ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

આ છે સ્ટ્રેચ માર્ક દૂર કરવાના Best gharelu upaay

બ્યુટી-ટીપ્સ- આ છે સ્ટ્રેચ માર્ક દૂર કરવાના બેસ્ટ ઘરેલૂ ઉપાય

* એલો વેરા જેલ -એલો વેરા જેલ સ્ટ્રેચ માર્કસ માટે અત્યંત લાભદાયી છે. આનાથી માર્કસ ધીમે ધીમે ઓછા થઈ જાય છે. પછી સ્કીન પરથી એકદમ ગાયબ થઈ જાય છે. એલોવેરા જેલ બનાવવા માટે તમે એક કપ ઓલિવ આઈલ, 10 વિટામીન ઇ ના કેપ્સૂલ અને 5 વિટામીન એ ની કેપ્સુલ જરૂરી છે. આ બધાને ભેગા કરી એક પેસ્ટ બનાવો આ પેસ્ટને સ્ટ્રેચ માર્કસ પર લગાવો. પેસ્ટને સ્કિન પર ત્યાં સુધી રાખી મુકો જ્યાં સુધી સ્ટ્રેચ માર્કસ પેસ્ટને શોષી ન લે.  
* ખીરાનો રસ પણ સ્ટ્રેચ માર્કસ માટે અત્યંત લાભદાયી છે. સ્ટ્રેચ માર્કસમાંથી શીઘ્રતાથી છુટકારો મેળવવા ખીરાના રસમાં લીંબુ રસના ટીપા મિક્સ કરી આ પેસ્ટ બનાવો અને તેને ત્વચા પર જ્યાં સ્ટ્રેચ માર્કસ હોય ત્યાં ઘસો .પછી હળવા ગરમ પાણીથી ધોઈ લો. 
 
*ઈંડાનો સફેદ ભાગ સ્ટ્રેચ માર્કસ પર લગાવો અને સૂકાય જતા ધોઈ લો. આ સ્ટ્રેચ માર્કસને આછા કરી દે છે. ઈંડાના સફેદ ભાગમાં એમિનો એસિડ અને પ્રોટીન હોય છે. આથી સ્ટ્રેચ માર્કસ જલ્દી દૂર કરે છે. 
 
*સ્ટ્રેચ માર્કસમાંથી ઝડપથી છુટકારો મેળવવા માટે તમે વિટામીન ઇ તેલનો ઉપયોગ કરી શકો છો. વિટામિન ઇ ની ગોળીઓ ખાઈ શકો છો. 
 
* ખાંડમાં થોડા ટપકા બદામ તેલ અને લીંબુનો રસ મિક્સ કરી લગાવવાથી સ્ટ્રેચ માર્કસ દૂર થાય છે. તમે સ્નાન કર્યાના થોડા સમય બાદ બદામ-ખાંડ અને લીંબુનું પેસ્ટ બનાવી ત્વચા પર લગાવી શકો. આનાથી સ્ટ્રેચ માર્કસ હળવા થવા શરૂ થશે. આ પેસ્ટને ઓછામાં ઓછા એક મહિના સુધી તમારી ત્વચા પર લગાવતા રહો.