છે તેઓ જાણી લે કે હકીકત શુ છે. શુ સાચે જ સ્ત્રીઓ પુરૂષોની રહેવાની સ્ટાઈલથી આકર્ષાય છે ?  ઓસ્ટ્રેલિયામાં થયેલ એક શોધ મુજબ સૌ કરતા જુદી રીતે રહેનારા પુરૂષો તરફ મહિલાઓ વધુ આકર્ષિત થાય છે. 
 
સૌથી અલગ દેખાવવાના અનેક છે ફાયદા 
 
અભ્યાસકર્તાઓ મુજબ પોતાના અભ્યાસ દરમિયાન જોવા મળ્યુ કે જે સ્થાન પર ક્લીન શેવ પુરૂષોની વધુ હોય છે એ સ્થાન પર સ્ત્રીઓ દાઢી અથવા મુંછવાળા પુરૂષોને વધુ પસંદ કરે છે. જ્યારે કેજે સ્થાન પર મુંછ કે દાઢીવાળા પુરૂષોની અધિકતા હોય છે ત્યા ક્લીન શેવ પુરૂષોને મહિલાઓ વધુ પસંદ કરે છે. 
 
આનાથી ઊંધુ એવુ માનવામાં આવ્યુ છે કે મોટાભાગે સ્ત્રીઓ પોતાના પહેરવેશ અને સ્ટાઈલ તરફ જે પુરૂષો ઓછુ ધ્યાન આપે છે તેમની તરફ સ્ત્રીઓ વધુ આકર્ષાય છે. 
 
આ પહેલા યૂરોપીય પહેરવેશ પર આધારિત કેટલીક અન્ય શોધોમાં જોવા મળ્યુ કે ડાર્ક સોનેરી રંગના પ્રુરૂષો મહિલાઓના આકર્ષણનું કેન્દ્ર વધુ બને છે જ્યારે કે પુરૂષોના આકર્ષણનું કેન્દ્ર એ સ્ત્રીઓ વધુ હોય છે જેમનુ રગરૂપ તેમના કોઈ પરિચિત સાથે મેળ ખાતુ ન હોય. 
 
 
પુરૂષોના દેખાવને લઈને આ પહેલો અભ્યાસ છે. આ અભ્યાસ રોયલ સોસાયટી જર્નલ બાયોલોજીકલ પેપરમાં પ્રકાશિત થયો છે.