ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 22 એપ્રિલ 2015 (16:48 IST)

હેયર કેર - પુરૂષોના વાળની દેખરેખ માટે ટિપ્સ

વાળ આપણા વ્યક્તિત્વમાં નિખાર લાવે છે. સુંદર મજબૂત વાળની ઈચ્છા મહિલાઓને જ નહી પુરૂષ્ને પણ હોય છે. પણ નિર્જીવ  અને વાંકડિયાવાળ. વાળ ખરવા, વાળ વધવાનહી અને તૈલીય સ્કૈલ્પ વાળથી સંબંધિત પુરૂષોની સામાન્ય સમસ્યા છે. સ્ત્રીઓની જેમ પુરૂષોએ પણ પોતાના વાળની સંભાળ રાખવી જરૂરી છે. આ માટે તમે કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો.  આવો જાણો પુરૂષોના વાળને સુંદર અને ચમકદાર બનાવવાના ઉપાયો... 
 
ઓઈલ મસાજ - ઓઈલ મસાજથી વાળને ભરપૂર પોષણ મળે છે. આ ઉપરાંત વાળની ગંભીર ક્ષતિને પણ ઠીક કરે છે. વાળની 
દેખરેખ માટે બદામ, જૈતૂન કે નારિયળનું તેલ દ્વારા અઠવાડિયામાં બે વાર માથાની મસાજ કરવી સારી રહે છે. 
 
દહી અને કાળા મરી - સ્કૈલ્પ પરથી ખોડાને હટાવવા માટે આ ઉપાય કારગર છે.  આવુ કરવા માટે ત્રણ ચમચી દહી સાથે કાળા 
મરીનો પાવડર મિક્સ કરી મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી સ્કૈલ્પ પર રગડીને લગાવી લો. એક કલાક પછી શેમ્પુથી વાળ્ને ધોઈ લો. 
 
સોડા - સોડામાં રહેલ પોટેશિયમ અને એંજાઈમ સ્કૈલ્પની ખંજવાળ અને ખોડાના સારવારમાં મદદ કરે છે. આ માટે તમે એપ્પલ 
સાઈડર સોડા લઈને 5 મિનિટ સાધારણ રીતે સ્કૈલ્પ પર મસાજ કરો. આ વાળના રોમને બંધ થવા અને ખોડાના મુખ્ય  કારણ મૃત કોશિકાઓને કાઢવામાં મદદ કરે છે.  
  
નારિયળનું દૂધ - પુરૂષો પોતાના વાળને પોષણ આપવા માટે નારિયળના દૂધનો ઉપયોગ કરી શકે છે. નારિયળનુ દૂધ વાળને પોષણ આપવા ઉપરાંત વાળના વિકાસને પણ પ્રોત્સાહિત કરે છે. આ ઉપરાંત તે વાળને મુલાયમ બનાવવામાં પણ મદદ કરે છે. 
 
એલોવેરા - વાળને મજબૂત અને ચમકદાર બનાવવાની ઈચ્છા રાખનારા પુરૂષ એલોવેરા જૈલથી પોતાના સ્કૈલ્પ પર મસાજ કરે. અઠવાડિયામાં બે વાર વાળમાં એલોવેરા જૈલથી મસાજ કરવાથી વાળ ખરવા.. વાળની શુષ્કતા અને સંક્રમિત સ્કૈલ્પની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે. 
 
ઈંડા - વાળની દેખરેખ માટે પ્રોટીન ટ્રીટમેંટ ખૂબ જરૂરી હોય છે. જો તમે ઘાટા અને મજબૂત વાળ ઈચ્છો છો તો અઠવાડિયામાં ત્રણથી ચારવાર તામરા વાળમાં પ્રોટીન ટ્રીટમેંટ કરવાનો પ્રયાસ કરો. વાળમાં પ્રોટીન ટ્રીટમેંટ માટે એક ઈંડાને સારી રીતે ફેંટીને તેને તમારા ભીના વાળમાં લગાવો. 15 મિનિટ પછી તમારા વાળને કુણા પાણીથી ધોઈ લો. 
 
લીમડાનું પેસ્ટ - ચિકિત્સીય નીમ પેસ્ટ સ્કૈલ્પના ક્ષારીય સંતુલનને બનાવવા અને વાળને ખરવાની સમસ્યાથી રોકવામાં ખૂબ મદદગાર હોય છે. તેના પેસ્ટને વધુ સારુ બનાવવા માટે તમે આ પેસ્ટમાં મઘ અને જૈતૂનનુ તેલ મિક્સ કરી શકો છો. 
 
મેથીના બીજ -  મેથીના બીજોને બેથી ત્રણ ચમચીને પાણીમાં આઠથી દસ કલાક માટે પલાળી દો.  પછી તેની બારીક પેસ્ટ બનાવીને તમારા વાળમાં લગાવો. આ મિશ્રણ વાળને ખરતા રોકવા ઉપરાંત વાળના વિકાસને પણ પ્રોત્સાહિત કરે છે. તેની મદદથી તમે ખોડાથી પણ મુક્તિ મેળવી શકો છો.  
 
 
એવોકાડો  -  એવોકાડો અને કેળાને સારી રીતે મસળીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને માથા પર મસાજ કરો અને આ પેસ્ટને વાળમાં અડધો કલાક માટે છોડી દો. પછી તમારા વાળને કુણા પાણીથી ધોઈ લો. થોડાક જ દિવસમાં તમને અનુભવશો કે તમારા વાળ ઘટ્ટ થવા લાગે છે. 



 

વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.