ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 5 ઑક્ટોબર 2016 (14:49 IST)

વાળ ખરતા 100 ટકા થશે ઓછા જો જામફળનો કરશો આવો પ્રયોગ

વાળ ખરતા રોકવા છે તો,  સો ટકા અસરદાર એવો જામફળનો આ પ્રયોગ અપનાવી જુઓ  તમે તેનો ખૂબ સારા ફાયદા ઉઠાવી શકો છો. જો તમારા વાળ ઘણા સમયથી ખરી રહ્યા છે તો પણ જામફળના પાનનો પ્રયોગ કરી તેને ખરતા બચાવી શકો છો.  જામફળમાં ભારે માત્રામાં વિટામિન બી 3, બી 5 અને બી 6 હોય છે જે ક્ષતિગ્રસ્ત વાળના ટિશ્યૂને રિપેયર કરે છે.  માથાના વાળની સફાઈ કરે છે અને વાળને ખરતા રોકે છે. જામફળના ઝાડમાં 9 ટકા પોટેશિયમ, 2 ટકા ઝિંક અને 2 ટકાથી વધુ પ્રોટીન હોય છે. જેનાથી માથામાં ખંજવાળ આવતી નથી. ખોડો થતો નથી અને વાળ મુલાયમ અને મજબૂત બને છે. 
 
ખૂબ શોધ કર્યા પછી અમે સહેલા અને કારગર નુસ્ખા શોધી કાઢ્યા છે. જેનાથી તમને એ જાણ થશે કે જામફળનો ઉપયોગ વાળને લાંબા કરવામાં કેવી રીતે કરી શકાય છે.  
 
1. એક મુઠ્ઠી જામફળના પાન એક કપ પાણીમાં ઉકાળી લો. આ પાણી ધીમા તાપ પર 10થી 15 મિનિટ સુધી ઉકળવા દો. હવે ગેસ બંધ કરો અને તેને રૂમના તાપમાન પર ઠંડુ થવા દો. આ મિશ્રણને ગાળીને તમારા માથા અને વાળમાં સારી રીતે લગાવી લો.   એક કલાક સુધી તેને વાળમાં રહેવા દો અને ત્યારબાદ ધોઈ લો. 
 
2. જામફળ+મધ+લીંબૂનો રસ એક પાકુ જામફળ લો અને તેને હાથથી ત્યા સુધી કચડો જ્યા સુધી આ પલ્પ ન બની જાય. તેમા એક મોટી ચમચી મધ અને 10 ટીપા લીંબૂનો રસ નાખો. તેને સારી રીતે મિક્સ કરી લો. વાળને ભીના કરો અને નાના ભાગમાં વહેંચી લો. આ હર્બલ જામફળના માસ્કને લાંબા વાળ માટે ઉપયોગ કરો. તેને 40 મિનિટ સુધી વાળમાં લગાવી રાખો. ત્યારબાદ વાળમા શેમ્પૂ કરો અને કંડીશનર લગાવો. 
 
3. નારિયળ તેલ+વિટામીન ઈ+જામફળ  - અડધો કપ નારિયળ તેલને ધીમા તાપ પર ઉકાળો. વિટામિન ઈ જેલની બે કૈપ્શૂલને તોડીને એક મોટી ચમચી જામફળના જ્યુસમાં મિક્સ કરો. તેને 15 મિનિટ ઉકળવા દો. હવે ગેસ બંધ કરો અને આ આયુર્વૈદિક જામફળના માસ્કને રૂમના તાપમાનમાં ઠંડુ થવા દો. હવે તેને તમારા માથા અને આખા વાળમાં સારી રીતે લગાવી લો. તમારા વાળનો અંબોડો બનાવી લો અને શાવર કેપ લગાવી લો. 1 કલાક પછી વાળમાં શેમ્પૂ કરી કંડીશનર કરી લો. 
 
4. ઈંડા+જામફળ - આ જામફળના માસ્કમાં પ્રોટીનની માત્રા ખૂબ વધુ હોય છે. જેનાથી વાળ જડથી મજબૂત બનશે.  એક બાઉલ લો અને તેમા પાક્કા જામફળ મસળીને પલ્પ બનાવી લો.  હવે તેમા ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરો.  તેને માથા પર અને વાળમાં સારી રીતે લગાવો. 40 મિનિટ પછી માથામાં મસાજ કરો અને શૈમ્પૂની મદદથી વાળ ધોઈ લો. 
 
5. જામફળ+નારિયળ -  એક મુઠ્ઠી જામફળના પાનને પાણીમાં 10 મિનિટ સુધી ઉકાળી લો. હવે તેને વાટીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક મોટી ચમચી નારિયળ તેલ મિક્સ કરો. સારી રીતે ભેળવી લો. હવે આ પેસ્ટનુ પાતળુ કોટ માથા અને પૂરા વાળ પર લગાવી લો.  15 મિનિટ સુધી મસાજ કરો અને આગામી 40 મિનિટ સુધી વાળમાં લગાવીને રહેવા દો. ત્યારબાદ શૈમ્પૂની મદદથી ધોઈ લો. 
 
6. શિકાકાઈ+જામફળ+બદામનુ તેલ -  મુઠ્ઠી ભરી જામફળના પાનને સૂર્યની ગરમીમાં સુકાવી લો. હવે તેનો પાવડર બનાવી લો. બરાબર માત્રામાં જામફળનો પાવડર અને શિકાકાઈ પાવડર લો અને તેમા બદામના તેલના 10 ટીપા નાખો. પાણીની મદદથી પેસ્ટ બનાવી લો તેને ભીના વાળમાં લગાવી લો. તેને 40 મિનિટ સુધી લગાવીને રહેવા દો અને ત્યારબાદ ધોઈ લો. અઠવાડિયામાં એક દિવસ આ હર્બલ જામફળના માસ્કને લગાવો અને ખરતા વાળથી મુક્તિ મેળવો. 
 
7. જામફળની ચા - વાપરેલા ચા ના ટી બેગની મદદથી એક કપ ચા બનાવો. તેમા એક મોટી ચમચી મધ નાખો. રૂમના તાપમાનમાં ઠંડુ કરો. તેને ગાળી લો અને શેમ્પૂ કર્યા પછી વાળને તેનાથી ધોઈ લો. વાળમાં મસાજ કરો જેથી આ મિશ્રણ રોમ છિદ્રોમાં અંદર જતુ રહે. 
 
8. નારિયળનુ દૂધ+જામફળના પાન - વાળને તૂટતા રોકવા માટે જામફળનો બીજો સહેલો ઉપાય છે આ માસ્ક. એક કપ નારિયલનું દૂધ લો અને તેમા એક મોટી ચમચી જામફળના સૂકા પાનનો પાવડર મિક્સ કરો. રૂની મદદથી તેને તમારા વાળ પર લગાવો.  જ્યારે આ મિશ્રણ વાળમાં લાગી જાય ત્યારે તેની મસાજ કરો. 1 કલાક પછી શેમ્પૂ કરી લો.