શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (12:42 IST)

બ્યુટી ટિપ્સ - ઘરે જ બનાવો તમારો ફેસ ટોનર !

દરેક સ્ત્રી પોતાના ચેહરાની સુંદરતાને વધારવા માટે રોજ તેની ક્લીંજિંગ, ટોનિંગ કરે છે.   આપણે બધા બ્યુટી પ્રોડક્ટ્સ માર્કેટમાંથી જ ખરીદીએ છીએ. પણ આ બધા પ્રોડક્ટ્સ કેમિકલ યુક્ત હોવાને કારણે આપણે ફાયદા કરવાને બદલે નુકશાન જ પહોંચાડે છે.  જેની જાણ આપણને વય થયા પછી થાય છે.  ટોનર ચેહરાના ખુલ્લા થયેલા પોર્જ બંધ કરવાનુ કામ કરે છે.  જે ક્લીજિંગ પછી ખુલી જાય છે. જો તમે ચાહો તો તમે તમારા નેચરલ સ્કિન ટોનર ઘર પર જ બનાવી શકો છો. જેની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી અને આ સ્કિનને એકદમ ક્લીયર કરી નાખે છે. 
 
1. તુલસી ટોનર - થોડી તુલસીને હાથમાં મસળીને અડધો કપ ઉકળતા પાણીમાં નાખો. તેને ચલાવો અને ફરી ગાળીને તેમા 1 ચમચી એલોવેરા જૈલ મિક્સ કરો. આ ટોનરને લગાવવાથી ખીલ ખતમ થઈને પોર્ઝ બંધ થશે. 
 
2. મેથી ટોનરથી ફેસ ચેહરો થશે સાફ - એક મુઠ્ઠી મેથીને 1 ગ્લાસ ગરમ પાણીમાં નાખો અને પછી તેને ગાળીને ઠંડુ કરીને સ્પ્રે બોટલમાં ભરીને પ્રયોગ કરો. આ ટોનરના ઉપયોગથી તમારો ચહેરો સાફ અને ચમકદાર દેખાશે. 
 
3. હળદર ટોનર - એક ચમચી હળદરને 3 ચમચી લીંબૂના રસ અને ચોથા ભાગનુ ગરમ પાણી મિક્સ કરો. પછી તેને ટોનરના રૂપમાં પ્રયોગ કરો. 
 
4. બરફ પણ છે એક સારો ટોનર - બરફ પણ એક ખૂબ સારો ટોનર છે. જો તમારી સ્કિન ઓઈલી છે તો તમારે માટે ખૂબ લાભકારી રહેશે. એક મુલાયમ અને બારીક કપડામાં બરફને લપેટી લો. તેનાથી પૂરો ચહેરો મસાજ કરો. આ ટોનર ગરમી માટે ખૂબ સારુ છે. 
 
5. ટામેટાના જ્યુસનુ ટોનર - ટામેટાનો રસ 3 ચમચીને 1 ચમચી મધ સાથે મિક્સ કરો. આ ટોનરને લગાવવાથી ચેહરાના દાગ-ધબ્બા મટી જશે અને ચહેરા પર ચમક આવશે.