ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 12 એપ્રિલ 2017 (15:08 IST)

તમારી કમરને Sexy દેખાડે છે, આ કમરબંદ

લગ્ન હોય કે કોઈ આયોજન સરસ કપડાની સાથે જ્વેલરી પણ વિયર કરવું બહુ જરૂરી હોય છે. ઈયરિંગ્સ, નેકલેસ અને બંગડીઓ તો બધા પહેરે છે પણ કમરબંદ એક એવી જ્વેલરી છે જેને બહુ ઓછી મહિલાઓ વિયર કરે છે. આજકાલ કમરબંદનો ખૂબ ટ્રેંડ ચાલી રહ્યું છે .સાડી હોય કે લહંગા બન્ને સાથે કમરબંદ કેરી કરી શકો છો. તેનાથી લુક બદલાઈ જાય છે. આવો જાણીએ કમરબંદના કેટલાક જુદા-જુદા ડિજાઈન વિશે... 
- કમરબંદ એક એવી જ્વેલરી છે જેને સાડી હોય કે લહંગા બન્ને સાથે વિયર કરી શકાય છે. પ્લેન સાડીની સાથે હેવી ગોલ્ડન રંગનો કમરબંદ કેરી કરવું. તેનાથી હળવી સાડીને પણ હેવી લુક મળશે 
 
- આજકાલ ફ્લોરલ  જ્વેલરી ખૂબ ટ્રેંડમાં છે. એવામાં ફ્લોરલ કમરબંદ પણ કેરી કરી શકો છો. સફેદ અને ગુલાબી ફૂલોથી બનેલું આ કમરબંદ હળવા રંગની સાડી કે લહંગાની સાથે ખૂબ સરસ લુક આપશે. 
 
- લહંગા કે સાડીની સાથે હેવી કુંદન કમરબંદ પણ પહેરી શકો છો. સિંપલ ગોલ્ડન લહંગાની સાથે આ કમરબંદ એક જુદો લુક આપશે. 
 
- લાલ રંગની પ્લેન સાડીની સાથે ગ્રીન સ્ટોન કમરબંદ પણ વિયર કરી શકો છો. તે સિવાય આજકાલ હેંગિંગ કમરબંદ ખૂબ ટ્રેંડમાં છે. 
 
- લગ્નમાં હેવી લહંગાની સાથે ચેન સ્ટાઈલ કમરબંદ પહેરવું. આ પેટના ઉપર બાંધો જેનાથી સરસ લુક મળશે.