શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 24 એપ્રિલ 2017 (16:56 IST)

Periods ડીલે કરવા માંગો છો તો આ 8 ટિપ્સ તમારી મદદ કરશે

સામાન્ય રીતે પીરિયડ્સ ડીલે કરવા માટે મહિલાઓ દવા લેવુ પસંદ કરે છે. પણ આ દવાઓના અનેક સાઈડ ઈફેક્ટ પણ હ્ય છે. તેનાથી બચવા માટે નેચરલ રીત અપનાવીને તમે પીરિયડ્સને ડીલે કરી શકો છો.  આયુર્વેદ ડોક્ટર મુજબ આ વસ્તુઓથી પીરિયડ્સ ડિલે કરવા માટે તેને પીરિયડ્સના સાત દિવસ પહેલા ખાવ. અહી બતાવી રહ્યા છીઈ આવાજ 8 ફૂડ જેનાથી પીરિયડ ડિલે થાય છે. 
 
1. એક ગ્લાસ પાણીમાં 3 ચમચી સિરકા(વિનેગર) નાખીને દિવસમાં ત્રણ-ચાર વાર પીવાથી પીરિયડ્સ ડીલે થાય છે. 
 
2. ચણાની દાલના પાવડરને પાણીમાં મિક્સ કરીને પીવાથી પીરિયડસ ડિલે થાય છે. તેને સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે પીવાથી વધુ ફાયદો થાય છે. 
 
3. અજમાના પાન પાણીમાં નાખીને ઉકાળી લો આ પાણીને કુણું ગરમ કરો અનેમધ નાખીને પીવાથી પીરિયડ્સ ડીલે થાય છે. 
 
4. દિવસમાં બે વાર ફુદીનાનો રસ પીવાથી પીરિયડ્સ ડિલે થાય છે. 
 
5. આમળાનો પાવડર કે રસ પીવાથી પીરિયડ્સ મોડા આવે છે. સાથે જ આ એ સમયથી થનારા દુખાવામાં પણ રાહત આપે છે. 
 
6. દિવસમાં 3 વાર ચોખાનું પાણી પીવાથી પીરિયડ્સ ડિલે થાય છે. 
 
7. દાડમના છાલટાને સૂકાવીને વાટી લો. એક ચમચી પાવડરને પાણી સાથે સવાર-સાંજ લેવાથી પીરિયડસની ડેટ આગળ વધી જાય છે. 
 
8. રોજ પરવરનું શાક બનાવીને ખાવાથી પીરિયડ્સ ડીલે થાય છે.