ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 14 ડિસેમ્બર 2016 (15:36 IST)

Hair fall - તમારી આ 10 ભૂલો વાળને બનાવે છે કમજોર... તમે તો નથી કરતાને

વાળની યોગ્ય રીતે દેખરેખ ન કરવાને કારણે હેયર ફૉલ, હેયર ડ્રાય ને ડેંડ્રફ જેવી પ્રોબ્લેમ થવા માંડે છે. સાથે જ આખો દિવસ આપણે કેટલીકે એવી ભૂલો કરી દઈએ છીએ જેની વાળ પર ખરાબ અસર પડવા માંડે છે. નેશનલ સ્કિન સેન્ટર, બતાવી રહ્યા છે વાળની એવી 10 ભૂલો વિશે જેનાથી વાળને નુકશાન પહોંચે છે. 
 
તેલ લગાવીને સૂઈ જવુ - આખી રાત ઓઈલ લગાવીને સૂવાથી વાળ તૂટવા માંડે છે અને ડસ્ટ લાગવાની પ્રોબ્લેમ થવા માંડે છે.  તેથી નહાવાના એક કલાક પહેલા જ વાળમાં તેલ લગાવવુ જોઈએ. 
 
ટોવેલને વાલને રગડવા - ભીના વાળને ટૉવેલથી વધુ રગડવા પર આ તૂટવા માંડે છે. તેથી વાળને હવામાં સુકાવો ત્યારબાદ ટૉવેલથી હલ્કા હાથે લૂછો 

રેગ્યુલર મસાજ - સ્કૈલ્પ પર રેગ્યુલર મસાજ ન કરવાથી જડ કમજોર થાય છે. તેથી ઑલિવ ઓઈલથી સ્કૈલ્પ પર હળવા હાથે મસાજ કરો. 
 
હેયર ટ્રિમિંગ ન કરાવવી - યોગ્ય સમય પર હેયર ટ્રિમિંગ ન કરવાથી વાળ પાતળા થવા અને બે મોઢાના થવાની પ્રોબ્લેમ થવા માંડે છે.  તેથી યુવકોએ મહિનામાં એક વાર અને યુવતીઓએ 2 મહિનામાં એકવાર ટ્રિમિંગ કરાવવુ જોઈએ. 

કંડીશનર નો ખોટો ઉપયોગ - વાળ પર કંડીશનર લગાવ્યા પછી ઓછા પાણીથી ધોતા હેયર ફોલ, ડેંડ્રફ અને બે મોઢાવાળા વાળની સમસ્યા થવા માંડે છે. તેનાથી બચવા માટે વાળને વધુ પાણીથી સારી રીતે ધોવા જોઈએ. 
 
ભીના વાળ બાંધવા - જ્યારે આપણા વાળ ભીના હોય છે ત્યારે તેમા અને તેની જડમાં નરમી હોય છે. જો તેને તરત બાંધો છો તો એ તૂટવા માંડે છે અને ડેંડ્રફની પણ સમસ્યા ઉભી થાય છે. 
 

ડાયેટ - બેલેસ્ડ ડાયેટ ન ફોલો કરવાથી વાળ ખરવા, ડ્રાય અને બે મોઢાના થવાની સમસ્યા થવા માંડે છે. તેથી ડાયેટમાં ફ્રૂટ, લીલા પાનવાળા શાકભાજી જરૂર સામેલ કરો અને જંક ફૂડ ખાવાથી બચો. 
 
વાળમાં શેમ્પૂ - રોજ વાળમાં શેમ્પૂ કરવાથી વાળ કમજોર થઈ જાય છે અને તૂટવા માંડે છે. મોટાભાગના શેમ્પૂમાં કેમિકલ્સનો યૂઝ થાય છે જે વાળને ડ્રાય કરે છે.