શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (16:22 IST)

Beauty- વાળ અને ચેહરા માટે બેસ્ટ છે Bhindi

ભીંડા ખાવામાં બધાને સ્વાદિસ્ટ લાગે છે . આ આરોગ્ય માટે બહુ લાભદાયક હોય છે. તેમાં ફાઈબર, વિટામિન સી, વિટામિન એ, કેલ્શિયમ, પોટેશિયમ આયરન મેગ્નેશીય અને ફાસ્ફોરસ જેવા પૌષ્ટિક તત્વ હોય છે. આરોગ્યના સિવાય આ સ્કિન અને વાળ માટે પણ ખોબ લાભકારી છે. ભિંડાને માશ્ચરાઈજર અને માસ્ક 
બનાવીને ઘરમાં સરળતાથી ઉપયોગ કરી શકાય છે. 
1. કરચલીઓ-
ભિંડા ચેહરાની કરચલીઓને દૂર કરવાનો કામ કરે છે. આ બહુ સારું સ્કિન માશ્ચરાઈજર છે. તેનું માસ્ક બનાવા માટે 2-3 ભિંડાને બ્લેંડરમાં વાટીને તેનું પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને 15-20 મિનિટ સુધી ચેહરા પર લગાવીને પાણીથી ધોઈ લો. 
 
2. ટેનિંગ-
વધારે મોડે સુધી તડકામાં રહેવાથી સ્કિન કાળી થઈ જાય છે. તેને દૂર કરવા માટે ભિંડાનું માસ્ક લગાવો. આ ત્વચાના ડાઘ હટાવીને સ્કિનને ખૂબસૂરત બનાવે છે. 

3. ફેસ જેલ -
ભિંડાના ફેસ જેલી બનાવા માટે તેને કાપીને સાફ પાણીમાં અડધા કલાક સુધી રાખવું. તે પાણીને કૉટનની મદદથી ચેહરા પર લગાવો. જ્યારે જેલી સૂકી જાય તો ચેહરાને પાણીથી ધોઈ. તેમાં રહેલ વિટામિન સી અને કરચલીઓને હટાવીને સ્કિનને ખૂબસૂરત અને સ્વસ્થ બનાવે છે. તેનાથી ત્વચાથી સંકળાયેલી બહુ પરેશાનીઓ પણ દૂર હોય છે. 
 
4. ખોડો 
ભિંડાની સાથે લીંબૂનો રસ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. તેને વાળ પર લગાવાથી છુટકરો મળે છે. 
 
5. વાળમાટે લાભકારી 
ભિંડાથી વાળ પણ ચમકદાર બને છે. સમારેલી ભિંડાને પાણીમાં ઉકાળી તેને ઠંડું થવા દો. હવે તેને ગાળીને અડધી ચમચી લીંબૂનો રસ મિકસ કરો અને રે પાણીથી વાળ ધોવું. તેનાથી ડેંડ્રફ ઓછું થશે અને વાળ લાંબા થશે.