શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Beauty tips- હાથ અને ત્વચાને મુલાયમ બનાવા માટે

પહેલાના જમાનામાં કોઇ પણ પ્રકારના કોસ્મેટીક્સ નહોતા. છતાં પણ તેમના ચહેરા કેટલા સુંદર અને તેજસ્વી હતાં. તેનું કારણ કે તેઓ ઘરેલું નુસખાઓ અજમાવતાં હતાં. તો આવો તેમાંનાં કેટલાંક નુસખાં અહીં પણ આપ્યાં છે. જે તમે અજમાવી શકો છો.
 
 


હેંડ લોશન :

એક ચમચી બદામ ઓઈલ, એક ચમચી પેટ્રોલીયમ જેલી, એક ચમચી સોફ્ટ શોરટીનીંગ, ત્રણ ચમચી લિનોલિન, બે ચમચી ગ્લીસરીન, એક ચમચી લીંબુનો રસ આ બધાને ખુબ જ સારી રીતે મિલાવીને તેને એક કાચની શીશીમાં ભરી લો. હાથ ધોઈને આ લોશન લગાવો. આનાથી હાથ મુલાયમ રહે છે.

એસ્ટ્રીંજન્ટ :

ચાર ચમચી કકડીનો રસ અને બે ચમચી ગાજરનો રસ સારી રીતે મિલાવી લો આ ચહેરા પર ફ્રેશનરનું કામ કરે છે.

હેન્ડ એંડ બોડી લોશન :

ગુલાબજળ, બે ચમચી ગ્લીસરીન, અડધી ચમચી સરકો, અડધી ચમચી મધ, બધાને ખુબ જ સારી રીતે મિલાવીને એક શીશીમાં ભરી લો. આનાથી ત્વચા સાફ તેમજ મુલાયમ રહે છે.