ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (16:52 IST)

પિંપલ્સ ફૂટી જાય તો તરત કરો આ કામ...

પિંપલ્સ, કદાચ જ કોઈ આ પરેશાનીથી બચી જતુ હશે. ડેડ સેલ્સ, ધૂળ-માટી અને પોલ્યૂશન, ડેંડ્રફ અને અનેક કારણોથી ચેહરા પર પિંપલ્સ આવી જય છે.  પણ પિંપલ્સની પરેશાની ત્યારે વધી જાય છે જ્યારે તમે તેને જાણા-અજાણતા ફોડી નાખો નાખો છો.  જો તમે પણ આવુ જ કંઈક કરો છો તો તામરી આદત તમારા ચેહરા માટે મુસીબત ઉભી કરી શકે છે. 
 
 
1. ટિશ્યૂ - જો તમને ભૂલથી પિંપલ્સ ફોડી નાખ્યુ તો તેના તરત પછી એક ટિશ્યૂ કે ચોખ્ખુ કૉટન કપડુ લો અને પિંપલ્સ પર મુકીને  તેને દબાવો. તેનાથી પિંપલ્સમાં રહેલ પસ અને ગંદકી બહાર નીકળી જશે. ટિશ્યૂ અને કપડાને કારણે બેક્ટેરિયા બાકી સ્કિન પર નહી ફેલાય.  ત્યારબાદ તમે ચેહરાને ફેસવૉશથી સારી રીતે સાફ કરી લો. 
 
2. બરફ - એક બરફનો ટુકડો લો અને કપડામાં બાંધીને તેને પિંપલ્સવાળા સ્થાન પર મુકો.  થોડા સેકંડ્સ સુધી મુક્યા પછી હટાવો અને ફરી તેને મુકો. આ પ્રોસેસને 6-7 વાર રિપિટ કરો. 
 
3. લીમડો - લીમડામાં રહેલ વર્તમાન એંટી-બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ પિંપલ્સને ભરવામાં મદદ કરે છે અને કોઈ પ્રકારના ઈફેક્શનથી બચાવે છે. આ માટે બસ થોડા લીમડાના પાન લો અને તેને વાટીને પેસ્ટ બનાવી લો.  આ પેસ્ટને પિંપલ્સવાળા ભાગ પર લગાવો અને સૂકાયા પછી ધોઈ લો. 
 
4. હળદર - જો તમારી સ્કિન સેંસેટિવ છે તો હળદર તમારા માટે સેફ ઓપ્શન છે. થોડી હળદર લો અને તેની પેસ્ટ બનાવીને પિંપલ્સ વાળા સ્થાન પર લગાવો અને સૂકાયા પછી ધોઈ લો. 
 
5. ટ્રી-ટ્રી ઓઈલ - ટ્રી ટ્રી ઓઈલમાં પણ એંટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ રહેલી હોય છે. જે પિંપલ્સના ઘા ને ભરીને  ઈંફેક્શનથી બચાવે છે.  ટી-ટ્રી ઓઈલના 1-2 ટીપાને 10-15 પાણીના ટીપા સાથે મિક્સ કરીને મિક્સચર બનાવો.  હવે તેને કોટનની મદદથી તમારા પિંપલ્સવાળા ભાગ પર લગાવો અને 1 કલાક પછી તેને ધોઈ લો.